________________
૩૪]
[ શારદા શિરેમણિ માતાપિતાના લાડકોડમાં ઉછળતા જીવાભાઈએ બાલપણને નાટકનું દ્રશ્ય જોઈને યુવાનીમાં પ્રવેશ કર્યો. યુવાનીના પગલે પગ મૂકતા લગ્નનું મન થયું. સારી કન્યા સાથે લગ્ન કર્યા. આ ખેલ આગળ પહેલે ખેલ ઝાંખ લાગે. પત્નીના પ્રેમમાં પડ્યો અને મનમાં બોલે કે હજુ મારી અડધી જિંદગી બાકી છે. પુણ્યરૂપી મૂડી મારી પાસે છે. સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી દુકાને ચાલી જવાની નથી. આ ખેલની મઝા તે ઓર છે એ કેમ જતી કરાય? આ રીતે મજશેખમાં, પત્નીના નાટકના ખેલની મઝા પૂરી થઈ. આગળ ગયે ત્યાં એકએકથી ચઢે એવે ત્રીજો ખેલ જે. પત્ની અને બાળકની મમતામાં, બાળકને રમાડવા, ખેલાવવામાં એવી મઝા આવી કે આ ખેલ આગળ પહેલાના બે ખેલ સાવ ઝાંખા દેખાયા. ત્રીજા ખેલમાં ૭૫ વર્ષ વીતી ગયા. આટલી ઉંમર થઈ છતાં મનમાં માને છે કે મારું આયુષ્ય ક્યાં પૂરું થયું છે? ચારિત્રની દુકાને ચાલી જવાની નથી. આ જીવડે મેહમાં એ મુંઝાઈ ગયો છે કે એને ખબર નથી કે ગાડી ક્યારે ઊપડી જશે. જ્ઞાની ભગવંતો કહે છે કે સર્વ ગતિઓમાં શ્રેષ્ઠ માનવગતિ પામ્યા છે. નરક નિગોદમાં ઘણું રખડડ્યા. હવે પુણ્યની મૂડી લઈને માનવભવમાં આવ્યા છે. અહીં માતા-પિતા, પત્ની, પૈસા અને પરિવારના મેડમાં પડી ગયા ને વિચારવા લાગ્યા કે આ સંસારના બધા ખેલ જોઈ લેવા દે. હજુ આયુષ્ય ઘણું બાકી છે, પણ આ પામર આત્માને ખબર નથી પડતી કે મારી પુણ્યરૂપી મૂડી હવે ખલાસ થઈ જવાની તૈયારીમાં છે. ચોથા ખેલમાં દીકરાના દીકરા મોટા થયાં. તેમને પરણાવ્યા. તેમને ત્યાં દીકરા થયા. દીકરાઓ દાદા-દાદા કહીને ખોળામાં રમવા લાગ્યા. આ ખેલમાં તો જીવ હરખઘેલો બની ગયો. હરખમાં ને હરખમાં ન રહી પિટલીની ખબર કે ન રહી સમયની ખબર. મૃત્યરૂપી ગાડીની સીટી વાગી ગઈ અને જીવાભાઈ રૂપી આત્મા ગભરાઈ ગયે. આવશે એ કાળ કયારે કંઈએ કહેવાય ના, દીપક બૂઝાશે કયારે સમજી શકાય ના.
જીવનરૂપી દીપક ક્યારે બુઝાઈ જશે એની ખબર નથી. સીટી વાગી ગઈ જીવાભાઈ મૂંઝાયા. અ ૨૨૨.... આ શું થઈ ગયું ? આ મનુષ્યભવ પામીને મેં દાન, શીયળ, તપ, ભાવનામાંથી કાંઈ ન કર્યું. મેક્ષની અનંતી લક્ષ્મી મેળવવા આવેલે આત્મા મનુષ્ય ગતિના જંકશનમાં આવીને પાસે જે મૂડી હતી તે પણ ગુમાવી દીધી. આ સંસારના ચાર ખેલ જોવામાં એવા એવાઈ ગયા કે મૂળગી મૂડી ખેાઈ નાંખી અને ઉપરથી માથે કરજ વધારી આ એવાઈ લાખ જીવાયનીના ચકરાવામાં ચક્કર લગાવવા આત્મા ચાલ્યા ગયા. સંતે તમને કહે છે કે આ ભવમાં કંઈક કરી લે. જીવાભાઈ આ ખેલ જોઈ લઉં, આ ખેલ જોઈ લઉં, એમાં રહી ગયા, તેમ તમે કહે છે કે આ કરી લઉં, આ કરી લઉં. હવે નિવૃત્ત થવાને ટાઈમ આવ્યું છે. અમે તો એવા કંઈક જેવા, સાંભળ્યા કે નિવૃત્તિ લીધા પહેલાં સદાયની નિવૃત્તિ લઈને ચાલ્યા ગયા, માટે કાલની રાહ જોતાં આત્મસાધના કરવામાં જાગૃત બને. આત્માને જગાડવા માટે તે