________________
શારદા શિમણિ ! જ પડશે. બેઠા બેઠા નહિ મળે. હવે આવતા ભામાં ગાય, બળદ ડુકકર થઈ કસાઈ વાડે જવું પડે એવા દુઃખ ભોગવવા ન હોય તે જ્ઞાની જે માર્ગ બતાવે છે તે માર્ગે ચાલે.
આ ઉત્તમ માનવજન્મ બહારમાંથી અંદરમાં આવવા માટે છે. આજ દિન સુધી જીવ બાહથ પદાર્થોમાં ગૂંથાયેલે રહ્યો છે, હવે એ છેડીને આત્માની મસ્તીમાં ગૂંથાયેલા રહેવાનું છે. કોઈ કહે છે કે આ બધું અમે જીવનના છેલલા ભાગમાં કરીશું. તે તને ખબર છે કે કાળ આવીને કથારે કોળી કરી જશે? ભવિષ્યના ભરોસે નહિ રહેતા જાગ્યા ત્યારથી આત્માનું કરો. કારણ કે “ઘોગ મુદતા વારી” કાળ ભયંકર છે અને શરીર દુર્બળ છે. ક્યારે રેગ આવે, ક્યારે અકસ્માત થાય, કયારે મૃત્યુ આવે, એ ભરોસો નથી. તેમજ એ આપત્તિમાંથી ક્ષેમકુશળ પાર ઉતારશે એવું નિશ્ચિત નથી. તો પછી શરીરની અંદર રહેનાર આત્માનું હિત સાધવાને વાયદો રખાય ખરો? કાળ એ પહેલાં ઉપાડી લે, અપંગ, અશક્ત, પરાધીન કરી નાંખે તો પછી આ ભવમાં આત્મહિત કરવાનું રહી જાય. જે આ ભવમાં આત્મહિત સાધ્યા વિના અહીંથી વિદાય લઈશું. તે દુર્ગતિની જેલે તૈયાર છે, માટે આ ભવમાં આવ્યા ત્યારથી આત્મહિત સાધવાનું લક્ષ્ય રાખવાનું. એ માટે યાદ રાખવું કે જે બહારનાનું ઘણું કર્યું. હવે અંદરવાળા મારા આત્માનું સાધી લઉં. ગ્રંથકારની વાત પ્રમાણે ભગવાન મહાવીર સ્વામીએ પિતાના અંતિમ સમયે દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધવા મોકલ્યા હતા, ત્યારે ગૌતમ સ્વામીએ તેમને ઉપદેશ આપતાં કહ્યું હતું કે, “હે દેવશર્મા ! અત્યાર સુધી બહારની મોહમાયાનું તે ઘણું કર્યું પણ તારા અંદરવાળા આત્માનું ભલું ક્યારે કરીશ?”
તમે ધંધો કરે, નોકરી કરે, બહેનો ઘરકામ કરે, ભજન કરો, રંગરાગાદિની રમતા રમે, પુત્ર પરિવાર માટે કરે, આ બધું બહારનું કર્યું. તિયએ પણ પોતાના સંતાને માટે રહેવાનું સ્થાન બાંધે છે. ખાવાનું લાવીને ખવડાવે છે. બહારનું તે મનુષ્ય અને તિયએ બધા કરે છે, પણ અંદરવાળા આત્માની સાધના માનવ કરી શકે છે. બહારનું જે કરે છે તેમાં એક બાજુ પુણય જોગવાઈને પૂરું થઈ રહ્યું છે. તે બીજી બાજુ રાગ, મેહ, આસક્તિ આદિથી પાપ એકઠું થઈ રહ્યું છે. આત્માનો વિચાર, આત્માની રક્ષા કરવાને બદલે સંસારની પ્રવૃત્તિઓમાં એટલે માત્ર બહારનું કરવામાં મસ્ત રહીએ અને આત્મહિતના કે ધર્મના વિચાર ન કરીએ તે આત્માનું હિત કયાંથી સાધી શકાય? સંસારમાં સ્વજનની, પરિવારની અને શરીરની સરભરા વખતે તે આત્માને વિચાર નથી આવતે, પણ જ્યારે આત્મહિતની કે ધર્મની પ્રવૃત્તિઓ કરીએ ત્યારે પણું બાહ્યના વિચાર નથી છૂટતાં. મન પણ બાહ્ય પ્રવૃત્તિમાં રમતું હોય છે. જીવ ત્યારે પણ અંદરમાં ઠરતો નથી. એટલે આત્માની પ્રવૃત્તિ કરવા છતાં આત્મહિત સાધી શકતા નથી. એ વાત તે સ્પષ્ટ છે કે જે બહારમાં હિય એ ઘરમાં ન હોય. કેઈ તમારા ઘરમાં જઈને બૂમ પાડે, હરીભાઈ! ત્યારે ઘેરથી કહ્યું કે, “હરીભાઈ ઘેર નથી એ તો ઉપાશ્રય ગયા છે.'