________________
ગીતાદેહન ]
તેને બ્રહ્મરૂપે જાણનારે શરીરના વિસજન પૂર્વે જ મેક્ષભાગી થાય છે,–
[ ૯૧૩
છે તa" - શ્રીમદ્દભગવદ્ગીતા માટે વિદ્વાનોના અભિપ્રાયો
વિવેકવૃક્ષને બગીચા : ગીતા વિવેકરૂપી વૃક્ષને એક અપૂર્વ બગીચો છે, તે બધાં સુખોની ખાણ છે. સિદ્ધાંતોનો ભંડાર છે. નવરસરૂ ની અમૃતથી ભરેલો ભંડાર છે. મોક્ષપ્રાપ્તિનું સાધન છે. બધી વિદ્યાની મૂળ ભૂમિ છે. અરોષ શાસ્ત્રોના આધાર છે. બધા ધર્મોની માતૃભૂમિ છે. સજજનાનો પ્રેમાળ મિત્ર છે. સરરવતીના લાવણ્યરત્નનો ભંડાર છે. ગીતા જ્ઞાનરૂપી અમૃતથી ભરેલ ગંગાજી અને વિવેકરૂપી ક્ષીરસાગરની નવલક્ષ્મી છે.
--મહાત્મ જ્ઞાનેશ્વર અત્યંત તેજસ્વી નિર્મળ હીરો : શ્રીભગવદગીતા અમારા ધર્મગ્રંથાનો એક અવન્ત તેજસ્વી અને નિર્મળ હીરો છે. પિડ-બ્રહ્માંડ-જ્ઞાન સહિત આત્મવિદ્યાના ગુઢ અને પવિત્ર તત્તવોને ટૂંકમાં અને સ્પષ્ટ રીતે સમજાવી દેનારો, તે તોના આધાર ઉપર મનુષ્યમાત્રને પુરુષાર્થની અર્થાત આધ્યામિક પૂર્ણાવસ્થાને પરિચય કરાવી દેવાવાળે અને તે દ્વારા સંસારના દુઃખિત મનુષ્યને શાંતિ આપી તેને નિષ્કામ કર્તવ્યાચરણમાં લગાવી દેવાવાળે ગીતા જે બાળબોધ ગ્રંથ, જગતના કોઈપણ સાહિત્યમાં નહિ જડે, તો પછી સંરકતની તે વાત જ કયાં? તેમાં આત્મજ્ઞાનના અનેક સિદ્ધાંત એવી સરળ ભાષામાં લખવામાં આવ્યા છે કે જે વૃદ્ધો અને બાળકોને માટે સમાન હોઈ સરળ છે અને તેમાં જ્ઞાનયુક્ત ભક્તિરસ અખૂટ ભરેલો છે. જે ગ્રંથમાં સમસ્ત વૈદિક ધર્મનો સાર, સ્વયં શ્રીકૃષ્ણ ભગવાનની વાણીરૂપે સંગ્રહિત કરવામાં આવ્યો છે, તેની યેગ્યતાનું વર્ણન કેમ થઈ શકે ?
–લેકમાન્ય તિલક ગીતામાં ઈશ્વરવાદઃ ભવિદ્દગીતા યથાર્થ રીતે કહીએ તે હિંદુઓને બ્રહ્મવાદને નહિ પરંતુ પ્રાધાન્યતઃ તેમના ઈશ્વરવાદનો ગ્રંથ છે, એ વાતને ન તે અમારા દેશના લોકેએ, ન તે ગીતાના બનાવો અને તેના સાર્વભૌમ સિદ્ધાંત પર મુગ્ધ થનાર વિદેશીઓએ હદયથી નિશ્ચય કર્યો હોય એમ પ્રતીત થાય છે.
–શ્રી વિપીનચંદ્ર પાલ ગીતાની વ્યાપક દષ્ટિ : શ્રીભગવદ્દગીતા ભારતવર્ષને ઉત્તમ કોટિનો અને જગતનાં ગંભીર શાસ્ત્રોમાં મુકુટમણિ છે, કાવ્યની સુષમા અને શક્તિનો તે એક અક્ષય ભંડાર છે. તેનું પાત્ર સમરાંગણની શૌર્યપૂર્ણ અત્યંત પ્રભાવશાળી યોજનામાં, તેનો વિરચિત દર્પ અને પ્રતાપને કારણે બધાનું ધ્યાન ખેંચે છે. નિરાશા, સન્ડેડ અને અવસાદને કારણે અર્જુન આપણને કેટલો “માનવ” માલુમ પડે છે અને ત્યાં જ આપણું ગૌરવપૂર્ણ, સુદઢ, પ્રભાવશાળી વ્યક્તિત્વને કારણે શ્રીકૃષ્ણ કેટલા અલૌકિક લાગે છે? અને તે બંને પ્રકારનું વ્યકિતત્વ કેટલું સુસ્પષ્ટ સજીવ અને જગતના સનાતન સત્યનું અમર પ્રતીક છે. એટલું જ કેમ, ગીતા ઈશ્વરીય પ્રેરણ. ભાવભરી ભક્તિ અને માનવ હદયને પારખવાવાળો સૂકમ અંતર્દષ્ટિથી સંપન્ન છે કિંવા પૂર્ણપણે ઓતપ્રેત છે. અમારા કર્મ સંપાદનમાં નાના પ્રકારની પરસ્પર વિરોધી ભાવનાઓ વારંવાર આવી ને આપણને વિચલિત કરી દે છે, સ્વાર્થની બેડીઓ હદયની અવહેલના કરી આપણને ' | પરમાત્મપથમાં આગળ વધવા દેતી નથી, હૃદયની સૂક્ષ્મ પ્રેરણું અને સૂચનાઓની અવહેલના કરી મન માને તેમ ચાલવાને જે આપણે સ્વભાવ બની ગયો છે, ગીતામાં તે બાબતનું ખૂબ વિશદ વિવેચન થયું છે, અને તેનું અત્યંત સ્પષ્ટ દર્શન પણ આપણને થાય છે, તે પણ ગંભીર આત્મચિંતનની આવશ્યક્તાની ગીતા અવહેલના નથી કરતી, તેનો સ્વીકાર કરે છે અને તે જ કારણે ભારતીય દર્શનના વિકાસની એક એક અવસ્થાનો, તેમ જ તક અને અધ્યાત્મ શાસ્ત્રના અત્યંત સમ તને પણ ગીતામાં સમુચિત સમાવેશ