________________
શારદા શિરમણિ ] છોડી દે. બહારનું સુખ ડાંગરના પેતરા જેવું લાગે અને આત્માનું સુખ ડાંગર જેવું લાગે ત્યારે તે ભૌતિક સુખેને છેડી શકે. સાધના કરતાં ચેડા કર્મો બાકી રહી ગયા તે અનુત્તરવિમાનમાં ગયા. ભગવાન ઋષભદેવનું કુટુંબ કેટલું ઉજજવળ! ભાગ્યશાળી ! એમનો પરિવાર પણ પુણ્યશાળી કે તેમના કુટુંબના ૧૦૮ જ તો મોક્ષે ગયા. તમારા પરિવારને તે ઉપાશ્રયે આવવું પણ ગમતું નથી. સામાયિક કરવી ગમતી નથી. એટલું તો ઠીક પણ હું જૈન છું. મારા જૈન ધર્મની સંસ્કૃતિ આ છે. એટલું પણ માનવા તૈયાર છે ! પહેલાં તો બધા માનતા હતા કે જૈનકુળમાં જન્મ્યા એટલે બટેટા આદિ કંદમૂળ ન ખવાય, અને આજે તો ? જૈનકુળ કોને કહેવું તે સમજાતું નથી. સબ સરખા થઈ ગયા છે. બહેનના કાનમાંથી હીરાની બુટ્ટી ખવાઈ જાય તો આઘાત લાગે. તમે ૫૦ હજાર રૂપિયા લઈને જતાં હે, રસ્તામાં ગુંડા મળે ને તે લઈ લે તો અગર ખીસું કપાઈ જાય ને પૈસા જાય તો આઘાત લાગે પણ તમારા સંતાન ઉપાશ્રયે નથી આવતા તેને આઘાત લાગે છે? (શ્રોતા-નથી માનતા) દિકર ન કરે, બેઠો બેઠે ખાતો હોય, ચોરી કરતો હોય, તે તેને તમે ધમકી કે નહિ? ત્યાં કહેશો કે માનતા નથી? એટલી તમારા પુણ્યમાં ખામી. ભગવાન કષભદેવનું કુટુંબ કેટલું ભાગ્યવાન ! પુણ્યવાન ! આ જૈન શાસન, જૈન ધર્મ, આર્ય સંસ્કૃતિ, માનવભવ બડા ભાગે મળ્યા છે. તમે પાંચ રૂપિયાની ટિકિટ લીધી. લેટરીમાં તમારો નંબર લાગ્યો ને ૨૫ લાખ રૂ. મળ્યા તે છાતી કેવી ગજગજ ઉછળે ! એ ૨૫ લાખ ભોગવશે કે નહિ તે ખબર નથી. અહીં પણ જૈનશાસન અને ધર્મ મળવો એ લેટરી લાગવા સમાન છે, એમાં છાતી ગજગજ ઉછળવી જોઈએ. આ મળેલા અવસરને ઓળખીને સાવધાન બને. પાપભીરૂ અને ભવભીર બનશે તો ભવકટી થશે. જે આ લેટરીની કિંમત નહિ સમજે તે આત્મા ક્યાંય રઝળતે થઈ જશે, તે ખબર નહિ પડે. એક ન્યાય આપીને સમજાવું.
એક સાવ નાનકડા ગામડામાં એક ગામડીયે રહેતા હતા. નાનું ગામ એટલે વેપાર પણ નાનો જ હોય ને ! મોટું ગામ હોય તે વેપાર મેટો હેય. મુંબઈ જેવા મોટા શહેરમાં ચાર માળામાં વસ્તુઓ લઈને ફરે તો પણ ભૂખ્યો ન રહે. નાના ગામડામાં શું ધંધો ચાલે? જેમ તેમ કરીને પિતાની આજીવિકા ચલાવે છે. આ વણિકનું નામ તે જીવરાજભાઈ, પણ પાસે ધન નથી. એટલે બધા તેને જ કહીને બોલાવે. આ જીવાભાઈ નાની હાટડી ચલાવે. એમાં બબ્બે પૈસા ભેગા કરતાં કરતાં બાર વર્ષે પાંચ હજાર રૂ. ભેગા થયા. ગરીબને મન તે પાંચ હજાર રૂ. પાંચ લાખ જેટલા છે. તેને ખૂબ આનંદ થયો. તેને વિચાર થયો કે હવે હું આ ગામડું છોડી દઉં. ગામડામાં હું આગળ નહિ વધી શકું. આટલા વર્ષે ગામડામાં રહ્યો ત્યારે માંડ પાંચ હજાર કમાયે. હવે મોટા ગામમાં જાઉં. આ વિચાર કરીને જીવાભાઈએ પાંચ હજારમાંથી
ડું સોનું, ચાંદી લીધા. તે સમયે સેનાના ભાવ ૨૫૦૦ રૂ. ન હતા. સેનું, ચાંદી અને રોકડ રૂપિયાની એક પિોટલી બાંધી અને પિતાના ગામની બાજુમાં સ્ટેશનેથી