________________
[ શારદા શિરેમણિ
તારાબહેને માંગેલી દીક્ષાની આજ્ઞા દીકરાઓમાં સુસંસ્કારોનું સિંચન કરતાં સંસારમાં રહીને પિતાની ફરજ અદા કરવા લાગ્યા. સૌથી મોટા પુત્રના લગ્ન કર્યા. પુત્રવધૂના જીવનનું ઘડતર કર્યું, પછી કહ્યું, “મેં મારી ફરજ બરાબર બજાવી છે. હવે આપ આ બધી જવાબદારી સંભાળ અને મને સંયમના માર્ગે જવાની આજ્ઞા આપો.” તારાને દીક્ષાની આજ્ઞા માંગી, ત્યારે દીકરાઓ કહે છે, બા ! તે અમને ભણાવ્યા, ગણાવ્યા, મોટા કર્યા. હવે તારી સેવા કરવાનો સમય આવ્યો ત્યારે તું અમને છોડીને જવાની વાત કરે છે. અમે દીક્ષાની આજ્ઞા નહિ આપીએ.” તારાબેનના મનમાં થયું કે આ દીકરાઓ મને દીક્ષાની આજ્ઞા નહિ આપે, તેથી જેઠ મહિનામાં સખત ગરમીમાં ચૌવિહારા ઉપવાસ પર ઉતર્યા. કેટલે દઢ વૈરાગ્ય ! સંયમની કેવી તીવ્ર તમના ! છેવટે બધાં સગાંસંબંધીઓએ પુત્રોને સમજાવ્યા ને દીક્ષાની આજ્ઞા અપાવી. તેમના મનમાં તો કોઈ અલૌકિક આનંદ થયે, પણ દીકરાઓના દિલમાં ખૂબ આઘાત લાગ્યું. અષાડ સુદ બીજની દીક્ષા નકકી થઈ. તેઓ કહે, “મારે સાદાઈથી દીક્ષા લેવી છે.” દિક્ષા વખતે તેમના બાળકને જે કલ્પાંત કે ભલભલાના હૃદય કંપી જાય. મંડપમાં દીક્ષાની આજ્ઞા આપનાં બે બાળકે બેભાન થઈ ગયા. તે સમયનું દશ્ય તો બધાના હૃદય ધ્રુજાવી દે એવું હતું, છતાં આ દઢ વૈરાગીને મુખ પર અપૂર્વ આનંદ હતે. સંત સતીજીઓ, જનતા બધા બોલી ઉઠવા-ધન્ય છે તારાબેન તમને !
મહાભિનિષ્ક્રમણ બાદ તેમની મંગલ ભાવના : દીક્ષા લીધા પછી તેઓ એક જ વાત કહેતા મહાસતીજી! મારે કઈ વિદ્વાન, પંડિત કે વ્યાખ્યાતા નથી બનવું. મારે તે પંડિત ભરણે મરવું છે ને જલદી ભવને અંત લાવવો છે. દીક્ષા બાદ નવદીક્ષિત નાના મહાસતીજીએને તથા વૈરાગી બેનેને ભણાવવા વગેરે બધી જવાબદારી તેઓ સંભાળતા. દીક્ષામાં આઠમે નંબર આવ્યા પણ ગુણમાં મેટા અને ગંભીર હતા. તેમના ગુણની ગૌરવગાથા ગાઈ શકાય તેમ નથી. દીક્ષા પછી દેશમાં ત્રણ ચાતુર્માસ કરીને મુંબઈ આવવાનું થયું. મુંબઈમાં અનુક્રમે કાંદાવાડી, માટુંગા, દાદર ચાતુર્માસ કરીને સંવત ૨૦૨૧ નું ચાતુર્માસ વિલેપાલ કર્યું. તે ચાતુર્માસમાં તેમને ગર્ભાશયનું કેન્સર થયું.
ભયંકર રોગમાં અપૂર્વ સમાધિ : કેસર નામ પડતાં માણસ ગભરાય પણ તારાબાઈ મહાસતીજીને તો જરા પણ નહોતા ગભરાટ કે નહતો હાયકારે. એ તો સમતાભાવે સહન કરતા. તે કહેતાં મહાસતીજી ! આ દર્દ આવ્યું એમાં આપણે ગભરાવાની શી જરૂર છે ! આ કેન્સર તો કમેને કેન એટલે નાશ કરવા માટે આવ્યું છે. કર્મો ખપાવવાની ઉત્તમ ઘડી આવી છે. એમાં અફસોસ કે દુઃખ શા માટે ? આત્માની કેવી અપૂર્વ જાગૃતિ ! તે શૂરવીર ને ધીર થઈને કર્મો ખપાવતા હતા. ટ્રીટમેન્ટ આપવાથી દર્દ શાંત થયું. સં. ૨૦૨૨ માં ઘાટકોપર ચાતુર્માસ કર્યું. ચાતુર્માસ પૂર્ણ થતાં કારતક