________________
શારદા શિરમણિ
[૪૩ તે પક્ષીઓ દોડાદોડીને ત્યાં આવે છે તેવી રીતે કામવાસનાઓ દિપ્ત મનુષ્યોની તરફ દોડી જાય છે.
આ મુનિ સારા સારા આહારપાણી વાપરવા લાગ્યા. શરીરમાં ગયેલા આધાકમી ને ખૂબ જ રસવાળા આહારે સંયમી જીવનને દોષિત બનાવ્યું. ક્રિયાઓમાં હવે શિથિલતા આવી ગઈ વિચારમાં પરિવર્તન આવ્યું. પ્રમાદ વળે. સ્વાધ્યાય ધ્યાન ચૂકવા લાગ્યા. સ્વાધ્યાયને બદલે વિકથા અને નિંદા કરવા લાગ્યા. પરિષહ આવે એવા નિમિત્તો દૂર કર્યા. સાધુ આહાર કરે તે જીભના સ્વાદ માટે નહિ પણ જે છ કારણો બતાવ્યા છે.
वेयण वेयावच्चे इरियट्टाए य संजामद्वाए !।
ત૨ વારાણ, ૪૬ પુળ ધપતા / ઉ. અ. ર૬ ગા. ૩૩ સુધા વેદનીય શમાવવાને માટે, સેવા કરવાને માટે, ઈસમિતિના પાલન માટે, સંયમ પાળવાને માટે, જીવનનિર્વાહ માટે, ધર્મ જાઝિકા કરવાને માટે આ છે કારણે સાધુ આહાર કરે. આ મુનિ આજ્ઞા ભૂલી ગયા. હવે જાણે ખાવા માટે જ જિંદગી ન હેય એવી રીતે ખાવાનું ચાલું રાખ્યું. અષ્ટ પ્રવચન માતા અને પાંચ મહાવ્રતનું પાલન ચૂક્યા અને પ્રમાદમાં આગળ વધ્યા. પહેલા જિનાજ્ઞા એ જ મારું સર્વસ્વ માનતા હતા. તેના બદલે જિનાજ્ઞાને નેવે મૂકી દીધી અને સ્વછંદ રીતે વર્તવા લાગ્યા. એક ભૂલે અનેક ભૂલેને આમંત્રણ આપ્યું. સારું સારું સ્વાદિષ્ટ ખાવાની વૃત્તિએ સંયમી જીવનને તે મલિન કર્યું. છેવટે પરિણામ એ આવ્યું કે અનંતાનુબંધી કષાય આવી. માન કષાય તો એવી આવી કે હું જે કરું તે જ સત્ય છે, તે જ સાચું છે. આ કષાયમાં સમક્તિ ગયું ને મિથ્યાત્વ આવ્યું. કેટલું બધું ગુમાવ્યું. વેશ સંયમી હોવા છતાં ભેગી બનાવી દીધા. સંયમી જીવનથી ભ્રષ્ટ કર્યા. ત્યાગ, વૈરાગ્યની સ્વાધ્યાયની, જીવદયાની આચાર પાલનની વાતો કરનાર મુનિને તે દુશમનની દષ્ટિથી જોવા લાગ્યા.
नत्थि चरित्त सम्मनविहुणं, दसणे उ भइयव्वं ।।
સત્તતારૂં, ગુવં પુષ્ય ર સમજે છે. ઉત્ત. અ. ૨૮. ગા. ૨૯ સમ્યકત્વ વિના ચારિત્ર હેતું નથી. એટલે ચારિત્ર હોય ત્યાં સમક્તિ અવશ્ય હાય. પણ સમ્યકત્વ હોય ત્યાં ચારિત્રની ભજના. સમ્યકત્વ ચારિત્ર સાથે પણ હેઈ શકે છે. અથવા પહેલાં સમ્યકત્વ હેય અને પછી ચારિત્ર હોય છે. સમક્તિ હોય ત્યાં ચારિત્રની ભજના એટલે હેય પણ ખરું અને ન પણ હોય. બધા સમકતી જીવ દીક્ષા લે એવું હોતું નથી. એટલે સમકિત હૈય ત્યાં ચારિત્રની ભજના પણ જ્યાં સમ્યારિત્ર હોય ત્યાં સમ્યકત્વ તે હેય. સમક્તિ ગયું તેના મહાવ્રત ગયા. મહાવ્રત લે એટલે સાધુ છે, સાતમે ગુણસ્થાને હોય અને મિથ્યાત્વી તે પહેલા ગુણસ્થાને છે એટલે બધું ય ગયું. આ મુનિ રસના, કીતિના, કામના કીડા બન્યા તે મરીને તિર્યંચ ગતિમાં ગયા. તમે ભૂંડણ માટે જે પ્રશ્ન કરે છે તે ભૂંડણીનો જીવ આ સાધુ હતા. તે સાધુ મરીને અત્યારે ભૂંડણીના ખોળિયામાં આવ્યા છે. જેમ કુંડરિક મુનિએ કેટલા બધા વર્ષો સુધી ચારિત્ર