________________
શારદા શિરામણિ ]
[ ૨૩ લાગી અને શ્રેણિક રાજા મૃત્યુ પામ્યા ત્યારે કેણિકને પિતાની ભૂલ સમજાઈ હતી. તેથી પિતાના શેકથી અને લેકોના ફિટકારથી તેમણે રાજગૃહી નગરીને ત્યાગ કર્યો અને ચંપાનગરીમાં જઈને તેણે પિતાની રાજધાની બનાવી તે ચંપાનગરીની વાત છે. તે ચંપાનગરીમાં બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય સ્વામીના પાંચે કલ્યાણક થયા હતા. જંબુદ્વિપના દક્ષિણ ભારતમાં અંગ નામના દેશમાં આ ચંપા નામની નગરી હતી. તે ખૂબ સુંદર અને સમૃદ્ધ હતી. તે ચંપાનગરીમાં પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું. પૂર્ગભદ્ર દક્ષિણ ક્ષનિકાયને સ્વામી છે. તે આ ચિત્યને સ્વામી હતા, તેથી તે મૈત્યનું નામ પૂર્ણભદ્ર પડયું હતું. તે કાળ અને તે સમયે આર્ય સુધરવામી પરિવાર સહિત પધાર્યા. જંબુસ્વામીએ તેમની પર્ય પાસના કરી, પછી વિનયપૂર્વક વંદન કરીને પૂછ્યું,
હે ભગવંત! મુક્તિ પ્રાપ્ત થયેલા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ છઠ્ઠા અંગ જ્ઞાતા ધર્મકથાનો એ અર્થ બતાવ્યો છે પરંતુ હે ભગવાન! તેમણે સાતમા અંગ ઉપાસકદશાંગ સૂત્રમાં શું અર્થ પ્રરૂ છે એટલે કે શું ભાવ પ્રરૂધ્યા છે? કહેવાની મજા
ક્યારે આવે ? કહેવાને રંગ ક્યારે જામે? સામે સાંભળનાર સાંભળવામાં એકતાર બની જાય. જંબુસ્વામીએ સુધર્માસ્વામીને પૂછયું, કે શ્રમણ મહાવીર મહાવીરસવામીએ ઉપાસકદશાંગમાં કયા ભાવનું નિરૂપણ કર્યું છે? ત્યારે સુધર્માસ્વામી કહે છે કે હે આયુષ્યમાન પ્રિય જંબુ ! શ્રમણ ભગવાન મહાવીરસવામીએ ઉપાસકદશાંગમાં ૧૦ અધ્યયનની પ્રરૂપણ કરી છે. જેમ ચાતક પક્ષી પાણી માટે તલસે ને મેઘની રાહ જુએ છે કે ક્યારે વરસાદ વરસે અને હું તેનું પાણી પી લઉં તેમ જંબુસવામી પણ સાંભળવા માટે તલસી રહ્યા છે, અધીરા બન્યા છે. સુધર્માસ્વામીએ જંબુસ્વામીને કેવા સુંદર સંબોધનથી સંબોધ્યા છે! હે આયુષ્યમાન જંબુ! આ સંબંધન સાંભળીએ છીએ ત્યારે હૃદયમાં પ્રસન્નતા થાય છે. આયુષ્ય બધાને પ્રિય છે તેથી લેકમાં ચિરંજીવી, દીર્ધાયુષી સંબોધનથી કહેવામાં આવે છે. આ સંબોધન એટલું મધુર અને પ્રિય છે કે એને સાંભળવા માત્રથી હૃદયકમળની એકેક કળી ખીલી ઉઠે છે. આ સાંભળતાં શિષ્યના મનમાં ઉલલાસ અને પ્રસન્નતાની લહેર ઉઠવા લાગે છે. આ સંબોધનથી એ વાત પણ સ્પષ્ટ થાય છે કે ગુરૂના હૃદયમાં શિખ્ય પ્રત્યે કેટલે વાત્સલ્યભાવ છે ! કેટલે સદ્ભાવ છે !
આપણે ગઈકાલે સુવ્રત શેઠની વાત કરી હતી. શેઠ પૌષધમાં મસ્ત છે. તેમને પિૌષધ તમારા જેવું ન હતું. આ સમયે ચરે આવ્યા. ખાતર પાડયું. ચોરી કરે છે. પિટલા બાંધે છે છતાં શેઠ એક શબ્દ ઉચ્ચારતાં નથી. અરે ! મારી બધી મિલકત ચિરાઈ જશે એ મનમાં ભાવ પણ આવતા નથી. જેના મનમાં થયું કે શેઠ કાંઈ બેલતા નથી માટે તેમનું ધ્યાન નથી. ચરોએ અવાજ કર્યા વિના સાવધાનીથી કામ કર્યું. ઘરના બધાં ઉપર સૂતા છે. તમે પૌષધ કર્યો હોય ને કદાચ આવો પ્રસંગ બને તો ? અરે, ઉપાશ્રયની સામે તમારું ઘર છે. ઉપાશ્રયમાં પૌષધ કર્યો છે. રાત્રે ખબર પડી કે રે આવ્યા છે. મને તો લાગે છે કે ભલું હોય તો રાત્રે ગુચ્છો લઈને ઘેર