________________
શારદા શિરેમણિ ]
[ ૬૧
કર્મો ઉદયમાં આવ્યા છે. કર્મો ખપાવવાનો આ સુવર્ણ અવસર છે. સમભાવે ભેળવીને કર્મો ખપાવ્યા. ધન્ય છે એ આત્માઓને! પહેલા શ્રાવકે મહિનાના છ છ પૌષધ કરતા હતા. આજે પૌષધ કરનારા તે બહુ ઓછા હશે. તમે એટલું તો કરે, ચૌવિહાર કરે, રાત્રી ભજનો ત્યાગ કરે. ૧૦ તિથિ લીલેરી ન ખાવી. એટલું તો કરે, અરે, આજે તે જૈનેના ઘરમાં આઠમ પાખીના દિવસે શાક ખાતા થઈ ગયા. રસેન્દ્રિયના સ્વાદ તે જુઓ. યાદ રાખજો કે “જેમાં જેને રસ તેમાં તેને વાસ. જેમાં જેની પ્રીતિ તેમાં તેની ઉત્તપતિ, જેમાં જેનું મન તેમાં તેનું તન.
માણેકચંદને કમાવા ગયા પંદર વર્ષે થયા. હવે તેને થયું કે હું રતનચંદ પાસે જાઉં. રતનચંદ તો ખૂબ મેટો ધનાઢય શેડ બની ગયો હતો. માણેકચંદ તો બિચારો ગરીબ હતા. એના કપડાં ચેડા મેલાઘેલા હતા. એટલે બરાબર ઓળખી ન શક્યો. છતાં માનવતા હતી. એટલે પૂછયું. ભાઈ! તમે કેશુ? માણેકચંદ! તમે મારા મિત્ર ! તમારે જરૂર હોય તે કહો. આપની અમીદ્રષ્ટિ છે કૃપાદષ્ટિ છે. તે બસ છે. મારે બીજું કાંઈ નથી જોઈતું. મિત્ર હું પરદેશ ગયો ત્યારે તમારી પેઢીમાં મારે એક આ વ્યાજે થાપણ મૂકતો ગયા હતા. એક આને ચોપડામાં કયાં લખ્યો હશે? ન લખ્યો હોય તો ભલે, મને કાંઈ વાંધો નથી. એક આનાના છ છ મહિને ડબલ કરતાં જે વ્યાજ થાય તે ગણુને આપો. જેથી હિસાબ ચોક થઈ જાય. દરેક બાબતમાં ચેખવટ હોય તે ક્યારેય વાંધો આવતે નથી. રતનચંદ કહે માણેકચંદ! ભગવાનની કૃપાથી મારે કમાણી સારી છે. મારે હરામને એક પૈસો ન જોઈએ. તમે એક આને મૂકીને ગયા હતા તેને હિસાબ ક્યાં કરીએ? તમારા એક આનાની રકમ વધી વધીને કેટલી થઈ હશે ! બહુ બહુ તો પાંચ સાત હજાર થશે. હિસાબની ક્યાં માથાકૂટ કરવી? કદાચ ૨૫-૫૦ રૂ. વધારે આવી જશે તો તું ક્યાં પારકે છે? હું તમને હિસાબ કર્યા વગર રૂપિયા દશ હજાર આપું છું. કેમ બરાબર છે ને?
માણેકચંદ હિસાબકિતાબમાં બહુ પાકે હતે. તેની ગણત્રી મુજબ એક આનાની મૂડીની રકમ બહુ મોટી થતી હતી. એટલે તે નમ્રતાથી બેલ્યો મિત્ર રતનચંદ! મારા માટે આટલી ઉદારતા રાખી તે માટે તને ધન્યવાદ છે ! પણ મિત્ર ! મારે એક પાઈ પણ વધારે નથી જોઈતી. બક્ષીસ તરીકે પણ નથી જોઈતી. એક આનાની થાપણુમાંથી પંદર વર્ષના હિસાબે જેટલી રકમ થતી હોય તેટલી જોઈ એ છે. વધુ નથી જોઈતી. જીવ કર્મ બાંધે છે, ત્યારે ભાન નથી રાખતા કે એ કર્મના વ્યાજ કેટલા ચઢે છે! પણ ભોગવવાનો સમય આવે ત્યારે બાપલીયા બોલી જાય છે. માણેકચંદની વાત સાંભળીને તરત રતનચંદે પિતાના વિશ્વાસુ બે ત્રણ મુનિને બોલાવ્યા. બધી સમજણ પાડી અને કહ્યું કે માણેકચંદને હિસાબ તૈયાર કરે. આંકડે તૈયાર થઈ જાય પછી કુલ આંકડો કેટલે થાય છે તે મને કહો. દશ હજારને આંક આવ્યો ત્યાં સુધી તો વાંધો ન આવ્યા, પછી આખે હિસાબ થયે ત્યારે મુનિમજીના મનમાં થયું કે આટલી બધી મોટી રકમ બેલવી કેવી રીતે? શેઠ પ્રમાણિક છે. હવે કરવું શું? મુનિમજીને વિચાર કરતાં જોઈ ને શેઠ કહે છે જે