________________
ગીતાદેહન]
જેવી રીતે દર્પણમાંના પ્રતિબિંબ દર્પણથી અભિન્ન છે –
(૯૧૭
અર્જન કરતાં કરતાં શ્રદ્ધાભકિતપૂર્વક ગીતાનું શ્રવણ અધ્યયન કરે અને એવી રીતે ભગવાનની આજ્ઞાનુસાર યથાયોગ્ય તૈયારી સાથે સાધનામાં લાગી જાય, જે પુરુષ આ પ્રકારે કરે છે તેને અંતઃકરણમાં રોજ નવી નવી પરમ આનંદદાયક અનુપમ અને દિવ્ય ભાવોની રફુરણાઓ થતી રહે છે અને સર્વથા શુદ્ધ અંતઃકરણ થઈને ભગવાનની અલૌકિક કૃપા અમૃતના રસાસ્વાદને અનુભવ કરતાં તે શીધ્ર ભગવાનને પ્રાપ્ત કરે છે.
પવિત્ર જળાશય: પ્રાચીન કાળની બધી સ્મરણીય વસ્તુઓમાં ભગવદ ગીતાથી શ્રેષ્ઠ કઈ વસ્તુ નથી. ભગવદ્દગીતામાં એટલું ઉત્તમ અને સર્વવ્યાપી જ્ઞાન છે કે તેના લખનાર દેવતાને થયે અગણિત વર્ષો થયાં છતાં ૫ તેના સમાન બીજો એક પણ ગ્રંથ અદ્યપર્યત લખાયો નથી. ગોતાની સાથે તુલના કરતાં મને જગતને આધુનિક સમસ્ત જ્ઞાન તુચ્છ લાગે છે. વિચાર કરતાં આ ગ્રંથનું મહત્વ અને એટલે અધિક માલમ પડે છે કે આ તત્વજ્ઞાન કેઈ જુદા જ યુગમાં લખાયેલું હોવું જોઈએ. હનિય પ્રાતઃકાળમાં મારાં હૃદય અને બુદ્ધિને ગીતારૂપી પવિત્ર જળાશયમાં સ્નાન કરાવું છું..
– મહાત્મા થેરે સંસારને સામાન્ય ગ્રન્થઃ ગીતાનું તત્ત્વ બહુ જ ગહન છે. તેના એકે એક ગ્લૅક ઉપર મહાભારત સમાન મળ્યો લખી શકાય તેમ છે. ગોતાના વિમળ વિવેચનાઓ જોઈને ચાહે કોઈ પણ દેશનો વિદ્વાન હોય, તે નિશ્ચિત ચકિત થઈ જાય છે. સુરભારતી ( ભારતના ) લોકેાની તો કહેવાની વાત જ કયાં? જે ગીતાને સારી દુનિયાના લોકે સન્માનની દૃષ્ટિથી જુએ છે તે ગીતા સાધારણું પુરતક નથી.
–મહામહોપાધ્યાય પંડિતપ્રવર શ્રી લક્ષ્મણ શાસ્ત્રી દ્રાવિડ સર્વપ્રિય કાવ્યઃ આટલા ઉચ્ચ કોટિના વિદ્વાને પછી જે હું આ આશ્ચર્યજનક કાવ્યનું અનુવાદ કરવાનું સાહસ કરી રહ્યો છું, તે વિદ્વાનોના પરિશ્રમમાંથી કેવળ ભગવદ્દ ( ગીતારપી) લાભ ઉઠાવ્યાની
મૃતિમાં છે, અને તેનું બીજું કારણ એ પણ છે કે ભારતવર્ષના આ સર્વપ્રિય કાવ્યમય દાર્શનિક ગ્રન્થ વિના અંગ્રેજી સાહિત્ય જરૂર અપૂર્ણ રહેશે.
–સર એડવિન આરા આર્ય જાતિને જીવન-પ્રાણ? ગીતા જે દિવ્ય સંદેશને ઇતિહાસ છે. સદા સર્વદા આર્ય જાતિને જીવન-પ્રાણ રહ્યો છે, આ ગ્રંથનું નિર્માણ પ્રધાનતઃ આર્ય જાતિ માટે જ થયું છે અને સારાય જગતની ભલાઈન માટે ભારતીય આર્યોએ સૈકાઓથી તેનું રક્ષણ કર્યું છે.
ડો. સર સુબ્રમણ્ય અથર
કે. સી. આઈ. ઈ. એલ. એલ. ડી. ગીતા નિત્ય નવીનઃ જગતના સંપૂર્ણ સાહિત્યમાં જે તેને સાર્વજનિક લાભની દષ્ટિએ જોવામાં આવે તે ભગવદગીતા સમાન અન્ય કોઈ પણ કાવ્ય નથી. દર્શનશાસ્ત્ર હોવા છતાં પણ આ સર્વદા પવને પ્રકાર નવીન અને રસપૂર્ણ છે. આમાં મુખ્યતઃ તાર્કિક શૈલી હોવા છતાં પણ આ એક ભકિતમન્ય છે ને ભારતવર્ષના પ્રાચીન ઇતિહાસના અત્યન્ત ઘાતક યુદ્ધને એક અભિનયપૂર્ણ દૃશ્ય-ચિત્ર હોવા છતાં પણ શાંતિ તથા સક્ષમતાથી પરિપૂર્ણ છે. અને સાંખ્ય-સિદ્ધાંત પર પ્રતિષ્ઠિત હોવા છતાં પણ તે આ
સ્વામિની અનન્ય ભકિતનો પ્રચાર કરે છે. અધ્યયન માટે આથી અધિક સામગ્રી બીજે કયાં ઉપલબ્ધ હોઈ શકે ?
–જે. એન. ફરકયુહર. એમ. એ.