________________
૬૦ ]
[ શારદા શિમણિ કોઈના પૈસા વ્યાજે લેતું નથી પણ તારે મૂકવા હોય તો તારી સ્થિતિ ઊંચી લાવવા માટે લઈશ. મિત્ર ! મારી પાસે છે જ નહિ. શું મૂકું ? અત્યારે મારી પાસે મૂડીમાં માત્ર એક આને છે. તે તું થાપણ તરીકે રાખે તે તને આપું ? એક આનાની કોઈ મૂડી કહેવાય ! આ તે પ્રેમના કારણે લઈ લીધે માણેકચંદ કહે મને શું વ્યાજ આપીશ? ભાઈ ! તું મારે જાનજીગર મિત્ર છે. દર છ છ મહિને બમણું કરીશ. - માણેકચંદ તેના મિત્ર રતનચંદને ત્યાં એક આનાની થાપણ મૂકીને પરદેશ ગયે. ત્યાં મોટા વેપારીની પેઢીમાં સારા પગારથી મુનિમની નેકરી મળી ગઈ. અહીં રતનચંદના ભાગ્યોદયે વેપાર ખૂબ વળે, જોતજોતામાં તે લાખોપતિ બની ગયો. હજુ વધુ કમાવા માટે તેણે ગામમાં બીજી ચાર પાંચ દુકાને ખેલી. માણેકચંદ નોકરી કરે છે. છ મહિના થાય એટલે વિચાર કર્યો કે એક આનાના બે આના થયા હશે આ રીતે દર છ છ મહિને તે હિસાબ ગણતે જાય હવે વ્યાજ વધવા લાગ્યું, પણ વિચાર કરે છે કે હમણાં મારે જવું નથી. જવું તે લેવા જવાનું મન થાય ને! માટે સુખદુઃખ વેઠીને પણ અહીં રહેવું છે. એ દર છ મહિને એને હિસાબ ગણુતે જાય છેઅહીં આપણા આત્માએ પણ સમજવાનું છે એ રૂપિયા ગણતો હતો, આપણે શું ગણવું છે? શુભાશુભ કર્મો તે આત્મા પર પડેલા છે. દિલાવર દિલથી, મનના મોકળા ભાવથી કઈ જાતની આકાંક્ષા કે ઇરછા વગર તપ, જપ, દાન, ધર્મકરણ કરવાની છે. ભગવાન બોલ્યા છે કે મારે સાધક
नो इहलोगनुयाए तव महिद्विज्जा । नो परलोगद्वयाए महिद्विज्जा, नो कित्तिवन्न सद सिलोगट्टयाए तव महिद्विज्जा, नन्नत्य निज्जरद्वयाए तब महिट्ठिज्जा । આલેકના સુખને માટે તપ ન કરે. પરલોકમાં મને સુખ મળે એ માટે તપ ન કરે. કીતિ, વર્ણ, શબ્દ અને લાઘા (પ્રશંસા) ને માટે પણ તપ ન કરે. એકાંત કર્મોની નિર્જરા માટે તપ કરે. આલેકમાં મને સુખ સંપત્તિ મળે, જગતમાં મારી વાહવાહ થાય. બધા મારા ગુણલા ગાય, મારી કીર્તિ વધે, પલકમાં મને દેવકના સુખો મળે. આ આકાંક્ષાથી તપ ન કરે. તે એકાંત કર્મ નિર્જરા માટે કરે.
આ આત્મા બે ચાર ભવને મેલે નથી, પણ અનંત ને મેલે છે. તમે પંદર દિવસે કપડાં છે તે રેજના મેલા કપડાં કરતાં વધુ મેલા હોય ને! તે જોતા વધુ મહેનત પડે ને ! તેમ અસંખ્યાત પ્રદેશી આત્મા છે. તેના ઉપર અનંતી કર્મવર્ગ ચેટી છે. આ અનંતી કર્મવર્ગણાઓ ઉખેડવા માટે એક ઉપવાસ, એક આયંબીલ કરે ઉખડી જાય ખરી? ના. તે માટે શું કરવું પડશે? મહાપુરૂષોએ આ કર્મવર્ગણાઓને ઉખેડવા માટે મા ખમણના પારણે માસખમણ કર્યા. ચકવર્તીએએ છ ખંડની સાહ્યબી છેડીને દીક્ષા લીધી. તમે અબજોપતિ હો છતાં ચકવતના વૈભની આગળ તણખલા જેટલાય નથી. સનતકુમાર ચક્રવર્તીએ દીક્ષા લીધી. મોટા સેળ રોગ થયા છે, છતાં મનમાં દુઃખ નથી. આનંદ છે કારણ કે દેહ પરનું મમત્વ ઉઠી ગયું છે. મારા બાંધેલાં.