Book Title: Gita Dohan Va Tattvartha Dipika
Author(s): Krushnatmaj Maharaj
Publisher: Avdhut Shree Charangiri Smruti Trust

View full book text
Previous | Next

Page 1019
________________ ૯૦ ] નૈમા વિવુ માન ચમન : [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગc ખ૦ ૧૮/૮ અણિયારી, જલસંચારી તથા પૃથ્વીસંચારી અસંખ્ય ગગને સમૂહો તેમ જ કૃત, ત્રેતા, દ્વાપર અને કલિયુગના અધિષ્ઠાતા દેવતાઓ ઈત્યાદિ સમક્ષ કહ્યો હતો. તે સંદેશ બધા સભાસદે સ્તબ્ધ બનો એકચિત્ત સાંભળતા હતા. જ્યારે મારું આ વકતવ્ય સમા થયું ત્યાર બાદ સુમારે અર મુહૂર્તી એટલે એક ઘટી (લગભગ ૨૪ મિનિટ) સુધી તે હું નિર્વિકપ સ્થિતિમાં જ સ્થિર હતો. તે સમયે સર્વ સભાસદે પણ તદ્દન શાંત ને નિશ્ચલ થઈ બેઠા હતા કેટલાકે તો મારી સાથે નિર્વિકપ દશામાં જ સ્થિત થયા હતા. હું જ્યારે નિવિકલ્પ દશામાંથી જાગ્રત થયા ત્યારે મને ભાન આવ્યું, તેથી ઊડીને મેં શ્રીભગવાનને સાષ્ટાંગ દંડવત કર્યા. ભગવાને મને ઉઠાડીને આલિંગન કર્યું અને પોતાના ગળામાં હાર પહેરાવ્યો. ત્યાર પછી ત્રલેક્સજનની લમી માતાને સાષ્ટાંગ પ્રણામ કર્યા, તેમણે પણ વાત્સલ્યભાવથી અતિષિત થઈ મારું સ્વાગત કર્યું ને પુષ્પવૃષ્ટિ કરી કે તુરત જ અંતરિક્ષમાં રહેલા વિમાનચારી દેવાદિક અને અન્ય સર્વ સભાસદોએ ભગવાનના જયનાદ વચ્ચે પુષ્પની વૃદ્ધિ કરી તથા ૬૬બી, નેબતાદિ વાદ્યોનો જયઘોષ શરૂ થયો. થોડા સમય બાદ શ્રી લક્ષ્મીજી સહિત ભગવાને મા' પાદ્ય પૂજન અર્ચન કર્યું અને પછી સભામાં બેઠેલા સર્વ બ્રહ્મવિદોનું પણ ક્રમે પાઘ પૂજનાદિ કર્યું. આ બધે સમારંભ જોઈ ને હું તે તદ્દન દિમૂઢ જ બની ગયો હતો, કેમ કે આવા માનને માટે મારામાં લાયકાત કયાં હતી ? થોડો વખત થયા બાદ સભામાં ફરી પાછી શાંતિ છવાઈ ગઈ. આનંદના અતિરેકને લીધે મારે કંઠ ભરાઈ ગયો, આંખમાંથી ચોધાર આનંદાશ્રુ વહેવા લાગ્યાં, તેવી રિથતિમાં જ ગદ્દ કંઠે નમ્રભાવે મેં કહ્યું : ભગવન ! હું તે અજ્ઞાની, મૂઢ અને પામર છું, આવા સન્માનને લાયક નથી, હું તો આપના ચરણુ દાસાનુદાસ છું, વધુ શું કરું! એમ કહી મેં ફરીથી સાષ્ટાંગ દંડવત કર્યા. ભગવાને અતિ પ્રેમપૂર્વક ઉઠાડીને મને આલિંગન આપ્યું અને તેઓ મને તથા સર્વ સભાસદોને ઉદેશીને બોલ્યા : ભગવાનનું મંતવ્ય આ છે સમાસદે ! આ વૈકુંઠ લેકની સભામાં સાત અરાત્ર અને આઠ સાયન સૂર્યોદય (દિવસ) પર્યત તમો બધાએ આ મહામાના મુખે સાંભળેલો બોધ તેમને નિમિત્તરૂપ બનાવી પ્રત્યક્ષ મેં જ કહેલો છે, કેમ કે જોવામાં આવતું આ મહાત્માનું શરીર તેઓ અહંભાવથી રહિત હોવાને લીધે અનિર્વચનીય એવું બ્રહ્મરૂપ હાઈ તે સંપૂર્ણતઃ મઢ૫ છે. મારી સાથે તાદાસ્યભાવને પામેલા હોવાને લીધે તેઓ ક્રિયા, અક્રિયા કે તેના સાક્ષી ઇત્યાદિ તમામ ભાવોથી પર બનેલા છે. તેમનામાં ર્તાપણું, અકર્તાપણું, દસ્થ કે દ્રષ્ટાપણું, જ્ઞાતાપણું કે અજ્ઞાતાપણું; ધ્યાતા કે અધ્યાતાપણું; ભોકતા કે અભોક્તાપણું વગેરે પ્રકારનાં કંકો અથવા કઈ પણ પ્રકારની ત્રિપુટીને યા તે સર્વને જાણનારા સાક્ષીભાવને; ઈશ્વરનો વે માયા અને તેને કાર્યાદિને લેશમાત્ર પણ અંશ નથી. તેઓ અનિર્વચનીય એવા બ્રહ્મરૂપ જ બનેલા છે. આમ અભાવ અને તેના સાક્ષીભાવથી રહિત હોવાને લીધે તેમની થતી કાયિક, વાચિક કે માનસિક વા બૌદ્ધિક અને શ્વાસોચ્છવાસરૂપ જોવામાં આવતી તમામ ક્રિયાઓ હું જ કરી રહ્યો છું; એમ નિશ્ચિત માનશો. તેઓ મદ્ર પૃથ્વી મધ્યે આવેલા જબુદ્દીપમાં તથા અન્ય દ્વિપાદિ તેમ જ બ્રહ્માંડાદિમાં અવધૂત દશામાં સંચાર કરી તે તે લેકને અને પૃથ્વીને પાવન કરી રહ્યા છે. તેઓ મદ્રપ થવાને લીધે નદીઓ જેમ સમુદ્રમાં મળતાં એકરૂપ થયા પછી નદીરૂપે નહિ પણ સમુદ્રરૂપે જ અસ્તિત્વ ધરાવી શકે તે પ્રમાણે તેઓનું અસ્તિત્વ મટી જતાં હવે તેઓનું અસ્તિત્વ ' દ્રશ્ય જ હોઈ શકે; આથી તેમનાં શ્વાસોશ્વાસમાંનાં પરમાણુઓથી માંડી તેમના સહવાસમાં આવનારા ખરેખર ધન્ય જ છે. તેમની કાયિક, વાચિક, માનસિક, બૌદ્ધિક ઇત્યાદિ થતી તમામ ક્રિયાઓ મદ્રુપ હેવાને લીધે તે થકી જગત પાવન થાય છે. તેમના દષ્ટિપાથો પણ પાપ નષ્ટ થઈ જાતશુદ્ધિ સ્વાભાવિક રીતે જ થતી રહે છે. આ મુજબ મકૂપ બનેલાએ જ મારા સાચા ભકતો છે. વધુ શું કરું? એ મારું જ બીજુ રૂપ છે ઇત્યાદિ કહી મને પુનઃ આલિંગન કરીને પ્રસ્થાને બિરાજ્યા તથા હું સાષ્ટાંગ દંડવત કરી તેમના સિંહાસનની પાસે જ બેઉ હાથ જોડી નમ્રભાવે ઊભા રહ્યા. તે સમયે સર્વે સભાસદોએ જયઘોષ કર્યો; બાદ અન્ય સભાસદોએ પોતપોતાનું વકતત્વ શરૂ કર્યું.

Loading...

Page Navigation
1 ... 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042 1043 1044 1045 1046 1047 1048 1049 1050 1051 1052 1053 1054 1055 1056 1057 1058 1059 1060 1061 1062 1063 1064 1065 1066 1067 1068 1069 1070 1071 1072 1073 1074 1075 1076 1077 1078