________________
૮૯૨ ]
તમેવ માતમનુમતિ -
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીઅ૧૮૭૮
ધારણાભ્યાસી હોવાથી તેઓ આ જ્ઞાન તત્ત્વવિદોની સભામાં અખલિત રીતે સર્વ તત્વવિદેને, માન્ય એ એકધારે બંધ કરી શક્યા છે. ખરેખર દેવતાઓ પણ તેમના દર્શનાર્થે તલસે છે એવા સાક્ષાત બ્રહ્મસ્વરૂપ અને પૂર્ણ ભગવાન સમા એ અવતારિક દિવ્ય પુરુષને તથા સર્વ સભાસદોને શતઃ પ્રણામ હે!
શ્રી ગણેશજી બોલ્યાઃ હે મહર્ષિ! તમેએ મારી ઘણાં વર્ષો સુધી આરાધના કરેલી છે તેથી હું ઘણે પ્રસન્ન થયો છું. મારી શુભાશિષ છે કે તમારો આ દિવ્ય સંદેશ ભૂતળમાં મહાન વિખ્યાત થશે, તે વડે ઘણા લોકોનું કલ્યાણ થશે. ગરુડ જેમ સર્ષને કાપી નાખે છે તેમ તમારા આ દિવ્ય સંદેશનું ભાવના સહિત સેવન કરનારના તમામ વિધનોનો હું તત્કાળ નાશ કરીશ.
માતાશ્રી શ્રીસરરવતીદેવીએ મારા મસ્તક ઉપર હાથ મૂકીને કહ્યું, કે હું નિત્ય તારી પાસે જ છું. જે આ તારા સંદેશનું અહેનિશ શ્રદ્ધાપૂર્વક સેવન કરશે તેને હું અવશ્ય પ્રસન્ન થઈશ. પછી તે ગમે તેવો મૂઢ કેમ ન હોય ! તેને પણ સર્વ વિદ્યાની અવશ્ય પ્રાપ્તિ થશે. એવી મારી આશિષ છે.
માતાશ્રી લક્ષ્મીજીએ મારી પિઠ ઉપર હાથ ફેરવીને કહ્યું : હે વત્સ! તારા આ દિવ્ય સંદેશનું જે અહેનિશ શુદ્ધ ભાવનાથી સેવન કરશે તેને સરસ્વતીદેવી એટલે વિદ્યા સહિત મારી પ્રાપ્તિ પણ અવશ્ય થશે.
માતા શ્રી મહાકાળીદેવીજીએ પણ પ્રસન્ન થર્ડ કહ્યું કે હું તને આશિષ આપું છું કે જે આ દિવ્ય સંદેશનું નિત્યપ્રતિ સેવન કરશે તે સર્વ સંકટ થકી મુક્ત થઈ અમય થરો.
શ્રી વિવસ્વાન સૂર્ય દેવતા બોલ્યા : વત્સ! શ્રી ગણેશજીની આજ્ઞાથી તે પ્રથમ મારી ધારણાભ્યાસની ઉપાસના કરી હતી તેથી મેં તારા ઉપર પ્રસન્ન થઈ તને સૂર્યલોકનું દિવ્ય દર્શન કરાવ્યું હતું, તેનું તને સ્મરણ છે ને? તારો જય હે. આ દિવ્ય સંદેશનું શ્રદા વડે સેવન કરનારો ગમે તેવો મહાનમાં મહાન પાપી હશે તો પણ હું તેના સર્વ પાપોનો અંધારાની જેમ તકાળ નાશ કરીશ અને તેને અવશ્ય સૂર્યલેકમાં સ્થાપિશ, તેમ જ સ્મરણ કરતાં તારી સમક્ષ ઉપસ્થિત થઈશ,
મારા વિવેકાત્મક આશિર્વાદ એ રીતે નૃસિંહ, રામાદિ અવતાર, જનક, શુકદેવ, ઉદ્દાલક, ત્રિપુરાસુંદરી માતા, સરસ્વતી, મહાકાળી, મહાલક્ષમી, ગાયત્રી વગેરે મહાદેવીએ; નારદ, તુંબર, શેષભગવાન, સાંખ્યાયનાચાર્ય, મહર્ષિ પતંજલિ, પાણિનિ ઇત્યાદિ અને તત્ત્વવિદોના પ્રશંસાત્મક ઉદગારો સાંભળી મેં તેમને સર્વને પ્રણામ કરી કહ્યું કે, હું કાંઈ આ રીતની સન્માનતા કે પ્રશંસાને પાત્ર નથી પરંતુ આપનો સર્વને દાસ હેઈ આશિષને લાયક છું. મોટેરાઓને સ્વભાવ છે કે તેઓ બાળકને ગૌરવ કરે તેમ આપ સર્વ મહાપુરુષોનો મારા પ્રત્યે આશિષ દર્શાવતે આ વિવેક છે, એમ હું સમજું છું. મને આપ બધા આપના ચરણારવિંદમાં રાખશે એવી મારી નમ્રભાવે પુનઃ પુનઃ પ્રાર્થના છે એમ કહી સર્વ દિશાએ નમન કરી ભગવાન સન્મુખ સાષ્ટાંગ પ્રણામ કર્યા ને સ્વસ્થાને બેઠે. ત્યાર બાદ બધા મહાદેવ, દેવીઓ, તેમ જ અન્ય દેવતા ગણે, દેવર્ષિઓ, મહર્ષિઓ, રાજર્ષિઓ, સૂર્યાદિ મહમણો ઈત્યાદિ સર્વને અમારી દિવ્યશક્તિ તમારામાં પ્રવેશશે એ રીતની અંજલિ સમર્પણ કરી તથા ભગવાને મને છ રૂપે સ્મરણ કરતાં જ હું તારી પાસે હાજર રહીશ એવું આશ્વાસન આપ્યું. ફરીથી દુંદુભી, નેબત વગેરે વાદ્યોને ઘેષ શરૂ થ, સર્વના જયઘોષ અને પુષ્પવૃષ્ટિ વચ્ચે સભા બરખાસ્ત થવા લાગી એટલામાં તેજ:પુંજ ચૈતન્યયુક્ત અને અતિ દેદિપ્યમાન એવું એક કારનું વિમાન આવ્યું, તેમાં જેમ પાણીમાં બરફ પિગળે તેમ સર્વ સભાસદે સહિત હું એકાએક રૂપ બની ગયો. અહાહા! કેટલે બધો આ અપૂર્વ ચમત્કાર!
–