________________
શારદા શિરોમણિ બધા કહે છે કે મહાવિદેહ ક્ષેત્રમાં સદા ચોથે આરે હોય છે, પણ ત્યાં તે એકે કાળ નથી. ઉત્સર્પિણી, નો અવસર્પિણી. છતાં જે બોલીએ છીએ કે ત્યાં સદાય ચોથો આરે છે. તે એ દૃષ્ટિથી કે અડી ચોથા આરામાં તીર્થકરો થાય છે, અને એમનું શાસન પ્રવર્તે છે, તેમ ત્યાં તે સદાય તીર્થકર ભગવાનનો વેગ છે, માટે તેને ચોથા આરાની ઉપમા અપાય છે. બાકી તે ક્ષેત્રમાંથી પણ જે નરક તિર્યંચમાં જનારા હોય છે. ભરત-ઈવિત ક્ષેત્રના ચોથા આરામાં જન્મેલા પાંચમાં આરામાં મોક્ષે જાય, પણ પાંચમા આરાના જન્મેલા પાંચમા આરામાં મેક્ષ જાય નહિ, પણ કડવી લીબડીમાં મીઠી એક ડાળ છે. જૈનશાસન અને જૈન ધર્મ મળે છે. અહીં સાધના કરીએ તો એકાવતારી થવાની બારી ખુલ્લી છે. હજુ હાથમાં બાજી છે.
તે કાળ અને તે સમયમાં ભગવાન મહાવીર સ્વામી વિચરતા હતા ત્યારે વાણિજ્ય નામનું નગર હતું. તમને કઈ પૂછે ફલાણા મહાસતીજીનું ચાતુર્માસ ક્યાં છે? ત્યાં માત્ર મુંબઈમાં છે એમ કહેવાથી ખબર ન પડે, પણ સાથે કહેવું પડે કે મુંબઈમાં કાંદાવાડી આદિ ક્ષેત્રમાં છે, તેમ આ નગર જંબુદ્વિપના ભરત ક્ષેત્રમાં છે. ભરતક્ષેત્રમાં પણ દક્ષિણ ભરતમાં આવેલું છે, તેને નગર શા માટે કહે છે? જે નગરમાં અઢાર પ્રકારના કર અથવા ટેકસ પ્રજા પાસેથી લેવાતા ન હોય તેને નગર કહેવાય છે. જે નગરમાં ચોર-ડાકુને ભય ન હય, ચોર કે ડાકુ હોય છતાં પ્રમાણિક હેય. વાણિજ્ય નગરને અર્થ એ છે કે જેમાં વેપારીઓને સમૂહ રહે તેને વાણિજ્ય કહે છે. તે નગર કેવું હતું? ધન-ધાન્ય, ઋદ્ધિ-સમૃદ્ધિથી ભરપૂર હતું. તે દેવલેક જેવું શભાયમાન હતું. ત્યાંના શ્રાવકે જીવ, અજીવ આદિ નવ તત્ત્વના જ્ઞાતા હતા. દાન દેવાને માટે સદા પિતાના બારણાં ખુલા રાખતા હતા. ચેરી, લંપટતા, ચાડીયાપણું આદિ દુર્ગુણેને તેમનામાં અભાવ હા. શૂરવીરતા, ઉદારતા, સહિષ્ણુતા આદિ ગુણોથી યુક્ત હતા. નિગ્રંથ પ્રવચનમાં શંકા, કાંક્ષા રહિત હતા. દેવે તેમને ડગાવવા આવે તો પણ નિર્ગથે પ્રવચનથી ચલાયમાન થાય તેવા ન હતા. એમની હાડહાડની મિજજામાં જિનેશ્વર ભગવાન પ્રત્યે અને ધર્મ પ્રત્યે પ્રેમ હતો. પિતાના પુત્ર પરિવારને પણ ધર્મનું સિંચન કરતા હતા. તેમને કહેતા હતા કે દેવાનુપ્રિયો ! એ નિગ્રંથ પ્રવચન જ પરમાર્થ છે. બાકી બધા અનર્થ છે. ધન-માલમિત આદિ બધું ક્ષણભંગુર છે. એ શ્રાવકે અભયદાન, સુપાત્રદાનમાં ખૂબ તતપર રહેતા હતા. શીલવત, ગુણવ્રત અને શિક્ષાવ્રતથી યુક્ત હતા. આઠમ, ચૌદસ. પાણીના પૌષધ કરતા હતા. એવું એ વાણિજ્યનગર બધી રીતે ખૂબ સુશોભિત હતું. તે નગર ખૂબ ભાગ્યવાન અને પુણ્યવાન હતું, કારણ કે જ્યાં ભગવાન મહાવીર સ્વામીનું આગમન થતું હતું. એમની ચરણરજથી એ નગર ધન્ય બન્યું હતું. ભગવાન મહાવીર સ્વામી આ પૃથ્વી પટ પર વિચરતા હતા ત્યારે વાણિજ્યનગર ધનધાન્યથી, ધર્મથી શેભી રહ્યું હતું. એ નગરની બહાર ઉત્તર-પૂર્વ દિશાના ભાગમાં ઇશાન ખૂણામાં ઘુતિ પલાશક નામનું ઉદ્યાન હતું. તે નગરમાં કૈણ રાજા રાજ્ય કરે છે તે વાત અવસરે.