________________
૮૬ ] અર્થ નું તાંગાની ક્રિકુ મત વિમાત વા #. [ સિદ્ધાનકાણ ભર ગીર અ. ૧૮/૮
કુરણને પામે છે તેમ આ પરમતત્વમાંથી જ આ સર્વ દશ્ય ફરે છે. આ સર્વ જગત પણ તે પરમતત્વરૂપ જ છે અને તે પોતાના પૂર્ણ સ્વરૂપમાં જ પૂર્ણ પણે રડેલું છે. હવે અર્જુનની જેમ હું પણ યથાપ્રાપ્ત વ્યવહારને અનુસરી રહ્યો છું, અને શ્રી સશુ વ્યાસાચાર્યજીની આજ્ઞા પ્રમાણે આ સર્વ વૃતાંત તને કહી રહ્યો છું. કેમ કે સદ્ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરે એવો અધમ પુરુ કોણ હશે? હે રાજા! શ્રી સદ્ગુરુની કૃપા વડે જે જાણવાનું તે સર્વ મેં જાણ્યું છે. હવે હું જ્ઞાન અને કૃતકૃત્ય થયો છું. હું કૃતાર્થ થયો છું, હું વારંવાર તેમને જ નમન કરી રહ્યો છું. શિષ્યોનાં કયાં કર્મોવડે શ્રી સદગુરુના કરેલા ઉપદેશનો બદલો વળી શકે તેમ છે? માટે શિષ્યોએ કાયા, વાચા અને મન વડે આત્મસમર્પણ કરવું એ જ તેમનો ઉપકારનો બદલે છે, બાકી કેઈપણ કર્મથી આ સગુરુના ઉપકારનું ઋણ કદાપિ પણ વળી શકે તેમ નથી. આમ સદગુરુની દિવ્ય એવી આ અમૃત વર્ષાવ ની કૃપા વડે હું આ સંસારસાગર તરી ગયો છું અને પૂર્ણ આનંદભાવથી આ જગતને પરિપૂર્ણ એવા આત્મસ્વરૂપે જ નિઃસંશય દેખતે થયો છું. આ સર્વ બ્રહ્મમાંથી ઉત્પન્ન થાય છે, બ્રહ્મમાં જ રહે છે, બ્રહ્મરૂપે જ હોય છે અને વળી પાછું બ્રહ્મમાં જ વિલયને પામે છે. બ્રહ્મ વડે જ તેનું પાલન થાય છે તેથી આ સર્વ બ્રહ્મરૂપે જ છે, એવે તે ઉપદેશ પ્રત્યક્ષ અનુભવ વડે હું અનુભવી શકો. હે રાજન ! શ્રી સદ્ ગુરુના અગાધ મહિમાનું વર્ણન તો મારા જેવા પામરથી કેવી રીતે થઈ શકે? જુઓ આ તેમની કૃપા પ્રતાપ! સશુ વ્યાસાચાર્યજીએ મને જે દિવ્યદ્રષ્ટિ અર્પણ કરેલી હતી તેના આધારે મે આ ભગવાન શ્રીકરણ અને અર્જુનનો અદભુત સંવાદ પ્રત્યક્ષ સાંભળ્યો અને તે વડે જ મને કૃતાર્થતા પ્રાપ્ત થઈ છે.
राजन्स ५स्मृत्य सस्मुत्य सवादमिममद्भतम् । केशवार्जुनयोः पुण्यं हृष्यामि च मुहुर्मुहुः ॥ ७६ ॥ तञ्च सस्मृत्य सस्मृत्य रूपमत्यद्भुत हरेः । विस्मयो मे महानराजन्हृष्यामि च पुनः पुनः ॥ ७७ ॥
સંવાદ અને રૂપનું મને વારંવાર સ્મરણ થાય છે હે રાજન! ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનના આ પુણ્યપ તથા અદ્દભુત સંવાદને સંભારી સંભારીને હું વારંવાર હર્ષને પામું છું. તેમ જ હરિના એ અદ્દભુત રૂપને સંભારી સંભારીને હે રાજન! હું ફરી ફરીને હર્ષને પામું છું. તાત્પર્યા, હે રાજા ધૃતરાષ્ટ્ર ! કદી પણ ભૂલી ન શકાય એવા આ શ્રીકૃષ્ણાજુનના પુણ્યકારક અને આત્મજ્ઞાનરૂપ અદ્દભુત સંવાદનું વારંવાર સ્મરણ કરી કરીને હું નિત્યપ્રતિ હર ખાઉં છું અને હરિના અત્યંત અદ્દભુત એવા તે એટલે આત્મરૂપને નિત્યપ્રતિ સંભારતાં સંભારતાં મને હંમેશાં વણે હર્ષ થયા કરે છે અને તેથી જ હું કૃતાર્થ થ છું.
यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः । तत्र श्रीविजयो भूतिधुवा नीतिमतिर्मम ॥ ७८ ॥
यत्र योगेश्वरः कृष्णः હે રાજા ધૃતરાષ્ટ્ર! તને આખરે હું કહું છું, તે સાંભળ, જ્યાં એગેશ્વર શ્રીકૃષ્ણ છે અને જ્યાં ધનુધરી અન છે ત્યાં જ શ્રી, વિજય, ભૂતિ, ઐશ્વર્ય, અને નીતિ છે એવો મારો મત છે, સારાંશ એ છે, જે