________________
૨૪
[ શારદા શિરેમણિ પહોંચી જાવ. આ શેઠે તે નજરોનજર સગી આંખે મિલકતના પોટલા બાંધતા જોયા છતાં રૂવાડું ય ફરકતું નથી. પૌષધને ચમત્કાર :
ચારે પિોટલા બાંધીને જાય છે. જ્યાં ઘરના પગથિયાં ઉતરવા જાય છે ત્યાં બધાના પગ ચાટી જાય છે. હવે હાલી ચાલી શકતાં નથી. માથે હાથથી પિટલા પકડેલા હતા તે હાથ તેમને તેમ રહી ગયા. આ તો ભાર માથે ને માથે રહ્યો. હાથ છૂટા હેત તે માથેથી પિટલાને ભાર તે ઉતરત! નથી ચાલી શકતા, નથી માથેથી પિટલા ઉતરતા. બધાં ચેરે ખૂબ મૂંઝવણમાં પડયા. હવે કરવું શું ? શેઠ અત્યાર સુધી કોઈ બોલ્યા નહિ, પણ નકકી મંત્રજન્ન કરવાવાળા હશે. નજરે લૂંટાવા દીધું, પોટલું બાંધવા દીધું અને ચાલવા ગયા ત્યાં ચીટકાવી દીધાં, સજજડ કરી દીધા. તેમની મુંઝવણને તે પાર ન રહ્યો. શેઠના બંગલાના દરવાજે કેટવાળ ચોકી કરે છે. સવાર પડવાને ટાઈમ થયે. કેટવાલે બંગલાના પગથિયામાં ચેરને જોયાં. તેણે બૂમ પાડી, ચરે આવ્યા છે દોડે....ડે.....દિવસ ઊગે. શેઠે પૌષધ પાળે. આવીને જુએ છે તે
રે હાલી ચાલી શક્તા નથી. પોટલા માથે પડયા છે. શેઠ પૂછે છે, “ભાઈઓ આ શું !" એ શું બોલે ? આંખમાંથી દડદડ આંસુ પડે છે. શેઠ સાહેબ ! આપે અમને ચોરી કરતાં જોયા છતાં ક્યા નહિ ! અમે આપનો ભયંકર ગુનો કર્યો છે. અમારા ગુનાનું પ્રત્યક્ષ ફળ અત્યારે જ મળી ગયું છે. અમે આપની મિલકતના બધા પોટલાં પાછા આપી દઈએ છીએ. આપ અમને છેડાછેડા શેઠજી! બચાવે બચાવે. અમે તમારા શરણે છીએ. હવે શું વહાલું લાગે ? પોટલા કે છૂટવું ? બેલે તે ખરા? (તા-છૂટવું વહાલું લાગે.) આ ચોરોને જિંદગીની શિક્ષા મળી પણ તમે રાત-દિવસ ૧૮ પાપના પોટલા બાંધી અનર્થદંડે દંડાઈ રહ્યા છે. આ પાપને સરાવીને બહાર નીકળી જાવ. સંસારથી છૂટકે લીધા વિના કર્મથી છૂટકારો થવાનું નથી. તમને હજુ ચાર જેવી શિક્ષા મળી નથી. તેમની જેમ ચીટકી ગયા નથી. જે ચીટકી ગયા હેત તો તે કહેત કે મહાસતીજી! હવે અમને જલ્દી છોડાવે.
ચરો શેઠને કરગરે છે શેઠજી! તમે અમને છોડાવે. અમે હવે આ જિંદગીમાં ક્યારે પણ ચેરી નહિ કરીએ. બરાબર કબૂલ છે? બેલો છે તેવું પાળશો ને? હા. આપ અમને ધ શીખવાડે. શેઠ તો કરૂણાવંત હતા. એમણે મંત્રજંત્ર કયાં ન હતા. તેમણે એટલું કહ્યું કે, ચાલે ચાલવા મંડે. તરત બધા ચાલવા લાગ્યા. ભાઈએ ! મંત્રજંત્ર કાંઈ જાણતો નથી. આ તો મારા પૌષધવ્રતને પ્રભાવ છે. શેઠ પૌષધમાં અડગ રહ્યા છે કે પ્રભાવ પડ્યો ! તેમની ચેરાયેલી મિલકત પાછી આવી ગઈ. તમારી સામાયિક કેવી ? બારણામાં તપેલી મૂકી રાખો, દૂધવાળો આવે એટલે કહો એ તપેલીમાં નાંખ. આવી ઘણી સામાયિકે કરી. વ્રત-નિયમો કર્યા છતાં કલ્યાણ થતું