________________
ગીતાદેહન )
ત્યાં વિહતને પણ ભાસ થતું નથી, તે પછી અગ્નિની તે વાત જ શી ?
[ ૮૯
મહર્ષિ વસિષ, વિશ્વામિત્રાદિના મંતવ્ય શ્રીમહર્ષિ વસિષ્ઠ બોલ્યાઃ હે સભાસદે ! કલિયુગ અતિ ઘોર પાપથી ભરેલો છે છતાં તેમાં પણ સાચા લિથી ભગવાનની ભક્તિ કરતાર કેવી ઉચતમ સ્થિતિએ પાંચે છે તે તમેએ આ મહાત્માના ઉદાહરણ ઉપરથી પ્રત્યક્ષ અનુભવ્યું છે. શુદ્ધ અંતઃકરણપૂર્વક સાચી જિજ્ઞાસાથી અને વ્યવહારાસક્તિથી રહિત બની નિષ્કામભાવે ભગવાનનું નામસ્મરણ કરનાર કેવા તાદામ્યભાવ ની પ્રાપ્તિ કરી શકે છે તે જુઓ! હવે આ મહામાની હું તમને વ્યવહારદષ્ટિ એ ઉચિત એવી સંક્ષેપમાં ઓળખ આપું છું, તે સાંભળે.
એક વખતે બ્રહ્મલોકની સભામાં આ સાક્ષાત વૈકુંઠાધિપતિ ભગવાનનું આગમન થયું હતું. તે વખતે સભામાં તરવવિષયક ચર્ચા ચાલી રહી હતી. ભગવાનના સાચા રવરૂ૫ના નિર્ણય સંબંધે મહાત્મ અહેરાત્ર કહેલા ઉપદેશની તુલ્ય મારો ઉપદેશ ચાલુ હતો તે સાંભળીને ભગવાન આંત આનંદિત થયા અને તેમણે મારા ઉપર પ્રસન્ન થઈ મને વચન આપ્યું કે કલિયુગના સુમારે પાંચ હજાર વર્ષોને કાળ વ્યતીત થયા પછી લોકોમાં સાચા સ્વરૂપના જ્ઞાનનો પુનરુદ્ધાર કરવાના ઉદ્દેશથી જંબુદ્વીપ મળે તારા કુળમાં હું જન્મ લઈ આ જ્ઞાન જગતમાં પ્રસિદ્ધ કરીશ. તે વચનાનુસાર ભગવાનના એ અનુગ્રહને લીધે મારા ગોત્રમાં તેઓએ તપતી અને સત્પાત્ર બ્રાહ્મણકુળમાં મારા કુળના અશ્વને દીપાવતો સૂર્ય પ્રભાસમો આ અવતાર લીધો છે અને કાળદેશને અનુસાર સત્ય જ્ઞાનનો બોધ જગતને આપ્યો છે, કલયુગ સમાં મહાન ઘોર તથા પાપકર્મો કરવામાં જ પ્રોતિ રાખનારા કેમાં પણ ખરેખર અંતઃકરણપૂર્વક ઈશ્વરપ્રાપ્તિની ઇચ્છા થાય તો તે ટલી બધી સણમ છે તેનું આ પ્રત્યક્ષ ઉદાહરણ છે. સત્યયુમના મોટા મેટા મહષિએસમાં આ અવતરિક મહાપુરુષને આશિષ સહિત આત્મરૂપે પ્રણામ છે.
વિશ્વામિત્ર બેલ્યાઃ હે સભાસદે! મહર્ષિ વસઈજીએ કહ્યું તે બિલકુલ યથાર્થ છે. વેદ વેદાંગાદિના સાર૫ પ્રતિસ્મૃતિમાન્ય એવું ગહન જ્ઞાન જે કલિયુગમાં અતિશય દુર્લભ છે, તે જ્ઞાન પ્રાકૃત ભાષામાં અતિસુલભ અને સરળ ભાષામાં સયુક્તિક પદ્ધતિથી કહેલું છે. તેવા બ્રહ્મસ્વરૂપ અવતારિક મહાત્માને આશિષ અને પ્રણામ કરવાં ઉચિત છે.
શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યાઃ મેં દ્વાપર યુગની અંતમાં મારા જ અંશરૂપ એવા અર્જુનને નિમિત્ત બનાવી મહાભારતના યુદ્ધ સમયે જે ગુહ્યતમ જ્ઞાન લેકકલ્યાણાર્થે કહ્યું હતું તેને ખરો અર્થ જગતમાંથી લુપ્ત થવાને લીધે અજ્ઞાનતાથી મિથ્યા વિતંડાવાદ વધવા પામ્યા હતા. તે જ્ઞાનને સાચા અર્થ હવે મારા જ સ્વરૂપમાં આ અવતારિક મહાપુરુષ દ્વારા લેકમાં પ્રકટ થવા પામશે તેથી મને સ્વાભાવિક રીતે જ હર્ષ થાય છે. એમ કહી તેમણે મને અતહર્ષ સહિત છાતી સરસે ચાં. મેં તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને તેમણે પણ મને સામા પ્રમ કરી પોતાના ગળામાંને હાર પહેરાવ્યો.
અર્જુન બોલ્યાઃ ભગવાન શ્રીકૃષ્ણ અને મહાભારતના યુદ્ધ સમયે કહેલા બેધને સાચા અને સરળ અર્થ લે માં પ્રગટ કરવાના ઉદ્દેશથી મહર્ષિ વસિષ્ઠના કુળમાં અવતાર લઈ લોકોમાં અજ્ઞાનતા નષ્ટ કરવાને માટે ભગવાને જે પરિશ્રમ ઉઠાવ્યા છે તે બદલ હું તેમના આ રૂપને શતશઃ પ્રણામ કરું છું.
શ્રીવ્યાસાચાર્યજી, સર્વ સભાસદે તેમ જ સભામાં બેઠેલા કલિયુગના અધિષ્ઠાતા દેવતાને ઉદ્દેશીને બોલાઃ હે કલિદેવ ! હું તમને નમસ્કાર કરું છું, તને બધા લોકે પાપી, નીચ ને હલકે ગણે છે પરંતુ તારા ઉપરનું એ દૂષણ હવે આ તત્વવિદોની સભામાં જ દૂર થયું છે; કેમ કે સત્યયુગમાં હજારો વર્ષો અતિશય દારુણ તપ કરવા છતાં પણ અશક્ય ગણાતું પરમાત્માનું આ અતિ ગુહ્ય એવું જ્ઞાન કલિયુગમાં સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે છે અને એ વાતની ખાતરી વૈકુંઠ જેવી મહાસભામાં મળે છે. આથી વિશેષ પૂરાવો અને આશ્ચર્ય શું? ગીતાકાર ગુઘખાનપ્રસૂતિનો મારો ઉદ્દેશ ખરેખર. આજે સફળ થયો છે; આથી મને રહીને રહીને ઘણે હર્ષ થાય છે. આ મહાત્મા સર્વશાસ્ત્રસંપન હેઈનમાં અતિ નિપુણ અને