Book Title: Gita Dohan Va Tattvartha Dipika
Author(s): Krushnatmaj Maharaj
Publisher: Avdhut Shree Charangiri Smruti Trust

View full book text
Previous | Next

Page 1036
________________ ગીતાહન] અને તે ઉગામેલા ભયંકર વજ જેવું છે, તેને આત્માપ જાણનારા અમૃતત્વ મેળવે છે; [ ૯૦૭ જે વય વેદાધ્યયન કરી યોગ્ય સમયે બ્રાહ્મણ, ક્ષત્રિયો, તેમજ આશ્રીતને ધનને વિભાગ આપ અને ગાર્હસ્પત્ય, આહવનીય અને દક્ષિણગ્નિ, એ ત્રણ અગ્નિને પુણ્ય પવિત્ર ધૂમાડો સુંઘી એટલે સ્વધર્મ રીતીએ ચાલી પ્રાણત્યાગ કરે છે, તેને સ્વર્ગપ્રાપ્તિ થાય છે. જે શુદ્ર, બ્રાહ્મણ, ક્ષત્રિય તથા વૈશ્યની અનુક્રમે યથાયોગ્ય સેવા કરે છે તે થકી બ્રાહ્મણદિ, સંતૃપ્ત થઈ તેમની શુભાશિષથી તે દુઃખરહિત તથા પાપરહિત બને છે અને દેહત્યાગ પછી તેને પણ સ્વર્ગપ્રાપ્તિ થાય છે. કોઈપણ પ્રાણી દૈવ (પ્રારબ્ધ)ને ઓળંગી શકે એમ નથી. સર્વ જગત દેવાધીન છે. પ્રમાદ એટલે આત્મતત્વના અજ્ઞાનને મૃત્યુ અને અપ્રમાદ એટલે આત્મજ્ઞાનને મેક્ષ કહે છે. કર્મફળમાં આસક્તિવાળા જીવો ભોગ આપનાર કર્મને ઉદય થતાં સ્વર્ગાદિ લોકમાં જાય છે. પણ મૃત્યુને તરી શકતાં નથી. બ્રહ્મપ્રાપ્તિ કરાવનારા યોગનો લાભ ન થવાથી જ છવ કેવળ વિષયભોગની લાલસા વડે મનુષ્ય તથા પશુપક્ષ્યાદિની યોનિઓમાં વારંવાર જમ્યા કરે છે. - ઉન્નતિ ચાહનારે નિદ્રા, તંદા, ડર, ક્રોધ, આળસ અને દીર્ઘસૂત્રતા એટલે જલદી કરવાના કાર્યમાં વિલંબ કરે તે; આ છનો તુરત ત્યાગ કરવો જોઈએ. સન્માર્ગને હિતોપદેશ નહિ આપનારો આચાર્ય, મંત્રોચ્ચાર નહિ કરવાવાળો હેતા, રક્ષા કરવામાં અસમર્થ એ રાજા, કટુવચન બોલવાવાળી સ્ત્રી, ગામમાં રહેવાની ઇચ્છાવાળો ગોવાળ અને વનમાં રહેવાની ઇચ્છાવાળા હજામ એ છને તત્કાળ ત્યાગ કરવો જોઈએ. ધાર પુરુષ આત્માનું ચિંતન કર્યા કરે છે, પાસે આવેલા વિષયો તરફ તે તુચ્છ બુદ્ધિ રાખે અને તેનું ચિંતન ન કરતાં તેને નાશ કરે છે. વિષયને અનુસરનારે પુરુષ વિષયની પાછળ વિનાશ પામે છે, પણ જે પુરુષ વિષયને ત્યાગ કરે છે, તે જે જે કાંઈ દુઃખરૂપ હોય તે સર્વનો વિનાશ કરે છે. ચોતરફ દેખાતું જે આ જગત સત્ય જેવું જણાય છે, તે નિર્વિકારી સર્વેશ્વર્યસંપન્ન પરમાત્મા જ છે. મોક્ષની પ્રાપ્તિમાં સંન્યાસ તથા ઉપાસને સહિત નિષ્કામ કર્મ એ બંને ઉપયોગી છે. જે દેશમાં પિતાનું માહાસ્ય પ્રગટ ન કરવાથી અમંગળ ભય આવી પડ હોય, તેવા ભય આપનારા દેશમાં જઈ ચઢતાં પણ જે પિતાની શ્રેષ્ઠતા પ્રકટ કરતા નથી, તે મનુષ્ય એક છે, બીજો નહિ. તરો જેમ પોતાના અકલ્યાણ માટે નિત્ય પોતાને એકલું ખાય છે, તેમ જે સંન્યાસીઓ પિતાને પાંડિત્ય દર્શાવીને ભિક્ષાની ઇચ્છા કરે છે, તે પિતાનું એકલું ખાવા સમાન ખાય છે. જે પુરુષ દેહાદિકથી વિપરીત એવા આત્માને દેહાદિકાપે માને છે, તે (સમગ્ર) આત્માની ચેરી કરનાર ચોરે કર્યું પાપ કર્યું નથી? ગમે તેટલા મોટા પાત્રમાં એક નાનું સરખું પણ છિદ્ર હોય, તો તેમાંનું બધું જ પાણી ગળી જાય છે, તેમ માણસની ગમે તે એક ઈન્દ્રિય પણ જે કાબૂ વિનાની હેય, તે તેની તમામ બુદ્ધિ હરાઈ જાય છે. જ્ઞાન વડે મનને વશ કરવું; મન વડે ચહ્યું અને કન્દ્રિયોને વશ કરવાં; ચક્ષુ અને કર્ણજિયો વડે હાથ પગને વશ રાખવા તેમ જ વિવેક અને શૈર્ય વડે ઉપસ્થ તથા ઉદરને વશ રાખવાં. આશા પૈયને હરી લે છે, ઇર્ષ્યા ધર્મનું હરણ કરે છે. ધ શ્રીનું હરણ કરે છે, કુસંગતિ ચારિત્ર્યનું હરણ કરે છે, કામ લજજાને હરે છે, વૃદ્ધાવસ્થા રૂપને હરે છે, મૃત્યુ પ્રાણુને હરે છે અને અહંકાર સર્વવનું હરણ કરે છે. - બીજાઓને જીતવા કરતાં પિતાને જીતવું એ શ્રેષ્ઠ છે. પિતાને જીતનાર મહાત્માના જયને ફેરવીને તેને પરાજ્ય કરવા કેઈ સમર્થ નથી. | હે લાવવાનું રહી ગયેલે કિંચિત અગ્નિ, કરજ ભરતાં ભરતાં રહી ગયેલું છે પણ કરજ અને મરતાં મરતાં રહી ગયેલો નાનો સરખો શણ, થોડી વારમાં જ વધી જાય છે અને તે સર્વસ્વનો નાશ

Loading...

Page Navigation
1 ... 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042 1043 1044 1045 1046 1047 1048 1049 1050 1051 1052 1053 1054 1055 1056 1057 1058 1059 1060 1061 1062 1063 1064 1065 1066 1067 1068 1069 1070 1071 1072 1073 1074 1075 1076 1077 1078