________________
મીતાહન] (આ બધું આત્મસ્વરૂપ છે એવા જ્ઞાનરૂ૫) ચક્ષુ વડે અંતર્મુખ થઈ જુએ છે. [ ૬૫
તે તમામ તત્વતઃ અવ્યય એટલે આત્મા કિંવા બ્રહ્મરૂપ જ છે એમ જે જાણે છે તે જ ખરો વેવ વરતુને જાણવાવાળા એટલે કે જે જાણવાનું છે તેને જાણવાવાળે અર્થાત આત્મતત્વને જાણનારે ખરે જ્ઞાની સમજવો. તાત્પર્ય એ કે, આ ભ્રમ વડે ભાસનારો મિથ્થા સંસારરૂપી વિશાળ દશ્યભ્રમ જે જોવામાં આવે છે તે તમામ આત્માથી અભિન્ન એવા આત્મારૂપ જ છે એવા પ્રકારે જે તેને કેવળ એક આત્મરૂપે જાણે છે તે જ ખરો જ્ઞાની છે. માટે હે અર્જુન ! મેં તને પ્રથમ વખતેવખત કહેલું છે તે પ્રમાણે તું પ્રથમ આ બધું આત્મસ્વરૂપ જ છે, આત્માથી ભિન્ન કાંઈ છે જ નહિ અને તેવું જાણનારો “હું” પોતે પણ આત્મા જ છે; એવી રીતનો દઢ નિશ્ચય કરીને પછી કાયા, વાચા, મન બુદ્ધિ ઇત્યાદિ વડે જે જે કાંઈ કર્મો, સંકલ્પો અથવા તે નિશ્ચયો થાય કિંવા જે જે કાંઈ જોવામાં, સાંભળવામાં, સ્પર્શવામાં, સુંધવામાં આવે તે તમામ આત્મરૂપ છે. ટૂંકમાં એટલું કે, અંતઃકરણમાંથી આત્મા વિના બીજી કોઈ વૃત્તિનું ઉત્થાન થવા દેવું નહિ અને જે બીજી કઈ વૃત્તિનું ઉત્થાન થવા પામે તે તુરત જ તે આત્મસ્વરુપ છે એવા પ્રકારની આત્મરૂપ પ્રતિત્તિ વડે તેને તત્કાળ દાબી દેવ; આ મુજબ જ્યાં સુધી આ મિયા સંસાર જમની પ્રતીતિ થયા કરે ત્યાં સુધી દઢ નિશ્ચય અને એક નિષ્ઠા વડે હું, તું, તે, આ, મારું, તારું, મને, તેને ઇત્યાદિ વડે જે જે કાંઈ ભાસે છે તે સર્વ આત્મસ્વરૂપ છે એવા પ્રકારનો સર્વાત્મભાવનો અભ્યાસ સતત કરે પડે છે. આ રીતના અભ્યાસની દૃઢતા વડે છેવટે તેને મિથ્યા જગતની પ્રતીતિ થવી બંધ થઈ તે પૂણતાદાસ્યભાવની પ્રાપ્તિ કરી શકે છે. માટે જ્યાં સુધી કિંચિત્માત્ર પણ દૈતની પ્રતીતિ થવા પામે ત્યાં સુધી આવા પ્રકારનો અભ્યાસ કર્યા સિવાય આ મિયા પ્રપંચનો ભ્રમ કદી પણ મટતો નથી. હવે આ સંસારવૃક્ષને છેદવાને બીજો ઉપાય કહું છું તે તું સાંભળ.
વર્ષ બહુતાસ્તર શાણા गुणप्रवृद्धा विषयप्रवालाः । શપથપૂ.ગુલાતાને
कर्मानुयन्धीनि मनुष्यलोके ॥२॥
જે કદી પણ છે જ નહિ એવું શું હશે? મનુષ્યલકમાં કર્મબંધનને ઉત્પન્ન કરનારાં, જેનાં મૂળો નીચે રોપાયેલાં કિંવા પરોવાયેલાં છે અને ગુણો વડે અસંત વૃદ્ધને પામેલી તથા વિષયરૂપી કુમળાં પાંદડાંવાળી તેની શાખાઓ ઊચે અને નીચે તરફ પ્રસરેલી છે એ આ અવિરઢ મૂળવાળો જે અશ્વત્થ, તે તત્વતઃ કદી ઉપલબ્ધ જ નથી તથા આનું ૨૫ પણ નથી તેમ જ આદિ, મધ્ય અને અંત પણ નથી. તેને અસંગરૂ૫ શસ્ત્ર વડે છેદીને તદ્દન નિર્મૂળ કરો. ત્યાર પછી અત્યંત શોધવા લાયક તત (તે) એવા પદ વડે સંબોધવામાં આવતું જે આત્મપદ છે કે જેમાં ગયેલા ફરીથી કદી પણ પાછા આવતા જ નથી તથા જેનાથી આ પુરાણ પ્રવૃત્તિ (મિથ્યા માયા) વિસ્તારને પામેલી છે તે આવ પુરુષનું શરણ પ્રાપ્ત કરવું જોઈએ.
પ્રથમ ઊંચે અને હવે નીચે મૂળ છે એમ ઊલટું કેમ કહે છે? ભગવાન શ્રીકૃષ્ણ કહે છે: હે પાર્થ! તું કદાચ કહીશ કે ઉપર તે તમોએ હમણાં જ કહ્યું કે જેનું મૂળ ઊંચે છે તથા શાખા નીચે છે એ આ અશ્વત્થ અવ્યય એટલે આત્મસ્વરૂપ જ છે અને હવે કહે
ઊંડાં ઊતરેલાં અને ચોતરફ પ્રસરેલાં જેનાં મૂળ છે તથા શાખાઓ ઉપર નીચે સર્વત્ર પ્રસરેલી છે તેમ જ વિષયરૂપ સુંદર અને ઝીણાં ઝીણું કુમળાં પાંદડાંઓ જેને પહેલાં છે એ આ અશ્વથ છે. આ બંને વિધાનો પરસ્પર વિરુદ્ધ અને તે પણ એકી સાથે જ કહે છે. કેમ કે ઉપર, ઊંચે મૂળ નીચે શાખા,