________________
ગીતાહન ]
આ બધા લોકે તે બ્રહ્મને જ આશ્રયે રહેલા છે,
[ ૯૦૧
તો ધ્યાનમાં રાખશે કે ઇતર લોકોના કહેવાથી ર પ્રમાણપત્રો વડે કાંઈ જનકવિદેહી થવાતું નથી. પણ ઉપર કહ્યા મુજબ અહંભાવને સંપૂર્ણ રીતે વિલય કરી આત્માનુભવ પ્રાપ્ત કરવાથી જ થઈ શકાય છે. તમે કહેશો કે મારી એંસી વર્ષની ઉમર થઈ ચૂકી, હવે હું રાજપાટ છોડીને જંગલમાં જઈ તપ કરી શકે એવી સ્થિતિ નથી. તે તે સંબંધમાં હું તમોને કહું છું કે તમે સાચા જનકવિદેહી જ બનો, કેમ કે જાક વિદેહીએ રાજપાટનો ત્યાગ નહિ કરતાં કે આત્મપ્રાપ્તિને માટે તપ, ધ્યાન, ધારણ વગેરે કશું નહિ કરતાં કેવળ સત્સંગતી વડે તીવ્ર જિજ્ઞાસા થતાં બેઠેલી બેઠકે અંતરિક્ષમાંથી વિહાર કરનારા સિદ્ધોને તtવધ ઉપર ચાલતે સંવાદ સાંભળવામાં આવતો અને તે બાધ પૂર્ણ થતાં પહેલાં તો તેઓએ અહંભાવનો વિલય કરી નિર્વિક૯૫તા પ્રાપ્ત કરી લીધી અને તેઓ આમસ્વરૂપની સાથે તદ્રુપ બની ગયા અને આ બધું કેવળ અરધા મુદુર્તામાં જ*, તેમ હું ઇચ્છું છું કે આ જ સ્થિતિમાં, બેઠેલી બેઠકે, આજે ને અત્યારે તમે પણ સાચો બાધ પ્રાપ્ત કરીને જનક વિદેહીની જેમ જીવન્મુક્ત બને જેથી મને પણ જનક વિદેહી નિર્માણ કરનારા સાચા સાધુપણાની સાર્થકતા થઈ એમ લાગશે અને તમને ખરેખર બુદ્ધિમાન છો, એ વાત પણ જગત નિઃશંક રીતે જાણી આનંદ વ્યક્ત કરશે, એટલું નહિ પણ તત્ત્વવિદોની સભામાં રાજર્ષિ તરીકે તમારું કાયમી સ્થાન રહેશે.
રાજન! જે તમારી ખરે ખર સત્ય જાણવાની સાચેસાચી તીવ્રતર જિજ્ઞાસા હશે અને મારા પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા હશે તો હું તમોને પ્રતિજ્ઞાથી કહું છું કે આજે આ સ્થળે આ કાળમાં બેઠેલી બેઠક જ તમે ક્ષણવારમાં જનક વિદેહીની જેમ જીવન્મુક્ત પ્રાપ્ત કરી શકે છે. આટલું કહેવા છતાં રાજા સ્તબ્ધ જ રહ્યા.
આત્મપ્રાપ્તિ પ્રમાણિક પ્રયત્ન માગે છે અવિવેકીઓને ગમે તેટલું હિતનું વચન કહેવામાં આવે છતાં તેઓને ગળે તે કદી પણ ઉતરતું જ નથી. રાજન ! લોકોને કંઈ કરવું નથી પણ ખાલી વાત કરવી છે એટલે શું થાય ? બાકી કરવાવાળાઓને માટે તે અશકય શું છે? શ્રી છત્રપતિ શિવાજીના ગુરુ સમર્થ રામદાસ સ્વામી અને તુકારામ મહારાજ બને સમકાલિન હતા. એક વખતે બંનેનો નજીકના ગામોમાં મુકામ થયે બંનેના શિષ્યોએ વિચાર્યું કે આ બે મહાપુરુષો આટલી નજીકમાં આવ્યા છે એટલે તેમને ભેટો થાય તે આપણને કાંઈક જાણવાનું મળે. એવા વિચાર વડે તેઓએ પરસ્પર સલાડ મસલત કરી પોતપોતાના ગુરુને વાત કરી. તેઓએ હા પાડી, આથી બંને પક્ષમાં બધા રાજી થયા. ઠરાવ્યા પ્રમાણે, બીજે દિવસે બંને મહાપુરુષો પોતપોતાના શિષ્યસમુદાયે સાથે ભજન. સ્તોત્ર. પાઠ, ધૂન, લેક ૫ઠ નું તથા જયઘોષ કરતા નીકળે. ભેટ તો રસ્તામાં જયા અને સમુદાયને ભેટા થાય ત્યાં જ કરવી, એવો દાવ હતો, રસ્તામાં એક નદી આવી તેના કાંઠા ઉપર વિશ્રાંતિને માટે સામસામાં બંનેએ એક એક ઝાડની નીચે પડાવ નાખ્યો. ભજન, ધૂન, લોક વગેરેને નાદ થોડા વખત બાદ બંધ થયો અને બંને સ્થળે શાંતિ છવાઈ ગઈ. એટલે પ્રથમ શ્રી તુકારામ મહારાજ પિતાના શિષ્યસમુદાય વચ્ચે હાથમાં બે પત્થરો લઈ ઉભા થયા અને ટાળ (મોટાં મંજીરા) વગાડે તેમ વગાડી તેને ઘસીને બાજુએ કેની દીધા અને પોતાના સ્થાને બેસી ગયા. સામે કાંઠેથી આ ક્રિયા સમથે શ્રી રામદાસ સ્વામીના જોવામાં આવી તેઓએ તેમને ઉત્તર આપવાના ઈરાદે સમુદાય વચ્ચે ઉભા થઈ માટે મોટેથી શંખનાદની જેમ બૂમો પાડી અને તે પણ સ્થાને બેસી ગયા. થોડીવાર પછી બંનેએ પોતપોતાના શિષ્યોને પાછું ફરવાની આજ્ઞા કરી. શિષ્યો બંનેની મુલાકાત થશે જાણી આનંદમાં આવી ગયા હતા, તેઓ આ આજ્ઞા સાંભળતાં વંત જ વિચારમાં પડી ગયા; આ સમુદાયમાં શ્રી શિવાજી રાજા પણ હતા. તેમણે એક દિવસ સર્મથ રામદાસ સ્વામી આનંદમાં છે એમ જોઈ પૂછયું: ભગવન! તે દિવસે શ્રીસુકારામ મહારાજની અને આપની મુલાકાત થયા
બે નાડી કિંવા ઘટિ બરાબર ૧ મુહર્ત કહેવાય એ ઘારણે અધું મુહર્ત બરાબર ૧ પટિ હાલમાં મિનિટ કહે છે તે છે.
મે ૨૪