________________
શારદ શિરોમણિ ]
(૪૧ પગલે પગલે વિજ્ઞાન દેખાય. આ તત્વચિંતક માણસ રસ્તામાં ચાલ્યા જાય છે. રસ્તામાં તેણે એક ભૂંડણ જોઈ છે. સાત બચ્ચા તેને ઘેરી વળ્યા હતા. આ તત્ત્વચિંતક વિચાર કરે છે. આ ભૂંડણીએ એવું શું કર્મ કર્યું હશે કે તેનો અહીં જન્મ થયો ! આ તત્વચિંતક એટલેથી અટકી ન ગયે. એ એની જીવનચર્યા જેવા ઊભો રહ્યો. આ ભુંડણી વિષ્ટાના ઢગલા પાસે ગઈ. તેમાંથી અસહ્ય દુર્ગધ આવતી હતી. નજરે જેવી પણ ન ગમે એવી વિષ્ટા હતી. એમાં આ ભૂંડણી કૂદી પડી. તેમાં આળોટવા લાગી. તેમાં મશગૂલ બની ગઈ, અને વિષ્ટા આરોગવા લાગી. બચ્ચાઓ પણ વિષ્ટા આરોગવા લાગ્યા. આરોગતા જાય, ચારે બાજુ ઉડાડતા જાય અને પોતાનું શરીર તેનાથી ખરડતા જાય. આ દશ્ય જોઈને તત્વચિંતકના મનમાં ખૂબ દુઃખ થયું. શું આ ભૂંડણીને અવતાર છે ! શું તેની આ દશા ! આપણને જે પદાર્થો સામું જોવું પણ ન ગમે તેવા ગંધાતા પદાર્થોમાં કાદવમાં પડ્યા રહે. તેમાં રચ્યાપચ્યા રહે. તે ગંધાતા પદાર્થો ખાય ને તેમાં આનંદ માને. તત્ત્વચિંતકને ખૂબ કરૂણ આવી. તે ત્યાંથી ચાલ્યો ગયે. ચાલતાં ચાલતાં પણ આ વિચારણા કરે છે.
ચાલતા ચાલતા તે તત્વચિંતક એક ઉદ્યાનમાં પહોંચ્યા. ત્યાં મતિજ્ઞાન, શ્રતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાનના ધારક મહાત્મા બિરાજે છે. નીચે પર્ષદા બેડી છે. મહાત્મા જોરશોરથી આત્માના રણકારથી ઉપદેશ આપી રહ્યા છે. હે દેવાનુપ્રિયે ! હજુ સુધી આત્માએ ચેતન એવા આત્માને ઓળખ્યા નથી. પરવસ્તુની પીછાણમાં પાવર બન્યો છે પણ આત્માની પિછાણ કરી નથી. જ્યાં સુધી આત્માને નહિ પીછાણો, વિષયથી વિરકત નહિ બને, મમતાના બંધનથી મુક્તિ નહિ મળે ત્યાં સુધી આ સંસારના ચકકરમાંથી મુક્ત થઈ શકશે નહિ. તત્ત્વચિંતક આ બધું સાંભળે છે. તેમના મનમાં થયું કે અહીં મારા પ્રશ્નનું સમાધાન થશે. જે વિચારક છે તે સાંભળીને કે જોઈને બેસી ન રહે. તેને સંતોષ ક્યારે થાય ? મનનું સમાધાન થાય ત્યારે. વ્યાખ્યાન પૂરું થયુ. સૌ પિતાપિતાના ઘેર ગયા. તત્ત્વચિંતકને પેલી ભૂંડણીનું દૃશ્ય આંખ સામેથી ખસતું ન હતું, તેથી તે ત્રણ જ્ઞાનના ધારક મહર્ષિને પૂછે છે કે ગુરુદેવ! આપને શાતા હોય . તો મારે એક પ્રશ્ન પૂછે છે. બોલવામાં કેટલે વિનય વિવેક ! બોલ ભાઈ ! તારે શું પૂછવું છે? ગુરૂભગવંત ! અહીં આવતા રસ્તામાં મેં ભૂંડણીને જોઈ. તે ભૂંડણી અને તેને પરિવાર વિષ્ટામાં એ બન્યો હતો કે તે ખાવામાં મશગૂલ હતા. બાતા જાય ને ઉડાડતા જાય.- તે એ જીવીએ એવા શું કર્મો ર્યા હશે કે તેમને આવા અવતારમાં આવવું પડ્યું ?
- અવધિજ્ઞાની ગુરૂ ભગવંત પ્રશ્નનો ઉત્તર આપે છે. શાસ્ત્રની કઈ વાત ગોપવીને કહેવાય નહિ, તેમજ વિપરીત પણ ન કહેવાય. જેમના મતિ–શ્રુતજ્ઞાન ખૂબ નિર્મળ હતા. અવધિજ્ઞાનના ધણી હતા તેવા ગુરૂદેવ બોલ્યા ! દેવાનુપ્રિય! કર્મો કઈને છેડતા નથી. અહીં તમારી પાસે પૈસા હશે તો બધે તમારી શરમ પડશે. પૈસાના બળે વકીલ,