________________
૩૨]
[ શારદા શિરેમણિ મોટા શહેરમાં જવા નીકળ્યો. રસ્તામાં એને ખૂબ કકડીને ભૂખ લાગી પણ નાના સ્ટેશનમાં ખાવાપીવાનું કાંઈ મળે નહિ. આગળ જતાં મોટું જંકશન આવ્યું. જંકશનથી. બધી દિશાની ગાડી મળે. જીવાભાઈને ખબર પડી કે આ જંકશનમાં એક કલાક ગાડી રોકાવાની છે. જીવરાજભાઈ નીચે ઉતર્યા. | નાટકના આનંદમાં ગુમાવેલ જિદગીને આનંદ છવાભાઈને ખૂબ ભૂખ લાગી છે. સામે ફેંટની, મેવા મીઠાઈની ઘણી દુકાને જોઈ. પાસે મિલક્ત પણ છે, તેથી લેવા જવા માટે પગ ઉપાડ્યો. રસ્તામાં એક નાટક ચાલતું હતું. તેના પર દષ્ટિ ગઈ. મનમાં વિચાર કર્યો. ગાડી ઉપડવાની કલાકની વાર છે. તે આ નાટક જોતો જાઉં. પા કલાક નાટક જોવામાં જતો રહ્યો, ખાધું નહિ. આગળ વધ્યો તે બીજું સરસ દશ્ય જોયું. મનમાં થયું કે હજુ ગાડી ઉપડવાની પોણા કલાકની વાર છે, માટે જે જાઉં. તમે પણ કહે છે ને ૭૫ વર્ષની જિંદગી ગઈ પણ ૨૫ તો બાકી છે ને! ૫૦ ગયા તે ૫૦ બાકી છે ને! શું સો વર્ષ જીવવાનું નક્કી છે? પહેલાં કરતાં બીજો બેલ વધુ સારો આવ્યો. જીવાભાઈને ખૂબ મઝા આવી. ગાડી અને દુકાન ક્યાં ચાલ્યા જવાના છે ! આવું જોવા ક્યાં મળવાનું છે? બીજે ખેલ જોઈને આગળ ગયો તે તેનાથી અધિક ચઢિયાતું ત્રીજુ દશ્ય જોયું. એ જોવામાં જીવાભાઈ લલચાયા. છેવટે દુકાન પાસે જતા ચોથે ખેલ જો. જીવાભાઈ વિચાર કરે છે હજુ પ કલાકની વાર છે. દુકાન સામે છે. ગાડી સામે છે. દુકાનેથી ખાવાનું લઈને ગાડીમાં બેસીને ખાઈ લઈશું. આવું સુંદર જોવાનું જતું કેમ કરાય? જીવ્યા કરતાં જોયું ભલું. કલાક પૂરો થશે. આ ખેલ એવો સુંદર આવ્યો કે હર્ષમાં આવીને બધા તાળીઓ પાડવા લાગ્યા. આ જીવાભાઈ પણ પિટલી ભય મૂકી તાળીઓ પાડવા લાગ્યા. એમાં જીવાભાઈને ટાઈમને ખ્યાલ ન રહ્યો ને ગાડી ઉપડવાની સીટી વાગી. જીવાભાઈ તે ચમક્યા. હજુ મારે ખાવાનું લેવાનું બાકી છે. મેં તે હજુ ખાધું પણ નથી. એમ અફસોસ કરતાં નીચે મૂકેલી પોટલી લેવા ગયા તો પોટલી ગૂમ. હજારો માણસોની ભીડ જામી હોય ત્યાં પોટલી રહે ખરી ? જીવાભાઈ પટલી શોધવા લાગ્યા. શોધ કરવા જતાં ગાડી ઉપડી ગઈ. જીવાભાઈની ૧૨ વર્ષની મહેનત એક મિનિટમાં ધૂળ થઈ ગઈ. તેને કેવો આઘાત લાગ્યો હશે ! તેમના પૈસા ગયા. હવે ખાવાનું લાવવું ક્યાંથી? પૈસા વગર કોણ આપે? પૈસા વિના બીજી ગાડીમાં બેસવાનું પણ ન મળે. જીવાભાઈ પોક મૂકીને રડવા લાગ્યા. આ તે એક કલ્પિત વાત છે. આ વાતને આત્મા સાથે ઘટાવવી છે.
જીવાભાઈ તે આપણો આત્મા, નિગદ તે ગામડું. આપણે આત્મા ગામડા સમાન નિગોદમાં અનંત કાળ રહ્યો. જીવો માટે અનંતા શબ્દ ચાર જગાએ વપરાય (૧) અભાવી છે અનંતા (૨) પડિવાઈ સમ્યક દષ્ટિ અનંતા (૩) સિદ્ધના જ અનંતા અને (૪) નિગોદમાં છે અનંતા. નારકી, દે અસંખ્યાતા, મનુષ્યમાં ગર્ભજ મનુષ્યની અપેક્ષાએ સંખ્યાતા અને સમુચ્છિક મનુષ્યની અપેક્ષાએ અસંખ્યાતા