________________
શારદા શિરમણિ ] નહિ. રસ્તામાંથી જતા હે, વચ્ચે કંઈની દુકાને આવી. મનભાવતી મીઠાઈ એ જોઈને જે જીભ લબકારા મારે તે સમજવું કે રસેન્દ્રિય જીતી નથી. કાન રેડિયાના સૂર સાંભળવામાં મસ્ત બનતા હોય, તેમજ નિંદા, વિકથા સાંભળવામાં આનંદ આવતો હોય તે શ્રોતેન્દ્રિય જીતી નથી. આ રીતે પુણ્યદયે મળેલી પાંચ ઇન્દ્રિયોના વિષયમાં જે જીવ આસક્ત બને તે તેના આત્માનું અધઃપતન થાય છે. આ જગતમાં કંઈક જ એવા છે કે મનુષ્ય તરીકે જન્મયા હોવા છતાં પાંચ ઈન્દ્રિયોની પૂર્ણતા પામી શકતા નથી. તમને ક્યારે એ પ્રશ્ન થયો છે કે જેને ઇન્દ્રિયેની અપૂર્ણતા અને ઇન્દ્રિયામાં ખામી કેમ? જેમ કે બહેરા, આંધળા, મૂગા, લૂલા, લંગડા કયા કર્મના ઉદયથી થતા હશે? પન્નવણા સૂત્રમાં જ્ઞાનીએ કહ્યું છે કે જ્ઞાનાવરણીય કર્મ છ પ્રકારે બાંધે છે: (૧) નાણ પડિણીયા-જ્ઞાનીનું ખરાબ બેલે. (૨) નાણુ નિન્જવણયાએ-જ્ઞાનીના ઉપકાર એળવે. (૩) નાણુ આસાયણુએ-જ્ઞાનીની અશાતના કરે. (૪) નાણુ અંતરાણું-જ્ઞાનમાં અંતરાય પાડે. (૫) નાગ પઉસેણું-જ્ઞાન અને જ્ઞાની ઉપર દ્વેષ કરે. (૬) નાણ વિસંવાયણ ગણું--જ્ઞાની સાથે બેટા તર્કવિતર્ક કરી ઝઘડા ઊભા કરે. અજ્ઞાન દશામાં બાંધેલા જ્ઞાનાવરણીય કર્મો જીવ ૧૦ પ્રકારે ભેગવે છે. (૧) સયાવરણ-કાનમાં બહેરાશ હોય અગર કાન ન હોય. (૨) સેય વિનાણાવરણે–સાંભળવા છતાં સમજવાની શક્તિ ન હોય (૩) નેત્તાવરણે આંખ ન હોય અથવા આંખની તકલીફ હોય. (૪) નેત્તવિનાનું વરણે–આંખથી જોઈ શકે પણ પદાર્થને નિર્ણય કરી શકે નહિ. (૫) ઘાણાવરણે-નાક ન હોય. અથવા સુંઘવાની શક્તિમાં ખામી હોય. (૬) ઘાણ વિનાણાવરણે–સૂંઘવાની શક્તિ હોય છતાં પદાર્થની જાણકારી ન થઈ શકે. (૭) રસાવરણે-જીભ ન હોય અથવા જીભમાં ખામી હોય. સરખું બેલી ન શકે અથવા સ્વાદ માણું ન શકે. (૮) રવિનાણુવરણે-રસ કે છે તે બરાબર સમજી શકે નહિ. (૯) ફાસાવરણે-પર્શેન્દ્રિય એટલે ચામડી વગેરેમાં ખામી. (૧૦) ફાસવિન્નાણાવરણે સ્પર્શ કેવો છે તે નિર્ણય થઈ શકે નહિ. ભણેલું યાદ ન રહે અથવા તે જ્ઞાન ચઢે નહિ. સારી વાતો ગમે તેટલી વાર સાંભળે છતાં ભૂલી જવાય. એ જ્ઞાનાવરણીય.-કર્મના ઉદયે. દર્શનાવરણીય કર્મ નવ પ્રકારે ભેળવે તેમાં ચક્ષુદર્શનાવરણય તે ચક્ષુ હોય અથવા આંખમાં ખામી હોય, અને અચક્ષુદર્શનાવરણીય તે આંખ સિવાયની ચાર ઈન્દ્રિય અને મનની શક્તિની ખામી હોય. આ રીતે ઈન્દ્રિય મળવી અને મળે તેમાં પણ તે અપૂર્ણ હોય અથવા મળે નહિ તે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ઉદયથી..
મહાન પુણ્યોદયે મનુષ્યભવ મળવા છતાં આ પાંચ ઇન્દ્રિયની પૂર્ણતા મળવી બહુ દુર્લભ છે. ભગવાન ઉત્ત. સૂત્રમાં બોલ્યા છે.
लध्धुणऽवि आरियत्तणं, अहीण पंचेन्दियया हु दुल्लहा । વિઢિરિયા ટુ હીણ, સમર્થ નો મ મ માર | અ. ૧૦. ગા. ૧૭