________________
» અ ભrwા (
માલાયચ)
[ઉપાસનાકા રિ૦૧
ઉપાસનાકાડ
કિરણશ ૧ સારિત ન કશુ વિકને યથા + અતિ મહાપાલિકાતા ,
અરણ્યની અંદર શિયાળવાઓ તે ત્યાં સુધી જ ગર્જના કરી શકે છે કે જ્યાં સુધી સિંહે ગર્જના કરી ન હોય, તેમ અન્ય શાસ્ત્રો પણ ત્યાં સુધી જ ગઈ શકે છે કે જ્યાં સુધી મહાન સમર્થ એવા વેદાંતશાસ્ત્રરૂપ સિંહની ગર્જના થઈ નથી.
नानाशास्त्रं पठेल्लोको नानादेवतपूजनम् । आत्मज्ञानं विना पार्थ सर्वकर्मनिरर्थकम् ॥
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હે પાર્થ ! અનેક પ્રકારનાં શાસ્ત્રોનું પઠન પાઠન કરતા રહે કિંવા વિવિધ પ્રકારના દેવતાઓનાં પૂજનાદિ કર્યા કરો અથવા તો જગતમાં કર્તવ્યને નામે ચાલી રહેલાં ગમે તેટલાં કર્મો કરેઃ પરંતુ મનુષ્યને જ્યાં સુધી આત્મજ્ઞાન પ્રાપ્ત થયેલું હોતું નથી, ત્યાં સંધીને માટે તે સર્વ કર્મો તદ્દન નિરર્થક છે એમ નિશ્ચિત સમજે.
પુસ્તકનું વાચન કે નશો? સાંપ્રત કાળમાં “જ્ઞાન એટલે ગ્રંથવાચન” એવો અર્થ જ રૂઢ થયેલ સર્વત્ર જોવામાં આવે છે. તેનું કારણ છાપવાની કળાનો લાભ લઈ દ્રવ્યના બળવડે પોતપોતાના સાંપ્રદાયનો પ્રચાર કરવાની તથા ઘણું પુસ્તકો છાપીને જ્ઞાનને નામે પિતાનો દ્રવ્યરૂપી વેપાર વધારી લેકેજણ મેળવવાની લોકેની મહત્વાકાંક્ષા જ છે. આનું પરિણામ એ આવ્યું કે જ્ઞાનને સાચા અર્થ લુપ્ત થવા પામ્યો અને લોકોને માન આપવાનો ઇજારો વેપારીતિના લોકોના હાથમાં ગયો. તેઓના પ્રચારને લીવે આજકાલ લોકોની મનોવૃત્તિ એવા પ્રકારની થવા પામી છે કે વધુમાં વધુ પુસ્તકોનું વાચન કરનાર તથા પાશ્ચાત્ય પદ્ધત્વનુસારનાં પ્રમાણપત્ર મેળવનાર પોતે પિતાને મહાન જ્ઞાની હોવાનું સમજવા લાગ્યો. કોઈ કહે મેં સો પુસ્તકો વાંચ્યાં છે, તે કઈ કહે મેં બસે, તો કાઈ પાંચસો, કેઈ હજાર, તો કઈ કડે હું તો રાત દિવસ પુસ્તક કદી હાથમાંથી છોડતો જ નથી. આ પ્રકાર તો ઘણું પુસ્તકો વાંચવાં એ જ જ્ઞાનનું લક્ષણ હોવાનું માનનારાઓને થયે; પરંતુ જેઓ ઉપરટપકે
માં જ્ઞાનનો પ્રચાર કરવાનો પોતાનો ઈજારો હોવાનું જણાવે છે, પણ મનમાં તો અનેકવિધ વિષયોની અને દ્રવ્યની લાલસા તથા લોકેષણ મેળવવાનો ડેય છે તેવાઓ તો, પરદેશમાં અમુક વિષયમાં હજારો પુસ્તકો છપાયાં છે, આપણે દેશ દુભાંગી છે કે આ વિષયમાં હજુ આપણે ઘણા પાછળ છીએ, વગેરે કારણો બતાવીને લોકોની મનોવૃત્તિને આ પકારની કેવળ પુરતકવાચનરૂપી મૂરતામાં ફેરવી નાંખે છે. કારણ દેખીતું જ છે કે નિત્ય નવાં નવાં પુસ્તકો કાઢી લોકોમાં તેના ખ તો થવો જોઈએ અને તેટલા માટે પુસ્તકો ખરીદતા જવાની તેઓની મનોવૃત્તિ બનાવવી જોઈએ ને? પરંતુ પુસ્તકના વાચનથી પોતે ખરેખર સુધર્યા કે અભિમાની બન્યા તેને કયાસ તો વાચકોએ જ કરવો રહ્યો. ઉપર કથા તવાઓ દરેક પિતે પિતાને જ્ઞાની સમજે છે અને જાણે પોતે લેકોનું મડાન કલ્યાણ કરી રહ્યા ન કે ય! એવા મિથ્યા અભિમાનમાં જ ગરક રહી બીજાને તુરછ સમજે છે. વળી એક વર્ગ એવા પ્રકારનો હોય છે કે બાલપણુથી વયોવૃદ્ધ થતાં સુધી નિત્યપ્રતિ દેવદેવતાઓના દર્શનાર્થે મંદિરોમાં જવું તથા ત્યાં જઈ પુરા, વ્યાખ્યાન, કથાઓ, કીતને સાંભળતા રહેવું અને કેટલાક આજન્મ તે લોકોમાં સંભળાવતા રહેવાને જ ઈજારો લઈને આવ્યા ન હોય ! તેવા પ્રકારે વ્યાખ્યાનાદિ કરતા જોવામાં આવે છે. કેટલાકને સંસ્થાઓ કાઢવાનો અને તેના મોટા મોટા આદર્શો બતાવી તે બહાને ઉત્સવો તેમ જ સમારંભાદિ ગોઠવી પિતાનું પ્રસિદ્ધિકરણું કરવાનું તથા ફંડફાળાઓ એકઠા કરવાનો નશો હોય છે. આ સિવાય કોઈને મહારાજ કહેવરાવવાની, તે કેટલાકને પોતાને ત્યાં મહારાજ, સાધુઓ આવે છે, અમે ધાર્મિક છીએ ઇત્યાદિ કહેવરાવી ધાર્મિકતાની છાપ લેકામાં બેસાડવાની તથા ઈ મેઈને પૂજવાની અને પૂજાવાની,