________________
૩૮ ]
[ શારદા શિરેમણિ
આગમમાં જ્ઞાની ભગવાન ફરમાવે છે કે આપણો આત્મા આ સંસારમાં માનવદેહને મૂલ્યવાન પોષાક ધારણ કરીને આવ્યા છે, તે આ પૃથ્વીના પટ પર વિચરી રહ્યો છે. આવા દેહ એક બે વાર નહિ પણ અનેક વાર લઈ ચૂક્યો છે, પરંતુ હજુ નાવિકને કિનારે દેખાતો નથી. મધદરિયે તે ઝોલા ખાય છે. કેઈ વમળમાં સપડાય તે મંઝીલ દૂર રહી જાય છે. કેઈ ડૂબે છે, કેઈ વમળમાં ઘસડાય છે પણું હજુ ઉગરવાને આરે દેખાતો નથી. શા માટે આમ બને છે? જ્ઞાની ભગવંત સમજાવે છે કે આ કિંમતી માનવજીવનમાં આવીને આત્માએ સ્વની સલામતીને વિચાર કર્યો નથી. બસ પળે પળે પર વસ્તુના વિચાર બહુ આવે છે. સ્વ એટલે રત્નત્રયી. રત્નત્રયી એટલે સમ્યક દર્શન, સમ્યફ જ્ઞાન, અને સમ્યક ચારિત્ર. રત્નત્રયી એ આત્માના ગુણ છે. એની સલામતીમાં આત્માની સલામતી છે. બાકીનું બધું પારકું અને પીડાકારી છે. કંચન, કામિની અને કાયાની સલામતીના વિચાર જીવ અનંતીવાર અનંતકાળથી કરતો આવ્યો છે. એની સલામતી જાળવતાં આત્માની સલામતી ખવાઈ જાય છે. પરની સલામતીમાં પાપ છે. સ્વની સલામતીમાં સાધના છે. આત્માની સિદ્ધિ છે. આ માનવજીવનમાં આવીને રત્નત્રયીની સલામતીને વિચાર કરવાનું છે. રત્નત્રયી શાશ્વત સુખને આપે છે. તમારી માનેલી રત્નત્રયી નાશવંત સુખ આપે છે. આત્માને સુખ શાંતિ રત્નત્રયીથી મળે છે. આ માનવજીવનમાં મહત્ત્વનું કેઈ કાર્ય કરવા જેવું હોય તે તે એક છે કે રત્નત્રયીને પ્રાપ્ત કરવી. સમ્યફ દષ્ટિ આત્માને જ્યાં સુધી રત્નત્રયીની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તેને ચેન ન પડે.
નિર્ધન મનુષ્ય ધનની ઈચ્છા કરે, મયુર જેમ મેધને ચાહે છે તેમ સમ્યફ દષ્ટિ આત્મા માત્ર રત્નત્રયીને ચાહે. તે સિવાય તેની બીજી કઈ ચાહના ન હોય. ચાહના હોય પછી ચાન્સ લાગતા વાર નથી લાગતી, માટે સૌથી પ્રથમ રત્નત્રયીની ચાહના જગડો.
જ્યાં રત્નત્રયીનું દર્શન થાય ત્યાં ઝૂકી જાવ. રત્નત્રયી જેમણે પ્રાપ્ત કરી છે તેમને જોઈને ખુશ થાવ. તેમની ખૂબ પ્રશંસા કરો. સેવાભક્તિ કરો રત્નત્રયીને પામવા માટે રત્નત્રયીના આરાધકેનું અંતરથી બહુમાન કરો. આ રત્નત્રયીની સલામતીમાં આત્માની સલામતી છે. રત્નત્રયી સલામત તે સબ સલામત. એમ સમકતી આત્મા માને. અત્યાર સુધી આ માએ પર એવા શરીરને શું અનુકૂળ છે? શું પ્રતિકૂળ છે? તેને વિચાર કર્યો છે. હવે મહાન ભાગ્યોદયે વીતરાગનું શાસન પામ્યા છે તે આત્માને શું અનુકૂળ અને શું પ્રતિકૂળ છે. તેને વિચાર કરવાનું છે. આત્માને અનુકૂળ રત્નત્રયી છે, અને પ્રતિકૂળ મિથ્યાત્વ, અજ્ઞાન અને અસંયમ છે આ મિથ્યાત્વ, અજ્ઞાન અને અસંયમે આત્માને ચાર ગતિમાં રખડાવ્યો છે અને આત્માની સલામતી ગુમાવી દીધી છે. જ્યારે રત્નત્રયીએ આત્માની સલામતી વધારી છે અને સંસારને અંત કરાવ્યો છે.
આપણો આત્મા કાંઈ જે તે નથી. તે અસંખ્યાત પ્રદેશવાળે છે. ચૌદ રાજલેકના જેટલા આકાશ પ્રદેશ છે તેટલા આત્માના પ્રદેશ છે. આત્મામાં સંકેચ, વિસ્તારને