________________
૪૪]
[ શારદા શિરમણિ પાળ્યું પણ રસનાની તીવ્ર આસક્તિના કારણે સાધુપણું છોડયું અને મરીને નરકમાં ચાલ્યા ગયા. ત્યાંના દુઃખો કેવી રીતે સહન થશે! સંયમી જીવન લીધા પછી જવાબદારી વધે છે. નાને બાબો પહેલા બીજા ધોરણમાં હોય ત્યારે ભણે ન ભણે તે નભી શકે. અત્યારે તેની જવાબદારી ઓછી છે, પણ એ બાળક આઠમા, નવમા ધેરણમાં જાય પછી તેની જવાબદારી વધે છે, તેમ તમારા કરતાં દીક્ષા લીધા પછી જવાબદારી વધે છે. આ સ્થાને આવીને બેસી રહેવાનું નથી, પણ આગળ વધવાનું છે. અમારું લક્ષ તેરમાં ગુણસ્થાને પહોંચવાનું છે. તે સાધક બેસી રહે ખરો? ના તે સતત સાવધાન રહે.
હવે આપણી મૂળ વાત કરીએ. શ્રમણ ભગવાન મહાવીરે સાતમા અંગમાં ૧૦ અધ્યયને કહ્યા છે તે તેમના પ્રથમ અધ્યયનને કેવો અર્થ પ્રરૂખે છે? સુધર્મારવામી તેનો ઉત્તર આપતાં કહે છે, તેમાં જીરુંનું તેvi સમgi aiળયાને નામે નયેરે હોથા | તે કાળ અને તે સમયે વાણિજ્ય ગ્રામ નામે નગર હતું. તે કાળ અને તે સમયે એ શબ્દ અહીં કેમ વાપર્યો છે ! આનંદશ્રાવક ભગવાન મહાવીરની હયાતીમાં થયા છે. જંબુસ્વામી જ્યારે આ વાત પૂછે છે ત્યારે ભગવાન મહાવીર સ્વામી મેક્ષે ગયા હતા. તેમની પાટાનુપાત્રે સુધર્માસ્વામી આવ્યા છે, તેથી સુધર્માસ્વામીએ કહ્યું તે કાળ અને તે સમયે એટલે ભગવાન મહાવીર સ્વામી વિચરતા હતા તે સમયની વાત છે. તમને કહીએ કે રાજગૃહી નગરી આવી હતી કે જેમાં ભગવાનના ૧૪-૧૪ ચાતુર્માસ થયા છે. અત્યારે તમે કહેશે કે રાજગૃહીમાં કાંકરા ઊડે છે. ભલે, અત્યારે આવી છે પણ ભગવાન વિચરતા હતા તે સમયે આવી હતી એમ કહેવાય ને! માટે ભૂતકાળ વાપર્યો છે આ નગરી હતી.
કાળ બે પ્રકારના ઉત્સર્પિણકાળ અને અવસર્પિણીકાળ. અત્યારે અવસર્પિણી કાળ ચાલે છે એટલે ઉતરતો કાળ. આ કાળમાં પહેલા આરા કરતાં બીજા આરામાં, બીજા કરતા ત્રીજા આરામાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અવગાહન, આયુષ્ય બધું ઓછું થતું જાય. પહેલે આર ૪ કોડાકોડી સાગરોપમન, બીજે આરે ૩ ક્રોડાકોડી સાગરોપમને, ત્રીજો આરે ૨ ક્રોડાકોડી સાગરોપમન. આ ત્રણ આરામાં તીર્થકર નથી. બધા જુગલીયા હોય છે. એ જુગલીયા મરીને દેવગતિમાં જાય, કારણ કે તેઓ ખૂબ સરળ અને ભદ્રિક હોય છે. તિર્યંચ જુગલીયા પણ મરીને દેવ થાય. તે નરક તિર્યંચમા જાય નહિ. તેમની ગતિ માત્ર દેવની છે. ત્રીજો આરે ઉતરતાં ભગવાન ઋષભદેવ થયા. ઋષભદેવથી ધર્મની શરૂઆત થઈ. ચોથા આરામાં ૨૩ તીર્થકર થયા. બીજા અજીતનાથ ભગવાન તીર્થકર થયા. ત્યારે જગતમાં પુણ્યનો સિતાર એટલે બધે ચમકતા હતા કે તે સમયે પાંચ મહાવિદેહ ક્ષેત્રની ૩૨-૩ર વિજયમાં તીર્થકર દેવ બિરાજમાન હતા એટલે ૩૨ ૪૫ = ૧૬૦ તીર્થકર મહાવિદેહ ક્ષેત્રમાં થયા. પ ભરત, અને ઈવત ક્ષેત્રમાં, ૧૦ કુલ ઉત્કૃષ્ટ ૧૭૦ તીર્થકર અજીતનાથના વારામાં હતા. તે વખતે નવ કોડ કેવળી ભગવાન અને નવ હજાર કોડ સાધુ-સાધ્વી બિરાજમાન હતા. એ કાળ બધી રીતે ઉત્કૃષ્ટ હતો. ચોથા આરામાં બીજાથી લઈને ચોવીસમાં કુલ ૨૩ તીર્થકરો થયા. તમે