________________
- ગીતાદેહન ] આ બધું અનિદેશ્ય એવું (જે) પરમસુખ (તેને) તે (આત્મા) એવા નિર્દેશથી) માને છે– [૮૮૫
જીવન્મુક્ત સદ્દગુરુનાં લક્ષણો નિત્યપ્રતિ બ્રહ્મમાં જ તદાકાર થયેલ, સાચા એકનિષ્ઠ ભકત તીવ્ર જિજ્ઞાસાથી આત્મ સંબંધી ગમે તેવો કૂટ પ્રશ્ન કર્યો હોય, તો તેને તત્કાળ ઉત્તર આપી તેનું સમાધાન કરી શકે તેવો, અંતરમાં પૂર્ણ આત્મનિષ્ઠામાં જ એકરૂપે રમમાણ થયેલ પરંતુ બહાર તો મનસ્વી રીતે બાલેન્મત્ત પિશાચવત વૃત્તિમાં રહેનાર, ભકિત, જ્ઞાન, વૈરાગ્ય, સાંખ્ય, યોગ, કર્મ ઇત્યાદિમાં નિપુણ, સર્વ સંદેહ નિઃસંશય કરી શકે છે, જે વેદ બાઘને કદી સ્પર્શ પણ કરતો નથી, જે વિષયના પાશમાંથી તદ્દન વિરક્ત બને છે. સંપૂર્ણ રીતે વિરાગ્યશીલ છે આસકિતથી તદન રહિત છે અને હંમેશાં આત્મપરાયણ છે, તે જ સદગુરુ છે. તીવ્ર જિજ્ઞાસ શિષ્યને અપરોક્ષાનુભવ કરાવી આપે એવા બ્રહ્મનિષ્ઠ સદ્દગુરુનું શિષ્યોએ સંપૂર્ણપણે શરણું લેવું જોઈએ. હે રાજન ! જીવન્મુક્ત સદગુરૂના વર્ણનને તે પાર નથી. અરે ! જ્યાં માયા જ નથી તો પછી માયા વડે થતાં આ વર્ણનનો તો સગુસ્વરૂપમાં શી રીતે સ્પર્શ થઈ શકે? માટે સદગુરુ અગમ્ય, અગોચર અને વાણીથી પર છે એટલું જ ટૂંકમાં સમજ, વળી ભગવાને પણ જીવમુક્ત એવા સદગુરુનાં લક્ષણો વખતોવખત શ્રી અર્જુનને કહેલાં છે, તે મેં તને કહેલાં જ છે.
સંત શિષ્યનાં લક્ષણો હે રાજા ધૃતરાષ્ટ્ર! ઉપર પ્રમાણે ગુંગવાળા બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય એવા સશુર મળે તે જિજ્ઞાસુ શિષ્ય ગમે તેમ કરીને પણ તેમને સેવવા જોઈએ. આવા બ્રહ્મનિષ્ઠ સગુસ્થી મોટા કઈ દેવ હશે એવી જેના મનમાં લવલેશ પણ શંકા હશે તો તેને કરમટા , અભાગી, અધમ, નરકનો અધિકારી જાણો, શિષ્ય પણ વિષય સંબંધમાં પૂર્ણ વૈરાગ્યયુકત થવું, જેઓને વિષે વિસમાન તદ્દન મિથ્યા લાગે છે, વ્યવહારમાં કિંચિત્માત્ર આસકિત નથી, સદ્ગમાં જે.પી પૂર્ણનિષ્ઠા છે, સશુરુના વચનમાં સંપૂર્ણ વિશ્વાસ છે તેમ જ જે તેમને અનન્યભાવે શરણે ગયેલો છે, નિર્મળ અને પવિત્ર બુદ્ધિવાળો છે, આચારવિચારસંપન્ન છે, અતિ ધીરજવાળો, ઉદાર, પરમાર્થમાં અત્યંત તત્પર, પરોપકારી, નિર્મત્સર, સારાસાર વિવેકી, પરમશુદ્ધ આત્મસ્વરૂપમાં જ સાવધાન રહી અન્ય સર્વ મિથ્યા છે એવા ભાવમાં હંમેશાં તત્પર રહેનારો, બુદ્ધિશાળી, નીતિવંત, સત અસતનો નિર્ણય કરનાર, કંટાળ્યા વગર ગુરુએ કહેલે અભ્યાસ કરનારો, કળવાન, પુણ્યવાન, સાત્વિક, દંભ, માન અને મેહથી રહિત પોતે જ સ્વતંત્ર રીતે આત્મવિચાર કરી શકનારો, ગમે તેવા પ્રસંગમાં પણ ગુરુનિષ્ઠામાં ખંડ ન પડે તેવ, જગત મિથ્યા અને નશ્વર છે એમ સમજનાર, સત્પાત્ર, વિદ્યાવાન, સદ્દભાવવાળા, સંસારથી તપ્ત થયેલે, સંસાર સંબંધમાં જેને ખરેખર . સંપૂર્ણ રીતે વૈરાગ્ય ઉપજેલ છે, આ યાત્મિક, આધિદૈવિક અને અધિભૌતિક ત્રણે પ્રકારને તાપ વડે જે તપ્ત થયેલો છે અને જે ગર્ભસખી, આત્મપ્રાપ્તિને માટે પોતાનો પુરુષાર્થ જ શ્રેષ્ઠ છે, એવી દઢ માન્યતાવાળો: જે દેહાધ્યાસી એવો અવિવેકી નથી તેવા સંત શિષ્ય સદ્ગુરુને સંપૂર્ણ નિષ્ઠા વડે શરણે જવું જોઈએ.
બ્રહ્મનિષ્ઠ સદ્દગુરુને આત્માર્પણ કરવું જોઈએ હે રાજા! આ રીતના સદ્ગુણસંપન સશુરુ અને સત શિષ્યોને મેળ થયો એટલે પછી શું બાકી રહે? આખું બ્રહ્માંડ પણ તેને એક તણખલા સમાન તુચ્છ છે. ટૂંકમાં એટલું જ કે, આત્મનિષ્ઠ જીવમુકત સદગુરુનો મહિમા અગાધ છે. કપતરુ નીચે બેડલા મનુષ્યને જેમ કેઈપણ વાતની ઉણપ હોતી નથી તેમ આ સદ્દગુરુની છાયામાં રહેનારા શિષ્યને શી ઉણપ હોય? અરે ! સદગુરુ વ્યાસાચાર્યની અગાધ શક્તિ તો જુઓ! એમણે મારા જેવા પામરને કેવી દિવ્યશકિત અર્પણ કરી છે અને તે વડે આ પરમ યોગેશ્વર શ્રીકૃષ્ણ ભગવાન અને અર્જુનનો અદ્દભુત સંવાદ મેં પ્રત્યક્ષ સાંભળે; આથી મારું અજ્ઞાન અને તેનું કાર્ય એ બંને નાશ પામ્યાં છે. મને ઉત્તમોત્તમ જ્ઞાનનો પરમ લાભ થયો છે. જેમ સુવર્ણ કડાં, બાજુબંધ, પચી તથા નુપુર આદિને આકારે થઈ જાય છે અથવા જળની અંદરના તરંગે અભિન્ન સત્તાથી જળપ