________________
ગીતાહન ] આ બધા ભાસે સમયે અને અંત પછી પણ તે (આત્મા તે ભાસે જ) છે; [ ૮૯૩
ઈશ્વરકુરિત દેશની પૂર્ણતા હે રાજન! આ પ્રમાણે ભગવાનની સભા સમક્ષ કહેવામાં આવેલે ઈશ્વરસ્તુરિત સર્વ સંદેશ કે જે સભામાં સાક્ષાત શ્રીકળણ ભગવાન અને અર્જુન પણ બિરાજેલા હતા, જે મેં તમારી સર્વાની ઈચ્છાનુસાર અથથી ઇતિ સુધી સંપૂર્ણ રીતે કહી સંભળાવ્યો તે તમોએ લક્ષપૂર્વક સાંભળ્યો ને ? હવે તમો નિઃસંશય બની પરમપદમાં સ્થિત થયા કે? રાજા બોલ્યા : મહાત્મન ! આપના આ અમુલ્ય ઉપદેશથી હું તદ્દન શાંત થયો છું; મારા તમામ સંશો છેદાઈ ગયા છે, આપની કૃપાથી હું હવે પરમપદમાં સ્થિત થયો છું. જે પરમેશ્વરથી આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે, ધડામાં રહેલી માટી અને અંધકારમાં રહેલા સુવર્ણની પેઠે આ પરમેશ્વર પોતે જ કાર્યરૂપ જગત વિષે કારણરૂપે ચરાચર વ્યાપી રહેલા છે, જે જ્ઞાનરૂપ અને રવયંપ્રકાશ છે, જેનો અર્થ સમજવામાં મોટા મોટા બુદ્ધિમાનો પણ મોહને પામી જાય છે, એવા વેદના જે પરમેશ્વરે આદિ કવિ એવા બ્રહ્માના મનમાં અંતર્યામીરૂપે પ્રકાશ કર્યો છે. જેમ સૂર્યનાં કિરશે વિષે શ્રાંતિ વડે દેખાતું ઝાંઝવાનું પાણી સાચું નથી છતાં ૫ણું સૂર્યનાં કિરણેની સત્તાથી તે સાચું હોય તેમ ભાસે છે અને જેમ રિથર પાણીમાં ભાન્તિથી આ કાચ છે એવી બુદ્ધિ થાય છે તે સાચી નથી તે પણ તે પાણીની સત્તાથી સાચી હોય તેમ ભાસે છે, જેમ કાચને વિષે બ્રાન્તિથી “ આ પાણી છે” એવી બુદ્ધિ થાય છે, તે સાચી નથી તો પણ તે કાચની સત્તાથી સાચી હોય એમ ભાર્સે છે, તેમ અધિષ્ઠાન એવા પરમેશ્વરને વિષે તમોગુણના કાર્યરૂપ પાંચ મહાભૂતની સૃષ્ટિ, રજોગુણના કાર્ય૫ ઇંદ્રિયોની | રુષ્ટિ તથા સર્વગણના કાર્ય૨૫ દેવતાઓની સૃષ્ટિ કલ્પિત અને અસત્ય જ છે, તે પણ જે પરમાત્માની સત્તાથી તે સાચી હોય તેમ ભાસે છે, જે પરમેશ્વરે પિતાના જ્ઞાનરૂપ પ્રકાશથી માયારૂપ કપટ ટાળી નાખ્યું છે અને જે પરમેશ્વરને ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળ તથા જાગ્રત, સ્વપ્ન અને સુપ્તિ એ ત્રણે અવસ્થાઓ અને ત્રણે કાળમાં પણ નાશ નથી એવા સર્વથી શ્રેષ્ઠ પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપનો શાસ્ત્રમાં જે નિશ્ચય ક હ્યો છે તે હું હવે સારી રીતે સમજો છું. સદગુરુ કૃપાથી મૂખ હે યા પંડિત હેય તે પણ તે આત્મતત્વને જાણીને દુ:ખરૂપ એવા આ સંસારસાગરમાંથી છૂટી અખંડ શાંતિને પ્રાપ્ત કરી શકે છે, એવું જે શાસ્ત્રમાં કહ્યું છે તેને પ્રત્યક્ષ અનુભવ મને થયું છે. આપની કૃપાથી હું રામાદિ દોથી મુક્ત થયો છું દઢ બોધને લીધે સર્વત્ર સમબુદ્ધિમાન, શાંત અને સુખનો મહાસાગર જ બની ગયો છું, સાક્ષાત બ્રહ્મસ્વરૂપ એવા આપને હું સાષ્ટાંગ પ્રણામ કરું છું. અઢાર પુરાણમાં શ્રી મદ્ ભાગવત પુરાણ વર્તમાનકાળમાં લોકોમાં અતિશય પરિચિત છે તેમ જ શ્રીવસિષ્ઠજીએ કહેલા મહારામાયણની અજોડતા સંબંધમાં કોઈ અજાણ નથી, તેના આધાર સહિત આ ભગવદ્ ગીતાનો ઉપદેશ વડે ખરેખર વેદ, વેદાંગ, ઉપનિષદાદિ શ્રતિસ્મૃતિ શાસ્ત્રો તથા પુરાણું વગેરેની એકવાકયતા શી રીતે છે, એ વાત આપે જ સમજાવી તે હવે II અમને સારી રીતે સમજવામાં આવી છે, માટે અવતારિક ચેતન્યસ્વરૂપ એવા હે પરમાત્મન ! આપને હું પુનઃ શતશઃ પ્રણામ કરું છું.
ब्रह्मानन्दं परमसुखदं केवल ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्ादिलक्ष्यम । एकं नित्यं विमलमचलं सर्वधीसाक्षिभूत
भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि ॥ રાજન! તમે તત્ત્વજ્ઞ થઈ પરમપદમાં વિશ્રાંત થયા છે એટલે હવે સ્તુતિને સ્થાન કયાં હેય? આ તે મારી બડબડ છે.
મહારાજ! આવા અમૂલ ઉપદેશને તે વળી બડબડ શી રીતે કહી શકાય ?