________________
ગીતાદહન પણ બાળકબુદ્ધિ(અજ્ઞાનીઓ) બાપને સાચું સમજી કામે પગ પાછળ જ મંડે છે [ ૧૯૭
એક કે અનેક પુરુષ? સામાન્યતઃ એવો નિયમ છે કે સત્યને જાણનાર સત્ય તથા અસત્યને જાણનારે પણ અસત્યરૂપ જ હોઈ શકે, કેમ કે સત્ય ને અસત્ય એ બંને ભાવો પ્રકાશ અને અંધકારની જેમ પરસ્પર વિરુદ્ધ છે. આથી જેમ પ્રકાશ હોય ત્યાં અંધારું કદી પણ હોઈ શકે નહિ તેમ જ્યાં સત્ય હોય ત્યાં અસત્યનું અસ્તિત્વ કદી પણ સંભવતું નથી, તો પછી તે પરસ્પર એકબીજાને શી રીતે જાણી શકે? આ ન્યાયાનુસાર સત્યને જાણનારો અસત્ય કેવી રીતે હોય? અર્થાત્ સત્યને જાણનારે તે કરતાં વિરુદ્ધ એવા અસત્ય ધર્મવાળો નહિ પરંતુ સત્યરૂપ અને અસત્યને જાણનારો અસત્યરૂપ જ હોવો જોઈએ આ સિદ્ધાન્તાનુસાર ઝાડને દ્રષ્ટા પણ ઝાડ પકીનો જ ગણાય એમ અત્રે કહેવામાં આવ્યું છે, તેનો ઉદ્દેશ એવો છે કે આ વ્યવહારમાં મુખ્ય પ્રાણ કિંવા મહાપ્રાણ(વૃક્ષાંક ૬) જ અનેક શાખા પ્રતિરશાખાઓરૂપે પ્રસરેલ છે. તે જયારે વાસનાવશાત જે જે વિષયના વિવિધ પ્રકારના જ્ઞાનને અનુભવે છે ત્યારે તે દરેક જ્ઞાન વખતે તે પોતે જ જ્ઞાતા, જ્ઞાન અને યરૂપે બને છે. જેમ જળાશયમાં સંચય કરેલું પાણી પ્રથમ મોટા નળમાંથી નાના નાના નળ દ્વારા સર્વત્ર પ્રસારવામાં આવે છે અને જ્યારે નાના નળો બંધ કરવામાં આવે ત્યારે તેમાંનું પાણી પુનઃ મોટા નળમાં જ મળી જાય છે તે વખતે નાના નળનો જાણનારો* પણ નાનો નળ બંધ થતાં મોટા નળ સાથે એકરૂપ થઈ જાય છે. તેમ વ્યવહારવિષયમાં દરેક જ્ઞાન વખતે તેને જાણનારો, જાણવાપણું તથા છે અને જાણે છે તે આ બધું વેગળું ગળું જ હોય છે અને તે તે પદાર્થના જ્ઞાનને જ્યારે વિલય થઈ જાય છે ત્યારે તેના જ્ઞાતાભાવનો પણ વિલય તે સાથે અનાયાસે જ થઈ જાય છે. જેમ કે વ્યવહારમાં આ પુરતક છે એવું જ્ઞાન થયું એટલે મૂળજ્ઞાનમાંથી એક શાખા પ્રગટીને તે પોતે પુસ્તકના જ્ઞાતા, જ્ઞાન અને Bયરૂપે બની ત્યાર પછી પુસ્તકનું જ્ઞાન મટી ફળનું જ્ઞાન થયું ત્યારે પુસ્તકને જ્ઞાતા, જ્ઞાન અને ભાવ પુનઃ મૂળજ્ઞાનમાં મળી ગયો અને મૂળજ્ઞાનમાંથી ફળને જ્ઞાતા, જ્ઞાન અને ય એવી શાખારૂપ ત્રિપુટી પ્રકટ થઈક આ રીતે કાયા, વાચા, મને બુદ્ધિ ઇત્યાદિ વડે વ્યવહારમાં જે જે કાંઈ જ્ઞાન થાય છે, તે તમામ વ્યવહારજ્ઞાન વખતે આ મૂળજ્ઞાન જ વિવિધ પદાર્થોના જ્ઞાતાદિ ત્રિપુટીરૂપ શાખા, પ્રતિશાખાઓરૂપે પ્રતીતિમાં આવે છે તથા તે જ જ્યારે આ સર્વને કેવળ એક આત્માકારરૂપે અનુભવે છે ત્યારે તે સ્વતઃસિદ્ધ એવું મૂળ જ્ઞાન જ એકાકારરૂપે અનુભવવામાં આવે છે અને જ્યારે તે અનંતાકાર કિંવા એકાકારરૂપે પણ પ્રતીતિમાં આવતું નથી ત્યારે તે પોતાના વતઃસિદ્ધ સ્વરૂપમાં જ સિદ્ધ હોય છે. આમ આ એક કિંવા અનેક તત્વથી પર એવું બ્રહ્મ વા આમસ્વરૂપ જ એકના જ્ઞાતાદિ ત્રિપુટીરૂપે, એકસ્વરૂપે તથા અનંતાકારના જ્ઞાન વખતે જ્ઞાતાદિ ભિન્ન ભિન્ન અનંત ત્રિપુટીરૂપે અનુભવમાં આવે છે. જ્યારે તે એકાકાર ભાવે પ્રતીતિમાં આવે છે ત્યારે તેને જ્ઞાન એવી સંજ્ઞા લાગુ પડે છે. અને જયારે તે અનંતાકારે પ્રતીત થાય છે ત્યારે તે અજ્ઞાન એવી સંજ્ઞાને પાત્ર બને છે. આ રીતે સ્વતઃસિદ્ધ અને સ્વસંધ એવું એ મૂળજ્ઞાન જ નાનાનાનરૂપે, એકાકાર અને અનેકાકારે, જ્ઞાતા અને દ્રષ્ટાદશ્યાદિ ભાવો વડે વ્યવહારમાં પ્રતીત થતું હોવાથી અત્રે ઝાડોના દ્રષ્ટા ઝાડના જ્ઞાનની સાથે જ વિલયને પામે છે એમ કહેવામાં આવેલું છે. આ વ્યવહાર ન્યાયના જ્ઞાનવાળા દૈતવાદીઓ પુરુષ વા આત્મા અનેક છે એમ કહે છે તેનું કારણ પણ આ જ છે. તેઓએ આ કેટીમાં સ્થિત રહીને તે સિદ્ધાંત કહે છે, એમ સમજવું.
પ્રથમ ઊંચે અને પછી નીચે મૂળ કહેવાનું કારણ સારાંશ એ કે ઝાડ ઊગી નીકળ્યા પછી વાવેલા બીજની શોધ કરવા જતાં મૂળ ઊખેડી નાખવું પડશે, અને તેમ કરવા જતાં પતાસહ તમામ ઝાડ મરી જાય છે એટલે ઝાડ મરી જતાં પોતે પણ ઝાડની
- અહીં બે નળનું જોડાણ કરનારા સાંધાને જ દ્રષ્ટા વા જાણનારે સમજો અને તેમાંના પાણીને દર્શનરૂપ જાણવું તથા નળથી માંડીને નળની ચક્લી સુધીનું તેમ જ પાણીને વિવિધ પ્રકારે ઉપયોગ કરનારાઓ એ બધું દશ્યરૂપ જાણવું. આ બધું દ્રષ્ટા, દર્શનાદિનું અધિષ્ઠાન પાણું છે.