________________
८८]
न तत्र सूर्यों भाति न चन्दतारक
સદ્ધાન્તકાષ્ઠ ભર ગી- અર ૧૮/૭૮
યમરાજનું ત૫ આ મહાત્મા યમરાજા, યુગોની એક ચોકડી સંપૂર્ણ થવા આવે એટલે તેમાંથી કત, નેતા, અને દ્વાપર એ ત્રણ યુગની સમાપ્તિ થઈ કળિયુગ આવવાનો સંભવ હોય છે, ત્યારે દ્વાપરયુગના અંતમાં પોતે આજપર્યંત જે પ્રાણીઓને ન્યાય કર્યો તેમાં ભૂલથી પણ કોઈ અન્યાય થવા પામ્યો હોય તો તે પાપક્ષાલનને માટે કાંઈક તપ કરે છે. આવું તપ કોઈ સમયે ચાર, પાંચ, સાત, આઠ, દશ, બાર, કિવી સાળ વર્ષો પર્યત કર્યું જાય છેએટલે જ્યારે તેઓ નિર્વિકલ્પ સમાધિમાં જ સ્થિત થઈ જાય છે ત્યારે તેમનું ઉત્થાન થતાં ઉપર કહ્યાં તેટલાં વર્ષોને અવધિ લાગી જાય છે. આ રીતે યમનું તપ ચાલતું હોય ત્યારે તે પોતે નિવિકલ્પ સ્થિતિમાં હોય છે એટલે જગતમાં નિયતિક્રમે જે જન્મમરણાદિનું પ્રમાણુ નિશ્ચિત સિદ્ધ થયું છે તે પ્રમાણે જગતમાં મૃત્યુનું પ્રમાણ ઘટે છે અને જન્મનું પ્રમાણ વધે છે. આમ જ્યારે જન્મનું પ્રમાણ વધી જવાથી જેમ વરસાદના દિવસોમાં પસીનાવાળે હાથી અનેક મછરોથી ઘેરાઈ જાય તેમ આ પૃથ્વી અનેક પ્રાણીઓના સમૂહથી ઘેરાઈ જાય છે. તે પ્રાણીઓની એટલી બધી ગીચ વસ્તી થઈ જાય છે કે હરવા ફરવા પણ જગા રહેતી નથી. હે રામ! આ પ્રમાણે ની પરિસ્થિતિ થતાં દેવતાઓ આ પૃથ્વી ઉપર ખોટો વધી ગયેલો ભાર ઉતારવાને માટે ઘણી ઘણી યુકિતઓથી એ વિચિત્ર પ્રાણીઓને નાશ કરવાની ગોઠવણ કરે છે. આવી પદ્ધતિ ચાલતાં ચાલતાં હજારો યુગો, હજારો વ્યવહાર અને હજારો બ્રહ્માંડે થઈ ગયાં છે, એટલે આ પ્રમાણે યમરાજ જ્યારે જ્યારે તપશ્ચર્યામાં બેસે છે ત્યારે ત્યારે આવું થતું જ આવ્યું છે.
વસ્તુતઃ તે યમરાજથી કદી અન્યાય થતો જ નથી છતાં પણ આ રીતે નિષ્કામ તપશ્ચર્યા વડે તેનું પ્રાયશ્ચિત્ત લે છે.
* આજકાલ જેને લેકે પૃથ્વી કિવા જગત કહે છે, તે આખી પૃથ્વીમાં અને શાસ્ત્રદષ્ટિએ આ જંબુદ્વીપની અંદર દરરેજ વિજ્ઞાનદષ્ટિએ સુમારે ઓછામાં ઓછા ૧,૨૧,૬૦૦ મનુષ્ય ઉત્પન્ન થવા અને નિત્યપ્રતિ ૮૨,૦૮૦ છોનો નાશ થ એ સર્વ સામાન્ય નિયતિક્રમ છે. આ રીતે આખી પૃથ્વીમાં જ બુદ્વીપમાં ૧,૯૭,૬૦,૦૦,૦૦૦ થી કદીપણ વધુ સંખ્યા થઈ શકતી નથી અને ૧૩૩૩૮૦૦,૦૦૦ સંખ્યા ઘણે ભાગે સ્થિર રહે છે. શ્વાસોચ્છવાસને પ્રદેશની મર્યાદાને એક લાખ વડે ગુણી તેને ૮/૧૨૦ વડે ભાગ આપી તેને અર્ધ કરવો. એટલે મનુષ્ય જીવની ઉત્પત્તિની અતિમ મર્યાદા થાય છે, તેમાં ગર્ભપાત થનાર છે, ગર્ભવાસમાંથી મૃત્યુને વશ થયેલા છે તથા જેઓ એકરાત્રિ છવી શક્યા નથી એવા જીવોને પણ સમાવેશ થાય છે. આ રીતે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ગણિતસિદ્ધ અને નિશ્ચિતનિયમ છે. આ સંબંધે “ મહાકાળપુરુષ વર્ણન''ના ભાગ ૭ માં ગણિતસિદ્ધ વર્ણન આવનાર હતું. પરંતુ તે સર્વ કાર્યને મૂળ સહિત નાશ થવા પામેલો હોવાથી અને સંક્ષેપમાં જ દિગદર્શન આપેલું છે.
સૂચના-સુમારે ૧૦-૧૫ વર્ષ પૂર્વે મહાત્માશ્રીએ બે ત્રણ વર્ષ એક સરખી રાતદિવસ નિત્યપતિ સુમારે વીશ વીશ કલાકની મહેનતે પત્ય ભૌતિક વિજ્ઞાનની લોકોને કલ્પના આવે તે સમજાવવાને માટે લોકાગ્રહને લીધે ખગોળ, ભૂળ, બ્રહ્માંડ, સંખ્યા શાસ્ત્રની ઉત્પત્તિ, અરશાસ્ત્રની ઉ૫ત્તિ, પરમાણુ કેવી રીતે પરસ્પર એકરસ થાય. રમેશચંદ્ર વગેરે મોટા મોટા નકશાઓ ટ્રેસિંગ પેપર ઉપર તૈયાર કરેલા હતા તે પૈકી કેટલાકના ફેટા-બ્લેક-પ્રકાશન ૧ આત્મસાક્ષાત્કાર પદ્ધતિ ” તથા ૪ “મહાકાળપુરુષ વર્ણન' ભાગ ૧ માં આવેલા છે તે ઉપરથી જિજ્ઞાસુઓને કલ્પના આવશે. આ વિજ્ઞાનનું રહસ્ય લોકોને સારી રીતે સમજી શકાય એટલા માટે તેનું વિવરણ સુમારે સેળ ભાગમાં કરેલું હતું. પરંતુ દેશના દુર્ભાગ્યવશાત થોડા સમય પૂર્વે આ સર્વ કાર્યને જડમૂળમાંથી નાશ થઈ ગયો છે એટલે હવે મહાકાળ પુરુષ વર્ણનના જે બીજા પંદર ભાગે નીકળી, જગતને વિજ્ઞાનને લાભ મહાત્માશ્રીના યોગસામર્થ્યની દ્રષ્ટિથી મળી શકતી તે હવે મળી શક શકય નથી. કેમ કે મહાત્માશ્રીને વિનંતિ કરતાં તેઓશ્રીએ કહ્યું કે “ગઈ ગુજરી ભૂલી જાઓ; ईश्वरेच्छा नहीं है, अब वह हम भी तयार नहीं कर सकते; जो होगया सो ठीक ही हुआ, यह तो हमारा समय
તિત રને મૌન થા'. આ વિજ્ઞાનરૂપ મહાકાર્યની કલ્પના તો જેઓએ તે કાર્ય પ્રત્યક્ષ જોયેલું છે. તેઓને તે સારી રીતે છે, પરંતુ અન્યને માટે તો ફક્ત મહાત્મા શ્રીના આત્મસાક્ષાત્કાર પદ્ધતિ તથા મહાકાળ પુરુષ વર્ણન ભાગ ૧ તેમ જ તેમણે કરેલા પ્રવચનના આધારે “ગાયત્રી પરબધ્ધ” નામનું પુસ્તક તેમના શિષ્ય પ્રસિદ્ધ * છે તે ઉપરથી જ આપી શકાય તેમ છે. સંચાલક શ્રી. ૧. વાકસુધા સમિતિ.