________________
૯૦૦ ]
મિક: બ્રિતા નä - [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીઅ૧૮/૮ છે ઇત્યાદિ કહેતા આવ્યા, તેઓ બધા પણ કાળના ખપ્પરમાં કયાંયે હોમાઈ ગયા! જે ખરેખર માનવી છો માને છે તેમ તેમના હાથમાં હેત જેને તેઓ પોતાનું કર્તવ્ય સમજે છે તે છેડીને આ મૂખ મનુષ્યા કદી પણ મરત નહિ. કેમ કે કોઈ પણ માનવી મરણને ઇચ્છતા નથી પણ પિતે માનેલા કર્તવ્યને માટે જીવવાની આશા રાખે છે, પરંતુ નાઇલાજે મરણુ શરણે જવું પડે છે. એ વાત જુદી. આ મુજબ જે પિતે ઈચ્છા હોવા છતાં જીવી શકતો નથી, પોતે જ પરતંત્ર છે, બંધનમાં છે છતાં સ્વતંત્ર માની લે છે, એ કેવા આશ્ચર્યની વાત છે! માટે રાજન ! તમે એમ માનતા હશે કે આજ સુધી મેં મારું કર્તવ્ય સમજીને સારી રીતે રાજ કર્યું છે, તો તમારી એ માન્યતા ખેટા અહંભાવવાળી છે એમ જાણજે. રાજ! જેમ તમામ નદીઓનો અંત સમુદ્રમાં જ થાય છે એટલે અહોરાત્ર વહેણ રૂપે નદીની ચાલતી પ્રવૃત્તિ અને તે વહેણાદિમાં જે જે કાંઈ પ્રવૃત્તિ ચાલી રહી હોય છે તે તમામ પ્રવૃત્તિનો વિલય નદીના વહેણ દ્વારા 'અંતે સમુદ્રમાં જ થાય છે તેમ આ સંસારરૂપ નદીના વહેણમાં ચાલતી તમામ સ્થાવર જંગમ જીની કાયિક, વાચિક, માનસિક, બૌદ્ધિક કે અન્ય પ્રકારની સઘળી પ્રવૃત્તિ આ સંસારરૂપ નદીના વહેણ દ્વારા આત્મરૂપ મહાસાગરમાં જઈને જ વિલયને પામે છે એટલે જે કોઈ એમ કહેવા માગે કે હું પાણી પીઉં છું, સ્નાન કરું છું, મેલ સાફ કરું છું, કચરો વગેરે નાખું છું, તે બધું નદીના કલ્યાણને માટે જ કરી રહ્યો છું અથવા નદીના વહેણમાં નાખવામાં આવેલો કયરો કહે કે આ નદીનું વહેણ મારે લીધે જ વહી રહ્યું છે અને હું જ એને સમુદ્ર તરફ લઈ જાઉં છું તે તે જેમ મૂર્ખતા ગણાય તેમ આ ઈશ્વરીય સત્તા વંદે આ જગતના સંસારરૂપ વહી રહેલા અવ્યાહત પ્રવાહમાં તણાતા જગતમાં સ્થાવરજંગમ, જડચેતનાદિ મૂઢ છો મિથ્યા અહંભાવ વડે આ જગત અમે જ ચલાવીએ છીએ, અમારા વડે જ ચાલી રહ્યું છે, જગતને સુખી કરવું એ અમારા હાથમાં છે વગેરે પ્રકારના મિથા પિકારે કર્યું જાય છે. તેમનું આ બરાડવું કેટલું અગ્ય છે તેને વિચારશીલ પુરુષો જ વિચાર કરે.
ઉપર મુજબનો સાચો સિદ્ધાંત સમજીને માનવીઓએ સમજવું જોઈએ કે, આ જગતનો અવ્યાહત પ્રવાહ જે ઈશ્વરીય સત્તા વડે ચાલી રહ્યા છે તેમાં તણાતા અમે તો કેવળ એક તરંગ સમા હોઈ અમારે એ પ્રવાહની સાથે મને કે કમને આત્મરૂપ મહાસાગરમાં મળી જઈ એકરૂપ થવું જ પડશે, એ જ અમારું અંતિમ ધ્યેય છે.
આ રીતે જગતમાં સાચું સ્વરૂપ જાણુ સુજ્ઞ પુરુષે તેમાં કદી પણ મિથ્યા અભિમાન કરતા નથી અને તદ્દન નિર્ગવ બની અહંકારથી તદ્દન ૨હિત બને છે તેમ જ ભૂલથી પણ કદી પિતામાં આ મિથ્યા અહંભાવ ઘૂસી જવા નહિ પામે તે માટે સતત સાવચેતી રાખે છે.
અહંકારને વિલય એ જ દયસિદ્ધિ આ પ્રમાણે અહંકાર રહિત બનતાં જ તે ધ્યેયને ત્યાંને ત્યાં જ પ્રાપ્ત કરી શકે છે. જે પિતાને પાણીથી તરંગરૂપે જુદો માને છે તે જ મૂળ અહંકાર છે. તેનો વિલય થયો કે હું જ પ્રવાહને વહાવી સમુદ્ર તરફ લઈ જાઉં છું. વગેરે પ્રકારની તેની માન્યતાઓનો વિલય અનાયાસે જ થઈ જાય છે અને તે તત્કાળ જીવન્મુકત બને છે. આ મુજબની જીવન્મુક્તિ પ્રાપ્ત કરી લેવી એટલી જ અન્ય સ્થાવર જંગમ અને જડચેતન નિઓ કરતાં મનુષ્ય યોનિમાં વિશેષતા છે; તેથી જ શાસ્ત્રકાર પોકાર કરી કરીને કહી રહ્યા છે કે હે માનવીએ ! તમે મિથ્યા અહંભાવ છેડી દ્યો અને પિતાના સાચા સ્વરૂપમાં જ ત૬પ બની રહે. એટલે બીજી પેનિઓની માફક તમારે કદી પણ દુઃખનો પ્રસંગ આવશે નહિ. તમે જીવન્મુક્તિ પ્રાપ્ત કરી સુખાનંદમાં જ મહાલી રહેશે.
રાજન ! મેં સાંભળ્યું છે કે તમો તીવ્ર બુદ્ધિશાળી અને સારા સલાહકાર છે; તમારામાં ઇતર રાજવીઓ કરતાં અપ્રતિમ ગુણ છે. આથી લેકે તમને જનકવિદેડી જેવા જીવન્મુકત માને છે. પરંતુ
—
—કાનદાર