________________
શારદા શિમણિ ]
કે ઉર્વિલેક, અધોલેક, ત્રિછલેક એ ત્રણેય લેક જાણે આંખ સામે ખડા થઈ જાય. નરક ક્યાં છે? દ્વિપો કેટલા? સાગરે, નદીઓ, પર્વતે કેટલા? તેમની લંબાઈ, પહોળાઈ કેટલી? આ બધું જ્ઞાન થાય. જે આત્મા ગણિતાનુયોગને જ્ઞાતા હેય એની આંખ સામે આખા લેકનો નકશે ખડે થઈ જાય. ચરણકરણનુયોગ જે શીખે, જાણે એ અવિરતીમાં ફસાયેલ ન રહે. અવિરતી ઉપર તેને નફરત આવે, અને આત્માને કેવા આચાર વિચાર રાખવા શ્રેયકારી છે એ વાત આ યુગથી સમજાઈ જાય.
ચોથે ધર્મકથાનુયોગ એટલે જગતના છના ચરિત્રોના વર્ણનને ખજાને. એમાં શું ન આવે? પાપીનું ચરિત્ર આવે અને પુણ્યશાળીના પણું ચરિત્રો આવે. સંસારને ખેડતા નું ચરિત્ર આવે અને સંસારને ત્યાગ કરી મોક્ષમાર્ગની સાધનામાં જોડાઈ ગયેલા જીનું ચરિત્ર પણ આવે. આ બધું વાંચવામાં, સાંભળવામાં આવે ત્યારે જેને હય, ઉપાદેયને વિવેક હોય તે આત્મામાં અપૂર્વ આનંદ પ્રગટયા વિના ન રહે, કારણ કે એ વાંચવા, સાંભળવાથી સંવેગના રસરૂપી અમૃત પ્રગટે કે જે અમૃતથી મેહનું મહાવિષ મટે અને સંવેગના રસરૂપી અમૃતમાં આત્મા તરબળ બને. ધર્મકથાનુયોગ એ સુંદર, મીઠે અને સરળ છે કે જેને એ વાંચતા, સાંભળતા આવડે તેને સંસાર ભયંકર દેખાયા વિના ન રહે. જે આ શરીર ઉપર ચામડી ન હોય તે આ શરીર કેવું બિહામણું લાગે. તેમ આ સંસાર ઉપર પણ પુણ્યને ઓછાડ ન હોય તે આ સંસાર એથીય વધુ બિહામણો લાગે એવે છે. પુણ્યનો ઓછાડ ખસી ગયા પછી સંસાર કે છે એની કલ્પના કરશે તે લાગશે કે સંસારમાં વસ્તુતઃ કાંઈ સારું નથી. આ સંસારમાં આચરવા લાયક જે કાંઈ હોય તો તે ધર્મ છે. સંસાર તે એ છે, પત્ની દુમિન બને અને પતિ પણ દુશ્મન બને, પુત્રો પણ દુશમન બને, નેહીઓ, સ્વજને, સંબંધીઓ એ બધા ક્યારે ફરી જાય, વિપરીત કરનારા બને એ કહેવાય નહિ. પુણ્યનો
ગ હેય ત્યાં સુધી બધુ અનુકૂળ અને પાપને યોગ પ્રગટે એટલે સંસારમાં બધા ફરી જાય. દેવ, ગુરૂ, ધર્મ અને સ્વધમી એવા છે કે એના સહવાસમાં, એની છાયામાં જે કેઈ રહે તેને એ ધક્કો તે ન મારે પણ એના કારણે એવી સ્થિતિ ઉભી થાય કે પ્રતિકૂળ વર્તનારા એને અનુકૂળ બની જાય. આ આખે ચિતાર ધર્મકથાનુગમાં જોવા મળે છે.
ધર્મકથાના શ્રવણથી દેવ, ગુરૂ, ધર્મ સિવાય કોઈનો રાગ કરવા જેવો નથી એમ લાગે. મોક્ષ પ્રાપ્તિ માટે ધર્મ શરૂ કર્યો. એટલે એ ભવમાં કેવળજ્ઞાન અને મોક્ષ મળે એવું તો અલ્પજીને માટે બને, કારણ કે કેવળજ્ઞાન પામવા માટે ઘણે પુરુષાર્થ કરે પડે. તે એક ભવમાં પૂરો થઈ શકે નહિ, પણ એટલું તો જરૂર બને કે મોક્ષને માટે ધર્મ કરવાનું શરૂ કર્યો ત્યારથી માંડીને જે ભવમાં કેવળજ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ થાય ત્યાં સુધી મોટા ભાગે એવું બને કે દેવભવ મળે અને મનુષ્યભવ મળે. એમ ચાલ્યા કરે. એમાં દેવભવમાં પણ જે ધર્મના ભાવ જળવાઈ જાય અને મનુષ્યભવ મળે ત્યારે ત્યાં એ