________________
૫૦ ]
[ શારદા શિરમણિ મનુષ્ય ભવ અને આર્યદેશમાં જન્મ થવા છતાં પણ પાંચ ઈન્દ્રિયો પરિપૂર્ણ મળવી તે નિશ્ચયથી દુર્લભ છે કારણ કે મનુષ્યમાં પણ ઘણુંને ઇન્દ્રિયની વિકલતા જેવામાં આવે છે, માટે હે ગૌતમ ! સમય માત્રને પ્રમાદ ન કર. પ્રમાદથી જીવને કેટલું નુકસાન થાય છે અને અપ્રમાદથી જીવને કેટલે લાભ થાય છે. તે વિષય પર એક દષ્ટાંત યાદ આવે છે.
એથેન્સ નામના દેશમાં ૧૦૦ માણસેએ સરકારના કાયદા વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરી તેથી તેમને ગુનેગાર ગણીને પકડી લીધા. બધાના હાથપગમાં લેખંડની બેડીઓ નાંખી દીધી, પછી તેમના માણસને બોલાવીને કહે છે. આ ૧૦૦ માણસને દૂર ગાઢ જંગલમાં મૂકી આવે. જંગલનાં વાઘ, સિંહ તેમને ફાડી ખાશે. રાજાના માણસો ૧૦૦ માણસને લઈને જાય છે. જ્યાં ગાઢ જંગલ હતું, હિંસક પશુઓ હતા ત્યાં મૂકી આવ્યા. જંગલ ખૂબ ભયંકર હતું. અંધારી ઘમઘોર રાત હતી. હૃદયને ધ્રુજાવી દે તેવી વાઘ, સિંહની ગર્જનાઓ થતી હતી. આકાશમાં વિજળીના ઝબકારા થતા હતા. મેધ ગર્જના સાથે મૂશળધાર વરસાદ વરસી રહ્યો હતો. આવી સ્થિતિમાં આ માણસને ત્યાં મૂકી દીધા અને તેઓ ચાલ્યા ગયા. તેમના દિલ કેટલા નિર્દય બની ગયા હશે કે આ સ્થિતિમાં મૂકીને જતાં જરા પણ દયા ન આવી! આવી ભયંકર સ્થિતિમાં પણ આ ૧૦૦ આત્માઓમાંથી કેટલાક તો ખૂબ મસ્ત હતાં.
દુઃખમાં મસ્તી : આ સમયે એક માણસ ત્યાંથી નીકળે. પાછલી રાત્રે ચંદ્રના આછા પ્રકાશમાં આ ૧૦૦ માણસોને હસતા વાત કરતાં જોયા. તેમના હાથપગમાં બેડીઓ હતી. ત્યાંથી ખસી શકે એવી સ્થિતિ ન હતી. છતાં આ સ્થિતિમાં હસતા જોઈને તે માણસને ખૂબ આશ્ચર્ય થયું ! આ સ્થિતિમાં દુઃખ થવાને બદલે આ બધા આટલી બધી મસ્તીમાં કેમ હશે ! તેમને પૂછે છે ભાઈઓ ! બધાના હાથપગમાં બેડીઓ છે છતાં તમને કાંઈ દુઃખ નથી થતું? વાઘ–વરૂની ચિચિયારીઓ સંભળાય છે છતાં આપ બધા આનંદથી બેઠા છે. સુખી હોય એવા દેખાવ છો તે આ શું ! ભાઈ ! અમને જરાય દુઃખ નથી. અમે બધા સ્વસ્થ છીએ અમને બધાને આનંદ છે, તેથી તો મસ્તી અનુભવી રહ્યા છીએ. ભાઈએ ! કેવી રીતે ? સાંભળ અમારી મસ્તીનું, આનંદનું કારણ દિવસ ઉગશે એટલે આપને પ્રત્યક્ષ બતાવી દઈશ.
બંધન તેડવાની કળા : અમે બધા નજીક ગામના પ્રતિષ્ઠિત લુહાર છીએ. અમારી બનાવેલી એકેક ચીજ ખૂબ પ્રશંસનીય છે. દેશપરદેશમાં અમારા નામ ગવાય છે. અમે બેડીઓ બનાવીએ છીએ. આ ગામમાં જેટલી બેડીઓ છે તે બધી અમારી બનાવેલી છે. સૌથી આનંદની વાત તે એ છે કે અમને ગુનેગાર ગણીને હાથપગમાં જે બેડીઓ નાંખી છે તે અમારી પિતાની બનાવેલી છે. અમે જે બેડીઓ બનાવી છે તે જ અમને પહેરાવી છે. બસ, આ જ અમારી મસ્તીનું કારણ છે. પેલે ભાઈ કહે! ભલે