________________
૬૬૬ ]
સુરા ધારા વિજિતા યુવા- [ સિદ્ધાન્તકાઠ ભઈ ગી. અ૦૧૪/૧૮ થઈ અનેક પ્રકારની તૃણાઓને લીધે કામ્ય કર્મીમાં જ તે રપ રહે છે તથા પુત્ર, વિત્ત અને લેકેષણામાં ફસાઈ ફરી ફરીથી જન્મમરણાદિ દુઃખો જ ભોગવ્યા કરે છે તથા તમોગુણથી તે આળસ, નિદ્રા, પ્રમાદ, મોહ, અજ્ઞાનતા અને મૂઢતા ઈત્યાદિને લીધે સારાસાર વિવેકબુદ્ધિ નષ્ટ થતી હોવાથી તે સારું કિંવા નરસું કાંઈ સમજતો જ નથી અને હંમેશાં નશાના ઘેનમાં ચકચૂર હોય તેવી રીતની મૂઢતાને લીધે અહંકારમાં જ રગદોળાયા કરે છે. તેઓ પાપબુદ્ધિવાળા અને પાપકર્મવાળા હોવાથી તે પત્થરાદિ મૂઢ યોનિને પામે છે.
ऊवं गच्छन्ति सत्त्वस्था मध्ये तिष्ठन्ति राजसाः ।
जघन्यगुणवृत्तिस्था अधो गच्छन्ति तामसाः ॥१८॥
સત્ત્વસ્થ ઉપર, રાજસ મધ્યમાં અને તામસ નીચે પડે છે. હે પાર્થ! ઉપર તે સંક્ષેપમાં કહેવામાં આવેલું છે. છતાં ફરીથી કહું છું તે સાંભળ. સત્ત્વગુણની વૃત્તિમાં રિથર થનારાઓ ઊર્વ એટલે ઉપરની ગતિને કિંવા મનુષ્ય કરતાં શ્રેષ્ઠલોકને પામે છે, રજોગુણની વૃત્તિઓમાં રહેલા મળે એટલે વચલા મનુષ્યાદિ લોકમાં રહે છે તથા વૃત્તિમાં સ્થિર રહેલાઓ તે નીચે જાય છે એટલે પતનને પામે છે. અર્થાત જેઓ સવગણની વૃત્તિઓમાં સ્થિર રહેલા હોય છે તેઓ મનુષ્યાદિથી ઉપરની એટલે સિદ્ધ, ગંધર્વ, કિન્નર, યક્ષ તથા દેવ ઈત્યાદિ કોટીમાં ચાલ્યા જાય છે, રજોગુણમાં સ્થિર થયેલા મધ્યમ અર્થાત પોતાના સમાન એવી મનુષ્યાદિકની કેટીમાં જ રહે છે તથા જેઓ તામસ વૃત્તિઓમાં જ સ્થિર થયેલા હોય છે તેઓ તો પોતાથી નીચી કેટીમાં એટલે મનુષ્યાદિ કરતાં નીચેની પશુ, પક્ષી, ઝાડ, પહાડ ઈત્યાદિ કેટીઓમાં પડે છે. આ વિવેચનની સ્પષ્ટ સમજાતિને માટે શાસ્ત્રમાં આવેલાં વર્ણનો પૈકીનો કેટલોક ભાગ અત્રે આપવામાં આવે છે તે અસ્થાને ગણાય નહિ,
ગુણેના નિરૂપણનું પ્રયોજન ભગવાન શ્રી કૃષ્ણ કહે છે: હે ઉદ્ધવ ! પ્રકૃતિ અને પુરુષ બંને એક બીજાથી તદ્દન જુદાં જુદાં છે એવા પ્રકારના વિવેક વડે જ્ઞાન ધરાવનાર પુરુષ પણ જ્યાં સુધી પ્રયત્ન કરીને ત્રણે ગુણોની વૃત્તિઓને જીતવાનો પુરુષાર્થ કરતો નથી ત્યાં સુધી તેનાં સુખદુઃખાદિ ધોની નિવૃત્તિ કદી પણ થતી નથી; આથી તે વૃત્તિઓને છતી લઈ ગુણોથી પર થવાની આવશ્યકતા છે એટલા માટે હું ગુણોની વૃત્તિઓનું અહીં નિરૂપણ કરું છું. ઉદ્દેશ એ કે, કોઈને આત્માનું પરોક્ષજ્ઞાન થયું હોય પરંતુ તેને જ્યાં સુધી અંતષ્ઠિ વડે અહ વિલય થઈ આત્માનો અપરેડક્ષાનુભવ એટલે સાક્ષાત્કાર થતો નથી, ત્યાં સુધીને માટે તે તેની દુઃખમાંથી નિવૃત્તિ કદી પણ થતી નથી. આમ સારાસાર વિવેક થતાં અપક્ષાનુભવને માટે ઉપયોગી હોવાથી પ્રકૃતિના ગુણોમાંથી જે જે ગુણ વડે પુરુષ જે જે રૂપે પ્રતિબિંબિત થાય છે તે વિષે કહું છું, તે ધ્યાનપૂર્વક સાંભળ.
સત્વ, રજ અને તમે ગુણની વૃત્તિઓ સવગુણની વૃત્તિઓઃ શમ એટલે માનસિક સૂમ ઈદ્રિયોને નિમહ. દમ એટલે શરીરાદિ સ્કૂલ પ્રક્રિયાનો બાઘનિગ્રહ, સહનશીલતા, વિવેક, વિધર્મમાં જ વર્તવું, સત્ય, દયા, પૂર્વાપરનું અનુસંધાન, સંતોષવૃત્તિ ધનાદિને વ્યય કયા માર્ગે કરે તે જાણવાનો સ્વભાવ, વિષયો તરફ વૈરાગ્ય, આસ્તિકપણું અમોગ્ય કર્મો તરફ કદી જવું પણ નહિ તેનું નામ લજજા, દાન, સરળતા, વિનય તેમ હંમેશાં આત્મસ્વરૂપ ઉપર જ પ્રીતિ રાખવી અર્થાત આત્મા સિવાય બીજે બધે અપ્રીતિ રાખવી; આ બધી સત્વગુણની વૃત્તિઓ છે.
રજોગુણની વૃત્તિઓ : સ્વર્ગાદિક અનેક પ્રકારની ઇચ્છાઓ, સકામ વ્યાપાર એટલે અનેક પ્રકારનાં કર્મો કર્યા જ કરવાં તે, મદ, લાભ થયા છતાં પણ અસંતેષ, ગ, ધત યા સ્ત્રી, પુત્રાદિક વ્યવહાર્યા વિષયો મેળવવાની ઇચ્છાથી દેવતા વગેરેની પ્રાર્થના, ભેદબુદ્ધિ એટલે તપણાની ભાવના, નિત્યપ્રતિ વિષયભોગમાં જ.