________________
૯૧૪ ]
ततः सर्गेषु लोकेषु शरीरस्वाय कल्पते ॥ कठ.
[ અભિપ્રાય
છે. સાથે સાથે ભારતીય રાજનીતિ તથા ભારતીય ઇતિહાસ જોડે સંબંધ રાખવાવાળી અનેક સમસ્યાઓ તથા પ્રશ્નો પર ગીતાએ ખૂબ સુંદર રીતે પ્રકાશ પાડ્યો છે, અને સરળ વ્યાવહારિક માર્ગ બતાવ્યા છે, ગીતાનું તે માર્ગદર્શન તે સંકેત આજે પણ અમારે માટે એટલું જ ઉપયોગી અને કામનું છે કે જેટલું એ હજાર વર્ષ પૂર્વે હતું.
-મહોદય શ્રીચાર્લ્સ જોન્સ્ટન સાહિત્ય-ભંડારનું અમૂલ્ય રત્વઃ ભૂમંડળના (જગતના) સાહિત્ય ભંડારમાં શ્રીભગવદ્દગીતા એક અમૂલ્ય, અદિતિય, તેમજ અનુપમ રન છે. હિન્દુ ધર્મના મુખ્ય-મુખ્ય દાર્શનિક વિચાર, વૈજ્ઞાનિક સિદ્ધાંત, ધાર્મિક તત્વ, નૈતિક ઉપદેશ તેમ જ જ્ઞાન, વેગ, ભકિતમાર્ગોનાં સાધન વગેરે બધી બાબતોનું આ અમૂલ્ય ગ્રંથમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
-લાલા કોમલ એમ. એ. | ગીતામાં અવતાર સિદ્ધાંતઃ ભગવદગીતા મહાભારતને મહત્વપૂર્ણ અંશ છે. તે એક નાય પલા કાવ્ય છે. અને તેની શિલી કઈ કઈ કટોના સંવાદ (Dialogue of Plato)ને મળતી છે. વિષ્ણુ અવતાર શ્રીકૃષ્ણ અને મહાભારતના ચરિત્રનાયક વોર અનનો સંવાદ તેનો વિષય છે. ભગવદગીતાને બધે જ મહાન, આદર છે અને હિન્દુ જાતિના વિચાર તથા વિજ્ઞાન પર તેના સિદ્ધાંતોને ઊંડે પ્રભાવ છે. તે સિદ્ધાંત માં ઈશ્વરાવતારનો સિદ્ધાંત પણ મળી રહે છે જેની ઉપર હિન્દુ જાતિને અટલ વિશ્વાસ છે.
–રેવેન્ડ ઈ. ડી. પ્રાઈસ ગીતા ધર્મને ભંડાર છે. મારો વિશ્વાસ છે કે મનુષ્ય જાતિના ઇતિહાસમાં સૌથી ઉત્કૃષ્ટ જ્ઞાન અને અલૌકિક શક્તિસંપન્ન પુરુ ભગવાન શ્રીકૃગુ થયા છે. મારો બીજો વિશ્વાસ એ છે કે જગતની પ્રચલિત ભાષાઓમાં જે ભગવાન શ્રીકૃષ્ણની કહેલી ભગવદ્ગીતા સમાન નાના કદમાં આટલો મહાન જ્ઞાનપૂર્ણ બીજો કોઈ ગ્રંથ નથી.
વેદ અને ઉપનિષદોને સાર આલેક અને પરલેક બનેમાં મંગળમય માર્ગને દેખાડવાવાળો, કર્મ, જ્ઞાન, અને ભક્તિ એ ત્રણ માર્ગ દ્વારા મનુષ્યને પરમ શ્રેયની સાધનાને ઉપદેશ કરવાવાળો, બધાથી ઊંચું જ્ઞાન, સૌથી વિમલ ભકિન, સૌથી ઉજજવલ કર્મ, યમ, નિયમ, ત્રિવિધ તપ, અહિંસા, સત્ય અને દયાના ઉપદેશની સાથે સાથે ધર્મને માટે ધર્મનું અવલંબન કરવાનું અધમને ત્યાગ કરી, યુદ્ધ કરવાનો ઉપદેશ કરવાવાળો, તે અદ્દભુત ગ્રંથ છે; જેમાં અઢાર નાના અધ્યાયમાં જેટલું સત્ય એટલું જ જ્ઞાન, એટલા જ ઊંચા સાત્વિક ઉપદેશ ભર્યા છે કે જે મનુષ્યમાત્રને નીચામાં નીચી દશાથી ઉપાડી દેવતાઓ સાથે બેસાડી દેવાના શકિત ધરાવે છે. પૃથ્વી મંડળમાં મારા ખ્યાલ પ્રમાણે ભગવદ્ગીતા જેવો બીજો ગ્રંથ નથી. ગીતા ધર્મના ભંડાર છે. કેવળ હિન્દુઓનો નહિ પરંતુ સારાય જગતના મનુષ્યાનું ધન છે. જગતના અનેક દેશોના વિદ્વાનોએ તેનો અભ્યાસ કરી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરવાવાળા પરમ પુરુષના શુદ્ધ સર્વોત્કૃષ્ટ જ્ઞાન અને તેના ચરણમાં નિર્મળ, નિષ્કામ અને પરમ ભક્તિની પ્રાપ્તિ કરી છે. એ પુરુષ અને સ્ત્રી ઘણાં જ ભાગ્યવાન છે કે જેઓને આ સંસારના અહંકાસથી ભરેલા ઘણા II માર્ગોમાં પ્રકાશ દેખાડવાવાળો નાને પરંતુ અક્ષય, નેહપૂર્ણ, ધર્મ-પ્રદીપ પ્રાપ્ત થયો છે. જેમને આ ધર્મ-પ્રદીપ પ્રાપ્ત છે તેઓને તે પણ ધર્મ છે કે તે મનુષ્યમાત્રને આ પવિત્ર મંથનો લાભ પહોંચાડવા પ્રયત્ન કરે..
મારી આ અભિલાષા અને જગદાધાર જગદીશને પ્રાર્થના છે કે હું મારા જીવનમાં એ સમાચાર સાંભળી લઉં કે મેટામાં મેટાથી લઈને નાનામાં નાના સુધીમાં દરેક સનાતની હિન્દુના ઘરમાં એક ભગવદગીતાનું પુરતક ભગવાનની મૂર્તિની સમાન ભકિતની ભાવના સાથે રાખવામાં આવે અને હું તે પણ સાંભળું કે જુદા જુદા ધર્મમાં માનવાવાળા, આ દેશના કે જગત ઉપરના બીજા દેશોના રહેવાસીઓ પણ ભગવદ્દગીતાના પ્રચારના આ કાર્યના મહત્વને ઉપર્યુકત સુવિચારી ભક્તિ, જ્ઞાન અને ધનથી સુસમર્થિત થઈ ગયા છે,
–માનમોહન માલવીયા