________________
પ૬ ]
[ શારદા શિરેમણિ આદિ કરે છે પણ જે કઈ એને પૂછે કે ધર્મ એટલે શું? તે એ જવાબ નહિ આપી શકે. ધર્મ કેને કહેવાય? ધર્મ શેમાં છે? ધર્મ એ કઈ બહારની ચીજ નથી. ધર્મ આત્મામાં છે. ગાંધીની કે કરિયાણાની દુકાને તે વેચાતે મળતું નથી. ધર્મ એટલે શું? તે જ્ઞાની સમજાવે છે કે “વધુ સદાવો ધો” વસ્તુને સ્વભાવ એનું નામ ધર્મ, જેમ સાકરમાં ગળપણ, મીઠામાં ખારાશ, મરચામાં તીખાશ એ એને ધર્મ છે. પિતાને સ્વભાવ પિતાનામાં રહે છે. બહારથી લાવા પડતા નથી. સાકરમાં મીઠાશ, મરચામાં તીખાશ એ એના પિતાના ઘરની છે. અહીં ધર્મ શબ્દથી આત્માને સ્વભાવ લેવાનો છે આત્માનો જે સ્વભાવ એનું નામ ધર્મ. આજે આપણે આપણા સ્વભાવમાં નથી. ઘડીમાં કોધ, ઘડીમાં માન, ઘડીમાં માયા તે ઘડીમાં લેભ સતાવે છે. આત્મા પિતાને સ્વભાવ ભૂલી ગયા છે, તેથી આ સંસારમાં રખડી રહ્યો છે. આત્મા જે પિતાના સ્વભાવમાં આવી જાય તો તેનું ખરું તેજ પ્રગટ થાય. અત્યારે આત્માની રમણતા પિતાના સ્વભાવમાં નથી, તેથી ક્યારેક રાગ થાય છે અને ક્યારેક દ્વેષ થાય છે. મનગમતા પદાર્થો મળે તે રાગ થાય અને અણગમતા પદાર્થો મળતા ઠેષ ઉપન થાય છે.
જયાં સુધી આત્માને પર એટલે કર્મને સંગ છે. ત્યાં સુધી સંસાર છે કર્મ એ પરભાવ. પરભાવમાં આત્મા અનાદિ અનંતકાળથી રખડી રહ્યો છે. દુઃખી દુઃખી થઈ રહ્યો છે. નરક નિમેદની તીવ્ર યાતનાઓ અને ભયંકર વેદનાઓ ભેગવી રહ્યો છે. અનંત પુદગલ પરાવર્તનમાં પરિભ્રમણ કર્યા. જન્મમરણ કર્યા તેનું મુખ્ય કારણ આત્માની વિભાવદશામાં રમતા. આત્માના સ્વભાવને ઓળખે. બહુ મુશ્કેલ છે, કારણ કે અત્યારે આપણો આત્મા અનેક સ્વભાવથી ઘેરાયેલું છે, પણ જિનવાણી દ્વારા આત્મસ્વભાવની વાતે સાંભળતા સાંભળતા અને વિચાર કરતાં એ સ્વભાવને ઓળખી શકીશું. આત્માની કે તત્ત્વજ્ઞાનની વાત સમજવા માટે અભ્યાસની જરૂર છે. એ માટે ઉપરછલ્લું જ્ઞાન કામ ન આવે. જેમ સમુદ્રમાંથી રત્ન મેળવવા માટે સમુદ્રના ઊંડા જળમાં ઉતરવું પડે છે. મરજીવા બનીને ડૂબકી મારે તે જ મોતી મેળવી શકે. શંખલા, છીપલા તો ઉપરથી મળી રહે છે. તે માટે ઊંડા જળમાં ઉતરવું પડતું નથી, તેમ આત્માને વિષય ખૂબ ગહન અને કઠિન છે. એના ઊંડાણમાં ઉતરશું તે વાસ્તવિક તત્ત્વનું જ્ઞાન થશે. કર્મ એ આપણા કટ્ટર શત્રુઓ છે. અનાદિકાળથી આપણું ઘરમાં અડ્ડો જમાવીને બેઠા છે. ભાડૂત પાસેથી મકાનને કબજો મેળવવો હોય તો કેટલી મુશ્કેલી પડે છે. એની પાસે ખાલી કરાવતાં નાકે દમ આવી જાય છે. આ બધા ભાત બે વર્ષ, પાંચ વર્ષ કે પચીસ વર્ષના હશે છતાં ખાલી કરાવતા મુશ્કેલી પડે છે, પણ આ કર્મો તે અનંતકાળથી ઘર કરીને બેસી ગયા છે. એ સહેલાઈથી નીકળે તેવા નથી. જે આત્મામાં ધર્મ વચ્ચે, ધર્મના સ્વરૂપને પાયે તે પછી એ કર્મો રૂપી ભાડૂતને ભાગ્યા વગર છૂટકો નહીં થાય. આત્મામાં ધર્મ વસે એટલે એના કર્મો બસે ખસે ને ખસે. કર્મ ખસે એટલે આત્મા શુદ્ધ