________________
શારદા શિરેમણિ ]
પ૭
બની જાય. છેવટે કર્મ રહિત બનતા આત્મા પરમાત્મા બની જાય. ભૂતકાળમાં આ સંસાર ચક્રમાં વર્ષોના વર્ષો, યુગોના યુગો, પલ્યોપમાં અને સાગરોપમને કાળ ચાલ્યો ગયો છતાં હજુ હાથમાં કાંઈ આવ્યું નથી. મેળવતા ગયા અને મૂકતા ગયા. મેળવવું અને મૂકવું આ ધંધે અનાદિકાળથી જીવ કરી રહ્યો છે. હજુ એને અંત આવ્યો નથી, માટે જ્ઞાની કહે છે કે આ સંસારમાં કાંઈ સાર નથી. આત્માને સાચું જ્ઞાન થાય અને ધર્મની અસર થાય તે આત્મા કંઈક સમજે અને આગળ વધે. એમ પ્રગતિ સાધતા સાધતા અને વિકાસ કરતા કરતા ચરમસીમાએ પહોંચી શકાય અને ઘાતી કર્મોને ક્ષય કરી કેવળજ્ઞાન પામી પરમાત્મ પદને પામી શકાય.
પરમાત્મદશાને પ્રાપ્ત કરવી છે તે સર્વપ્રથમ આપણું જીવનરૂપી ખેતરને ખેડીને એમાં સમક્તિરૂપી બીજની વાવણી કરવાની છે. સંસારને લિમિટમાં લાવનાર કંઈ જડીબુટ્ટી હોય તો સમક્તિ છે. તમે જેની પાછળ દોડી રહ્યા છે, રાતદિવસ મહેનત કરો છે, અન્યાય, અનીતિથી લક્ષમી મેળવી પુણ્યદયે કરોડપતિ કે અબજપતિ થઈ જાવ ત્યાં કેઈ સર્ટીફિકેટ આપી શકે છે કે તમે કરોડપતિ થયા માટે તમને જિંદગીમાં કેન્સર નહિ થાય. એકસીડન્ટથી મૃત્યુ નહિ થાય એવી ખાત્રી છે ખરી? ના..ના.એવું કંઈ નથી. જ્યારે સમક્તિ રૂપ રત્ન મળી ગયું પછી તે મહોર વાગી ગઈ કે જે જીવ સમક્તિ હમે નહિ તો તે જ ભવે, ત્રીજે ભવે, પાંચ ભવે કે ૧૫ ભવે મોક્ષે જાય, અને વમી જાય તો મેડામાં મેડે અર્ધ પુદગલ પરાવર્તન કાળે તો અવશ્ય મોક્ષમાં જવાને. સમક્તિ પામે એને સર્ટીફિકેટ મળી ગયું કે સમક્તિ પામ્યા પછી આયુષ્યને બંધ પાડે તે ૭ બેલમાં ના પડે. નરક, તિર્યચ. ભવનપતિ, વાણવ્યત્તર જતિષી. સ્ત્રીવેદ, નપુંસકવેદ. સમતી જીવ નરક, તિર્યંચમાં તે ન જાય. દેવમાં જાય તો પણ ભવનપતિ, વાણુવ્યંતર, તિષીમાં ન જાય પણ વૈમાનિક દેવમાં જાય. સમક્તિની કેટલી બલિહારી છે! છે તમારા રૂપિયામાં આ તાકાત ! આટલા પૈસા મળી ગયા એટલે નરક, તિર્યંચગતિમાં નહિ જવાનું? તમારું ઝવેરાત તે નાશવંત છે. ક્ષણિક છે. જ્યારે આ સમક્તિ રૂપી ઝવેરાત તે શાશ્વત છે. તમારા ઝવેરાત કરતાં એની કિંમત મહામૂલ્યવાન છે. જીવને જેટલે રસ નાશવંત પદાર્થો મેળવવાને છે એટલે રસ સમક્તિ રૂપી ઝવેરાત મેળવવાનો નથી. સમ્યગૂ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપી રત્ન મેળવવાની તમન્ના જાગી છે? એ મેળવવાનો રસ છે? કઈ પણ કામ અઘરું હોય પણ તે કાર્યમાં જે રસ હોય તે એ સહેલું ને સરળ બની જાય છે અને રસ ન હોય તે સહેલું કામ પણ અઘરું લાગે છે, માટે આ ભવમાં આવીને સમક્તિરૂપી ઝવેરાત પ્રાપ્ત કરી લે જેથી સંસાર લિમિટમાં આવી જાય,
જેમને સંસાર લિમિટમાં આવી ગયો છે તે આત્માનો અધિકાર ચાલે છે. વાણિજ્ય નગરીમાં જિતશત્રુ નામે રાજા હતા. તે શત્રુઓને જીતનાર હતા. યથા નામ તથા ગુણાઃ જેવું નામ તેવા તેમનામાં ગુણો હતા. આજે નામ તો ઘણું સરસ પાડવામાં આવે છે