________________
મૃ: સ મ ગત
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીર અ૭ ૧૬/ર૩
કેઈને પગ એક, તે કોઈને આંખ એક, તે કઈને કાન એક, કેઈના કાન ગધેડા જેવા, તે કેઈનું મોટું ઘોડા જેવું, કોઈને કાન લાંબો, તો કેઈની દાઢ હળ જેવી, કાઈના દાંત મુખની બહાર આવેલા, કાઈ નાક વિનાના, તો કેાઈનું નાક મોટું અને કેઈન શરીર ઉપર વાળનું જાળું જ બંધાયેલું હોય છે ત્યારે કેટલાકના શરીર પર તે વાળ જ હોતા નથી, તે કેઈના વાળ માંજરા, કોઈને ધોળા, કેઈને પીંગળા, તે કેઈના તીક્ષણ હોય છે. કેટલાકે તે કેડ નીકળેલા, કેાઈ કાંગડા જેવા કાળા રંગના, કઈ ભૂખરા રંગના અને કઈ કોઈ તો લાલ શરીરના હોય છે. તાત્પર્ય કે, આવી જાતના અનેક પ્રકારના લોકે પોતપોતાની જાતની સ્ત્રી અને પુત્રો વિષે આપની જેમ પ્રેમ અને સુખનો અનુભવ મેળવે છે. ઉપરાંત આ જગતની અંદર સાધનભૂત માનવામાં આવેલી બધી વસ્તુઓમાં સ્ત્રી શરીર એ મુખ્ય હેઈ તે દરેકને ઘણું જ પ્રિય લાગે છે. અને જેના ઉપર મોટા મોટા ડાહ્યા અને બુદ્ધિમાનો પણ મોહિત થાય છે તેવું છે. આ સ્ત્રી શરીર અને સ્ત્રીઓને અત્યંત પ્રિય એવું આ પુરુષ શરીર, ખરી રીતે વિચારી જોતાં કેવું છે. તેનો જરા સૂક્ષ્મદ્રષ્ટિથી વિચાર કરો. તે માંસથી લપેટાયેલું છે, લોહીથી ખરડાયેલું નસોથી બંધાયેલું છે અને ચામડીથી મઢેલું છે. અંદર હાડકાંને માળા છે અને બહાર તો ઝીણી ઝીણી રુંવાટી ચાટેલી છે. તે કફ, વાત અને પિત્તથી ભરપૂર હોઈ મળમૂત્રથી ખરડાયેલું છે. અરે શુક્ર અને શેણિત વડે બનેલા અને યોનિ દ્વારા જન્મેલા એવા આ અમંગળ દેહને પણ અતિ પ્રિય ગણવામાં આવે છે, એ કેવો ચમકાર છે ! અત્યંત ચિતરી ચડે કિંવા સાંભળતાં વેંત જ ધ્રુજારી ઉપજે એવા આ અમંગળ દેહ ઉપર પણ જે પ્રેમ કરે છે તેમનામાં અને વિષ્ટામાંના કીડાઓમાં શું ફરક છે? હે રાજન જે આ શરીર આપને અત્યંત પ્રિય લાગે છે તેની ત્વચા, માંસ, લેહી વગેરેની જુદી જુદી સ્થિતિઓ સારી રીતે ધ્યાનપૂર્વક વિચારમાં લો. એવો જ પ્રકાર બીજા તમામ વિષયો કિંવા ભોગ્ય વરતુઓને માટે પણ સમજવો. ગળ્યું, ખાટું વગેરે ભોજનના જે છ રસો છે તેનું પરિણામ શું થાય છે? તેનો પણ જરા સમદષ્ટિથી વિચાર કરી જુઓ. કઈ પણ વસ્તુનું ભક્ષણ કરે પરંતુ છેવટે તેની વિષ્ટા જ થવાની એવો બધાનો અનુભવ છે. માટે હે રાજપુત્ર! જગતમાં આ પ્રકાર જ જ્યાં ત્યાં જોવામાં આવતો હોવાથી તેમાં પ્રિય છે અને અપ્રિય શું ?(જુઓ દત્ત પરશુરામ હેમલે ખા અને હેમચૂડને સંવાદ) આ મુજબ કામ ઉત્પન્ન થવાથી ક્રમે ક્રોધ, સંમોહ તથા છેવટે બુદ્ધિનાશ થાય છે.
पतैविमुक्तः कौन्तेय तमोद्वारैक्षुिभिर्नरः । आचरत्यात्मनः श्रेयस्ततो याति परां गतिम् ॥२२॥
અધર્મના દ્વારરૂપ આ ત્રણને ત્યાગ આ પ્રમાણે વિષય એ કેવળ વિષરૂપ હોઈ મિથ્યા છે, તેનો અધર્મને લીધે વારંવાર અમાસ થવાથી મનષ્ય તેમાં આસક્ત બની જાય છે. તેમ છતાં તેને તે વિષયોગ મેળવવાની ઇચ્છા એટલે વાસના કિંવા કામના જાગ્રત થાય છે. આ રીતે કામાસકત બનેલાને તે વિષયો પાપ્ત નહિ થતાં ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધને લીધે તે મોહવશ થાય છે અને મોહવશતાને લીધે તેની સારાસાર વિવેકબુદ્ધિ નષ્ટ થવા પામે છે. આમ નશાના ઘેનમાં ચકચૂર થયેલ અથત સ્વસ્વરૂપથી ભ્રષ્ટ થયેલો તથા વિષયોમાં જ આસન બનેલો આ અધાર્મિક પુરુષ આયુરી સંપત્તિવાળા કહેવાય છે. આ રીતે પુરુષ પોતે પોતાના હાથે જ પોતાને વિનાશ કરી લે છે. તસ્માત હે પાર્થ! આત્મરૂપ પ્રકાશથી વિરુદ્ધ અશાસ્ત્રીય એવા અંધકાર કિંવા અધર્મના દ્વારા આ ત્રણ એટલે કામ, ક્રોધ અને લોભને તું ત્યાગ કર.
શાસ્ત્ર અને અશાત્ર કેને કહેવું હે કૌતેય! તમ અર્થાત અંધકાર, અજ્ઞાન,અધર્મ કિંવા અશાસ્ત્રીય અને નરકમાં નાખનાર કામ, ક્રોધ અને લેભ એ ત્રણના જડબામાંથી તદન છૂટેલે પુરુષ ધર્મરૂપ એવા આત્મશ્રેયને જ આચરે છે અને