________________
૪૮]
[ શારદા શિરોમણિ અંતરની આંખ ખુલ્લી રાખવાની કળા જેને આવડી એમના નામ સિદ્ધાંતના પાને અંક્તિ થયા. આપણે ઉપાસકદશાંગ સૂત્રને અધિકાર લીધે છે. ઉપાસકદશાંગ એટલે અણુવ્રત આદિ પ્રતિપાદન કરવાને માટે રચેલા શાસ્ત્રને ઉપાસકદશાંગ કહે છે, અને જે વિનય આદિના કમથી ભણાય છે અથવા જેનાથી જીવાદિ પદાર્થોનું જ્ઞાન થાય છે અથવા તીર્થકર ગણધર મહારાજ આદિ દ્વારા પ્રરૂપિત અર્થની જેનાથી પ્રાપ્તિ થાય છે અથવા જે ભવ્ય જીવે મુક્તિની કામનાથી ભણે છે તેને અધ્યયન કહેવાય છે. ઉપાસક દશાંગના ૧૦ અધ્યયનમાં પુણ્યાત્માઓનું ભગવાને વર્ણન કર્યું છે. ભગવાને બે પ્રકારનો ધર્મ બતાત્રે આગાર ધર્મ અને અણગાર ધર્મ. અણગાર કોને કહેવાય ? સંકોવિM મુલાસ, અનારસ મિસ્કુળા જે આત્માઓ સંયેગથી વિશેષ પ્રકારે મુકાયા છે તેને અણગાર કહેવાય છે. મૂકવા મૂકવામાં ફેર છે. કંઈક છે એવા છે કે સ્વેચ્છાએ મૂકે છે, ત્યાગે છે. જ્યારે કંઈક ને મૂકવું પડે માટે મૂકે છે એવા છે પણ છે. વેચ્છાએ વિગય ત્યાગ કરી આયંબીલ કરે તે ઘણો લાભ જ્યારે કંઈક છે રોગના કારણે એને ત્યાગ કરે. એ ત્યાગમાં આત્માને લાભ ન થાય. ભગવાન કહે છે સાચો ત્યાગી કેણ છે?
जे य कंते पिए भोए लध्धे विपिदि कुव्वई । સાથે વચ મોણ છે દુ વારૂત્તિ ગુરૂ | દશ. અ. ૨ ગા. ૩
જેને ઇષ્ટ પ્રિય કામભોગો હજુરાહજુર છે. મંગાવા નથી પડતા પાણુ બધું તેની પાસે છે છતાં જે તેને છોડી દે તે સાચો ત્યાગી છે. એવા મુનિએ બાહ્ય અને આત્યંતર પરિગ્રહનો ત્યાગ કરે છે. ખેતર, વાડી, બંગલા, ધન, ધાન્ય, દાસદાસી નોકરચાકર પુત્રપત્ની આદિ સચેત અને અચેત બાહ્ય પરિગ્રહ છે. ક્રોધ, માન, માયા, લેભ, મિથ્યાત્વ, નવ નેકષાય આદિ ૧૪ પ્રકારને આત્યંતર પરિગ્રહ છે. એને છાએ ત્યાગ કરે તે અણગાર અને જે વેચ્છાએ સંપૂર્ણ છેડવા સમર્થ નથી છેડે આગાર-છૂટ રાખે છે તેને આગાર કહેવાય છે. આગાર ધર્મ પાળનારા શ્રમણોપાસક કહેવાય છે.
ધાથા આરોમાં આનંદ શ્રાવક વાણિજ્ય નગરીમાં થયા તે નગરી એવી પુણ્યવંતી હતી કે તે નગરીના માણસે નીતિવાન, પ્રમાણિક, સત્યવાદી અને નિર્લોભી હતા. લાલચુ ન હતા. કુર સ્વભાવના કે ઝઘડાખોર ન હતા. એ વાણિજ્ય નગરમાં જિતશત્ર નામે રાજા રાજ્ય કરતા હતા. એ રાજાના નામ એવા ગુણ હતા. જેણે પિતાના પરાક્રમથી શત્રુઓને જીત્યા છે. ભગવાન બોલ્યા છે કે : ___जो सहस्सं सहस्साणं संगामे दुज्जए जिए ।
gi વિશેષજ્ઞ મgs, પણ રે પામો શો | ઉત્ત. અ. ૮ ગાથા ૩૪ જે પુરૂષ દુર્જય એવા સંગ્રામમાં પિતાની એક ભૂજાબળથી દશ લાખ સુભટોને જીતતો હોય પણ પાંચ ઈન્દ્રિય અને મનને જીત નથી અને એક મહાત્મા પિતાના આત્માને અને મનને જીતે છે. આ બંનેમાં તે મહાત્માનો વિજય શ્રેષ્ઠ છે, પણ રાજાનો