________________
૯૧૮ ]
यथा स्वप्ने तथा पितृलोके
[ અભિપ્રાય
| ગીતામાં સર્વધર્મતત્વઃ શ્રીકૃષ્ણના ઉપદેશમાં શાસ્ત્રકથિત પ્રાયઃ બધા જ ધાર્મિક વિષયોનું તત્ત્વ આવી જાય છે. તેની ભાષા એટલી ગંભીર અને ઉત્કૃષ્ટ છે કે જેથી તેનું ભગવદ્ગીતા અથવા ઈશ્વરીય સંગીતના નામથી પ્રસિદ્ધ હોવું ઉચિત છે.
--જસ્ટીસ. કે. ટી. તૈલંગ ચમત્કારપૂર્ણ કાવ્યઃ ભારતના વમયને બહુશાખ વૃક્ષ ઉપર ભગવદ્ગીતા એક અત્યન્ત સુંદર એવું માસંપન્ન સુમન છે. આ અયુત્તમ ગીતમાં આ પ્રાચીનમાં પ્રાચીન તથા નવીનમાં નવીન પ્રશ્નનું વિવિધ પ્રકારે વિવેચન કરવામાં આવ્યું છે કે “મોક્ષોપયોગીજ્ઞાન કેમ પ્રાપ્ત કરી શકાય? શું આપણે કર્મથી ધ્યાનથી યા ભકિતથી ઈશ્વર સાથે એકતા પ્રાપ્ત કરી શકીએ છીએ ? શું આપણે આત્માની શનિના લાભને માટે આસકત અને વાર્થબુદ્ધિથી રહિત થઈને સંસારના પ્રભથી દુર ભાગવું જોઈએ ?”
આ ચમત્કારપૂર્ણ કાવ્યમય ગ્રંથમાં આપણને તે વિચાર વારંવાર નિત્ય નવા રૂપમાં મળે છે. ભગવદ્દગીતાની ઉત્પત્તિ દર્શનશાસ્ત્ર અને ધર્મમાંથી થઈ છે, તેની અંદર આ બંને ધારાઓ સાથે સાથે પ્રવાહિત થઈને એક બીજાને મળી જાય છે. ભારતીઓના મનોભાવનો અમારા જર્મન દેશવાસીઓ ઉપર મહાન પ્રભાવ પડ્યો છે અને તે કારણે અમારું મા વારંવાર ભારત દેશ તરફ આકર્ષિત થાય છે.
--શ્રીમતી કે. એલ. જે. લ્યુડર્સ સાહિત્યનું સર્વોત્કૃષ્ટ રત્નઃ આધુનિક કાળમાં સજજનગણ, તત્પરતાની સાથે ભારતના સાહિત્યના સર્વોત્કૃષ્ટ રત્ન, ગીતાને પ્રચાર કરી રહ્યો છે. જો આ પ્રગતિ તે પ્રકારની રહેશે તે આગામી સન્તાન વેદાન્ત સિદ્ધાન્તના પ્રત્યે અધિક મ્યો પ્રકટ કરી તેનું પાલન કરશે.
– સર જોન વુડરેક અમર ગ્રન્થ: ગીતા કેવળ હિન્દુઓનું નહિ પરંતુ જગતની બધી જાતિઓનું ધર્મપુસ્તક છે. પ્રત્યેક મનુષ્ય આ અમર મંથને ધ્યાનપૂર્વક અને પક્ષપાત રહિત થઈને વાંકે જોઈએ. પછી ભલે તે બીજા ધર્મ અને ધર્મગુરુને માનતો હેય. ગીતાની એક એક પંકિત, એક એક શબ્દ, પવિત્ર વિચારોથી સુભિત છે. તેમાં એક છેડાથી બીજા છેડા સુધી આધ્યાત્મિકતા હેમસત્ર માફક ઓતપ્રેત છે. ગીતાને જે દિવ્ય જ્ઞાનની ખાણ કહેવામાં આવે તે કઈ અત્યુકિત કહી શકાય નહિ. જે તેના તત્ત્વને બરાબર સમજવા ઇચ્છા હોય અને તેના દાર્શનિક વિચારોને આપણા જીવનના એક અંગરૂપ બનાવવા માગતા હોઈએ તે તેનો વારંવાર શુદ્ધ હદયથી એક ચિતે અભ્યાસ કરવો જોઈએ.
–શ્રી કૈખુશરૂ જે. દર
એમ. એ. એલએલ. બી. ગીતામાં સમર્પણ: શ્રીમદ્દ ભગવદ્ગીતાને લાગે મનુષ્યોએ સાંભળી, વાંચી તથા વંચાવી છે અને
પરાયણ કરવામાં આ પુસ્તક ખૂબ આશાજનક સિદ્ધ થયું છે, તેની ધારણા બીલકુલ નિરાધાર નથી, કેમ કે ગીતાને સુંદર સંદેશ અનંત પ્રેમાભિલાષીઓ માટે પ્રત્યેક સ્થાન અને સમય પર પોતાની અસીમ કયાની વર્ષા કરવી તથા જીવનમાં બધાં કાર્યો, પરમાત્માની નિઃસ્વાર્થ સેવા નિમિતે સમર્પણ કરવાં તે છે.
–ો. લીઓનેલ. ડી. બેરેટ ગીતા અસાધારણ ગ્રંથ છે. માનસિક વિકાસના નિમિત્તે ગીતાનું અધ્યયન કરીને અટકી જવું તે ઠીક નથી, પરંતુ તેના સિદ્ધાંતને થે અંગે કાર્યએ ઉતારવા તે આવશ્યક છે. ગીતા કેઈ સાધારણ સંગીત અથવા ગ્રંથ નથી. ભગવાન શ્રીકૃષ્ણે તેને ઉપદેશે તેવા સમયે આ હતો જયારે તેને આમા અત્યંત પ્રબુદ્ધ હતા.
– બીસેન