________________
શારદા શિરોમણિ ]
નથી. પુણીયા શ્રાવકની એક સામાયિક લેવા શ્રેણિક રાજા ગયા. જો તેની એક સામાયિકનું ફળ મળે તે નરકે જતાં અટકી જાય. ક્યાં સમરસના વાદથી ભરપુર એની સામાયિક અને ક્યાં આપણી સામાયિક ! આપણા જેવા ભાવ વધવા જોઈએ તેવા હજુ વધ્યા નથી. આત્માને વેગ ઉપડ્યો નથી તેથી આત્મા પામી શકાતો નથી.
શેઠના કહેવાથી ચોર છૂટી ગયા, પણ કેટવાળે ચોર-ચેરની બૂમ પાડી એટલે પિોલીસ ત્યાં આવી પહોંચી. એને જોયા એટલે પકડીને લઈ ગયા. આ શેઠ ખૂબ સજજન હતા. તેઓ પણ સાથે ગયા. ન્યાયાધીશે પૂછ્યું-શેઠજી! આ ચરે છે ને ? આ ચે છે એ વાત સાચી. એ ચેરી કરવા આવ્યા હતા એ પણ સાચું છે, પણ તેમણે મારે ત્યાંથી કોઈ વસ્તુ લીધી નથી, અને હવે જિંદગીમાં ક્યારે પણ ચોરી ન કરવી તેવી પ્રતિજ્ઞા લીધી છે. હવે શું કહું! ગુને એમને નથી પણ મારે છે. તેમને ચોરી કરવાની વૃત્તિ થઈ શા માટે ? હું મેટો કોઠાધિપતિ શેઠ કહેવાઉં છતાં મેં તેમની ખબર ન લીધી, ત્યારે તેમને આવી પાપવૃત્તિ થઈને ! શેઠના વચન સાંભળી
ન્યાયાધીશ તે સજજડ થઈ ગયા. શેઠ કહે તેમને છેડી મૂકે. તરત ચોરોને છોડી મૂક્યા. શેઠે તેમને ધંધે શીખવાડ્યો. તેમનું જીવન સુધરી ગયું.
જેણે જીવન જીવી જાણ્યું છે ને મૃત્યુને અમર બનાવ્યું છે એવા અમારા લાડીલા મહાન વૈરાગી ૫. તારાબાઈ મહાસતીજીની પુણ્યતિથિને દિવસ છે. પૂ. તારાબાઈ મહાસતીજી એક મહાન પવિત્ર સતી હતા. તેમને જન્મ અમદાવાદમાં થયો હતો. માતાનું નામ સમરતબેન અને પિતાનું નામ ઉગરચંદભાઈ હતું. ચૌદ વર્ષે તેમના લગ્ન થયા હતા. તેમનું સંસારી જીવન સુખેથી છલકતું હતું. વૈભવની છેળો ઉડતી હતી. આવી સુખશસ્યામાં રહેતાં તારાબેનને ૨૬ મા વર્ષે એ જોરદાર ફટકો વાગે કે તેમના સુખના ભંડાર લૂંટાઈ ગયા. પતિ વર્ગવાસ થયા, ત્યારે ચારે દીકરાઓ નાના હતા. તેમનું કલ્પાંત, રૂદન ભલભલાને પીગળાવી દે એવું હતું. તેમને ખૂબ ઝૂરાપો કરતાં જોઈને એમના પાડોશી બહેને કહ્યું, તારાબહેન ! આપણા ઉપાશ્રયે પૂ. શારદાબાઈ મહાસતીજીનું ચાતુર્માસ છે. તમે ત્યાં ચાલે. તમારા મનને શાંતિ મળશે. આ રીતે
ક્યાં સુધી ઝૂર્યા કરશે? પાડેશીના કહેવાથી તેઓ ઉપાશ્રયે આવ્યા. હું પણ ગૌચરી જાઉં ત્યારે હૃદયને શાંત કરવા આશ્વાસન આપું. તેઓ જ ઉપાશ્રયે આવવા લાગ્યા. બપોરે મહાબળ-મલયાસુંદરીને રાસ સાંભળતાં મનમાં થયું કે રાજાની એક દીકરીને કેટલા દુઃખો પડયા ? તો મારી વાત ક્યાં? કર્મના સ્વરૂપને સમજતાં આત્મામાં ઠર્યા. ચાર મહિનાના પરિચયમાં તેમનો આત્મા વૈરાગ્ય રંગમાં રંગાઈ ગયે. ચારે દીકરા નાના, એ જવાબદારીના કારણે ૧૨ વર્ષો સુધી સંસારમાં રોકાવું પડયું, પણ દઢ વૈરાગ્યથી રક્ત.