________________
શારદા શિરોમણિ ]
કર્મની બેડીઓને તેડવાના મંગલ દિવસે આવી રહ્યા છે. ચાતુર્માસ ક૫માં સાધુસાધ્વી એક સ્થાને રહે છે. બાકી આઠ મહિના વિહાર કરે છે. એક સ્થાને રહેવાથી ગૃહને રાગ થાય તેથી કર્મબંધન થાય, માટે સાધુ વિચરતા ભલા. આ દિવસોમાં સંત તમને બેડીઓમાંથી મુક્ત થવાની સુંદર કળા શીખવાડે છે. જે મુક્ત થવાની લગની લાગી હશે તો જીવનમાં એ કળા મેળવી લેશે. જીવનમાં જેણે એ કળા મેળવી છે તેવા આનંદ શ્રાવકને અધિકાર આપણે શરૂ કર્યો છે. વાણિજ્ય ગામમાં જિતશત્રુ નામે રાજા હતા. તે ખૂબ પ્રમાણિક ને પ્રજાવત્સલ હતા. તેમના રાજ્યમાં કેઈ દુઃખી હોય તેની સંભાળ લેવા પોતે જાય. તેમના રાજ્યમાં રાત્રે બધા બારણા ખુલ્લા મૂકીને સૂઈ જાય છતાં કઈ જાતનો ભય ન હતો. ચેરીની બીક નહોતી. લૂંટફાટને ભય નહોતે. રાજ્યના દરેક માણસ પિતાનું જીવન આનંદથી નભાવી શકે. કેઈ દુઃખી ન હતું. રાજાએ પ્રજાની આબાદી માટે તે નગરમાં અનેક રીતે જાતજાતના ઉદ્યોગ ખોલ્યા છે. જેથી વિધવા બને, એવા અનેક છે પગભર ઊભા રહી શકે. પ્રજા પર કઈ જાતના કરવેરા કે ટેકસવેરા નથી. પ્રજાને પિતાના પુત્ર સમાન ગણીને પાળે છે. એટલા પ્રજાના દિલમાં રાજા વસી ગયા છે. આ રીતે ન્યાયી, પ્રમાણિક રાજ્યથી રાજાની કીર્તિ દેશપરદેશમાં ફેલાઈ છે. ઠેર ઠેર તેમના ગુણ ગવાય છે. આવા જિતશત્રુ રાજા વાણિજ્ય ગામમાં વસે છે. તે ગામમાં આનંદ નામે ગાથાપતિ રહેતા હતા તે આનંદ કેવા હતા તેના ભાવ અવસરે. અષાડ વદ ૬ ને સોમવાર : વ્યાખ્યાન નં. ૭ : તા. ૮-૭-૮૫
અનંત જ્ઞાની તીર્થકર ભગવંતના મુખમાંથી કરેલી વાણી તેનું નામ જિનવાણી. વાણી રે વાણી, વીતરાગ કેરી વાણી, છલ છલ વહેતી જાણે સરવાણું.” આ જિનવાણી ભાવનિદ્રામાં સૂતેલા જીને સાવધાન કરે છે, અને તે મુક્ત થવાનો ઉપાય પણ બતાવે છે. જેવી રીતે કુશલ હોશિયાર વૈદ રંગને ઓળખીને તેનું સ્વરૂપ બતાવે છે, તેનાથી થતાં અનિષ્ટ પરિણામોને બતાવે છે અને સાથે સાથે તે રોગથી મુક્ત થવાને ઉપાય બતાવે છે, અને રગને ઉપદ્રવ ફરીને ન થાય તે માટે પથ્ય પણ બતાવે છે. જે તે વૈદ માત્ર રેગ અને તેના અનિષ્ટ પરિણામોને બતાવે અને તે રેગથી મુક્ત થવાના અને સ્વસ્થ રહેવાના ઉપાય ન બતાવે છે તે વૈદ હિતકારી થઈ શકતો નથી, તેમ જિનેશ્વર ભગવતે જગતના જીવોના પરમ હિતસ્વી છે, તેથી તેમણે ભાવનિદ્રા રૂપી રેગને, તેના અનિષ્ટ પરિણામને બતાવીને આ રોગથી મુક્ત થવાને માટે ત્યાગ માગ રૂપી ઔષધિ બતાવે છે, અને વ્રતનિયમાદિના પાલન રૂપ પથ્ય બતાવ્યું છે. જેથી આમાં લાંબા કાળ સુધી સ્વસ્થ રહી શકે. એવા જિનેશ્વર ભગવંતે આગમમાં ભાવ નિદ્રામાંથી મુક્ત થવાને માટે ધર્મનું સ્વરૂપ સમજાવ્યું છે.
આજે ઘણા માણસો ધર્મકિયા કરે છે. સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, ઉપવાસ,