________________
શારદા શિરેમણિ]
[ ૪૭ છતાં સામે મેક્ષનું લક્ષ હતું. તે કેવળજ્ઞાન પામી ગયા. તે રીતે ગુણસાગર રાજગાદીએ કેવળજ્ઞાન પામ્યા. અરીસાભુવન એ આશ્રવનું સ્થાન છે, છતાં ત્યાં ભરત ચક્રવર્તી કેવલ્ય લક્ષ્મીને પામ્યા. ટૂંકમાં મોહને આધીન બનેલી બુદ્ધિ જે કંઈ કરાવે એ પ્રમાદ અને માણાધીન બુદ્ધિથી જે કાંઈ થાય એ અપ્રમાદ, મોક્ષને માર્ગ આપણે જાણીએ છીએ. એની વિગતવાર માહિતી આપણુ પાસે છે છતાં એ માર્ગ દ્વારા મોક્ષને પામી શક્તા નથી. સંસાર દૂર થતો નથી. અને મોક્ષ નજીક આવતો નથી. એનું મૂળ કારણ આપણે પ્રમાદ છે, માટે શાસ્ત્રકાર પ્રમાદને મૃત્યુ સાથે સરખાવે છે. ખરેખર મૃત્યુ કેઈ હોય તે એ પ્રમાદ છે. પ્રમાદ ઝેર છે અને અપ્રમાદ અમૃત છે.
આપણું જૈન શાસનમાં અપ્રમાદનું ઘણું મૂલ્ય અંકાયું છે. આપણું ટન બંધ વિચારેને કશું જેટલા પણ આચારમાં આવતા રોકનારી કઈ તોતીંગ દીવાલ હોય તો એ પ્રમાદની છે. એક બાજુ સંસારને સંગ્રામ છે. બીજી બાજુ સાધનાને સંગ્રામ છે આ બે સંગ્રામમાં સાધનાને સંગ્રામ ખૂબ કઠિન છે, મુશ્કેલ છે, કારણ કે પળે પળે પુરૂષાથી બનનાર અહીં વિજય પ્રાપ્ત કરી શકે છે. સાધકને સંગ્રામ પર૫ વર્ષને નથી પણ જીવનભરનો છે. કર્મની સામે સતત યુદ્ધ ખેલતા રહે અને ધર્મ કરતો રહે તો વિજય પ્રાપ્ત કરી શકે છે. આ સંગ્રામની સામે સંસારને સંગ્રામ તે કઈ હિસાબમાં નથી, કારણ કે એ સંગ્રામ તો થેડા પુરૂષાર્થમાં, થોડી જાગૃતિમાં અને થોડા સમયમાં જીતી શકાય છે.
સૂર સંગ્રામ હૈ પલક દે ચાર કા, હેત ઘમસાણ પણ એક લાગે, સાધ સંગ્રામ હૈ હૈની દિન સુઝના, દેહ પર્જનના ખેલ ભાઈ !
જૈન એટલે રાગદ્વેષને જીતવા નીકળેલા શૂરવીર, રાગદ્વેષને જીતવા જતાં વચ્ચે ક્રોધ, માન, માયા, લેભ, શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ આદિ અનેક શત્રુઓ એને પકડવા માટે તાકીને બેઠા છે. જે શત્રઓને જીતીને મુક્તિ મંઝીલ પ્રાપ્ત કરવી છે તે એ માર્ગે સતત સાવધાનીથી આગળ વધતા રહેવું જોઈએ. તે સમયે જે આંખમાં જરાક ઝેકું આવ્યું એટલે પ્રમાદ આવે તો એ વિજયયાત્રા પરાજ્યમાં ફેરવાઈ જશે તે સમયે આત્માની જરાસી અસાવધાની થેડે પ્રમાદ સારા કાર્યો પર પાણી ફેરવી દે છે, માટે હે સાધક ! તું જાગતે રહેજે. જે સદા જાગૃત છે તેને કેઈના તરફથી ભય નથી. પ્રમાદી દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કર્મોને એકત્રિત કરે છે. દ્રવ્યથી તે બધા આત્મપ્રદેશથી કર્મોના પુદ્ગલનું ગ્રહણ કરે છે. ક્ષેત્રથી પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઊંચી અને નીચી દિશામાં રહેલા કર્મ પુદ્ગલેને ગ્રહણ કરે છે. કાળથી પ્રતિસમય તે કર્મના પુદ્ગલેને ગ્રહણ કરે છે અને ભાવથી હિંસાદિ દ્વારા કમેને એકત્રિત કરે છે. પ્રમાદીને આ લોક અને પરલોક બંનેમાં ભય છે. એનાથી વિપરીત અપ્રમાદીને કોઈ પ્રકારના કર્મોને ભય નથી. તે અલેક અને પરલોક બંનેમાં ભયથી મુક્ત હોય છે. જ્યારે અંતરની આંખ ખુલ્લી રાખવાની કળા આવડશે ત્યારે આત્મા “બરો મā'' જેને ક્યાંયથી ભય ન હોય એવું બની શકશે.