________________
૮૮૪]
તિિત મીત્તેનિ વામં સુરમ્
[ સિદ્ધાન્તકા ભ૦ ગીવ અ૦ ૧૮/૭૫
કરનારા, (૩) જંતરમંતરવાળા, (૪) નાના પ્રકારના ચમત્કારે અને કૌતુક કરી બતાવવાવાળા, (૫) ગારુડી વિદ્યાવાળા, (૬) ઔષધિ દવાદાર કરનારા, (૭) ધાતુ (સેનું) બનાવવાની રસાયન વિવાવાળા, (૮) ફક્ત નજર નાખતાં જ ઈષ્ટ વસ્તુની જાણે પ્રાપ્તિ થતી ન હોય એવો ચમકાર કરી લેકેને આશ્ચર્યચકિત કરવાના ઉપાયો કહેનારા, (૯) હાથમાંથી કંકુ, બંગડી, શ્રીફળ ફળ, સાકર વગેરેને જાણે અદશ્યમાંથી લાવીને એકદમ વરસાદની પેઠે ખડાં કરી દેનારા, (૧૦) માટી, રેતીની સાકર અથવા પાણીનું દૂધ કરી બતાવનારા, (૧૧) એકાએક અદસ્ય બની જવાની ક્રિયાવાળા, (૧૨) પ્રેતવિદ્યા સાધ્ય કરેલા, (૧૩) સાચી જ હૈય તેવી રામકૃષ્ણાદિ દેવતાની મૂર્તિનું દર્શન કરાવનારા, (૧૫) કર્ણપિશાચી, ભૂત ભવિષ્ય કહેનારા (૧૫) પેંડા, બરફી, હલવો, હાર, અત્તર, ગુલાલ, કુલે વગેરેને અદશ્યમાંથી એકદમ ખડાં કરી દે તેવી મલિને વિદ્યાવાળા, (૧૬) સાહિત્યશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર ભણાવવાવાળા તથા તેવાં શાસ્ત્રો વાંચીને સમજાવનારા અને તે ઉપર ગુજરાન ચલાવવાવાળા, (૭) લોકોને શ્રુતિ સ્મૃતિ, પુરાણુદિ શાસ્ત્રોના અર્થો વગેરે કહેવાને બહાને તેને વિક્રય કરી તે વડે પેટ ભરનારા (શાસ્ત્રવિક્રયી), (૧૮) નૃત્યવિદ્યા વગેરે કળાએ ભણાવવાવાળા, (૧૯) શાળાની અંદર ભણાવવાવાળા, (૨૦) પંચાક્ષરી, (૨૧) અનેક પ્રકારના વ્યાપાર ભણાવવાવાળા, (૨૨) પેટ ભરવાની કળા ભણાવનારા અને (૨૩) જગતનું કલ્યાણ કરવાને બહાને કૂડકપટ અને ફંડફાળા એકઠા કરનારા; ઈત્યાદિ અનેક પ્રકારના ગુરુઓ કહેવાય છે, પરંતુ તે બધા ગુરુઓ નથી પણ સ્વાર્થી અને જગતને ધુતનારા ધુતારાઓ કિંવા જાદુગરો સમજવા.
સદ્દગુરુ તો તે બધાથી જુદો જ છે હે રાજન ! માતા, પિતા પણ ગુરુ જ છે, પરંતુ તે અજ્ઞાનનો નાશ કરી ભવસાગરમાંથી પાર ઉતારી શકતાં નથી. જનોઈ વખતે ગાયત્રી મંત્રનો ઉપદેશ કરે છે તે પણ ગુરુ જ છે. આ સિવાય કેાઈકુલગુ, ધર્મગુરુ, જગદ્ગુરુ, રાજગુરુ, મંત્રગુરુ, તંત્રગુરુ, યંત્રગુરુ, મીઠું મીઠું બેલી પિતાને વાર્થ સાધી લેનાર ઉસ્તાદગુરુ,વિદ્યાગુરુ, કવિદ્યાગુરુ, પોતપોતાના મન વડે માની લીધેલા હોય તેવા ગુરુઓ, પાપમાગે લઈ જવાવાળા અસત્ ગુરુ, પોતે ગુપ્ત રહી શક્તિસંચારને નામે શિષ્યને પોતે કિંવા પોતાના તરફથી અન્ય કોઈની મારફતે શક્તિ
કલાવે છે માટે શિષ્યએ તો ફક્ત તેની રાહ જોતાં બેસી રહેવું અથવા તો રોજ શક્તિ આવે છે એમ માની લેવું, આ સિવાય બીજું કાંઈ પણ નહિ કરવું; એ રીતે તેમને પુરુષાર્થહીન અને યાચક વૃત્તિનાં બનાવવાવાળા ગુરુ, સર્વ કળાઓમાં પ્રવીણ ગુરુ, રવમમાં દર્શન થયા તે ગુરુ, દિક્ષાગુરુ, પ્રતિમાગુરુ રાજકીય શિક્ષણ આપનારા ગુર, દેશગુરુ, દ્રોહ કરાવવાની કળાવાળા દ્રોહગુરુ, અંધાનુકરણીયગુરુ, જગતમાં જેમનો જે જે વ્યવસાય હાય તે તે માનેલા ગુરુઓ; આ રીતે ગુરુઓની સંખ્યાઓને તે જગતમાં પાર જ નથી, પરંતુ આ બધા ગુરુઓ નકામાં છે. આવા ગુરુઓ ત્રાંબિયાના ત્રણ મળે તો પણ તે નકામા છે; કેમ કે બહારથી પિતાને ગુરુ. કહેવરાવનારા પરંતુ અંદરખાને અનેક વિષયોની લાલસાવાળા સ્વાર્થસાધુઓ સાચા ગુરુઓ નથી પરંતુ ભિખારી છે. જે જ્ઞાનબોધ વડે અવિદ્યાનો ઉચ્છેદ કરી ઇન્દ્રિય જય કરાવી શકતો નથી, જે શિષ્યો પાસેથી દ્રવ્ય લઈને તેને જ અંકિત(દાસ) બની જાય છે એટલે દ્રવ્ય આપનાર શિષ્યોનો જે અંકિત(દાસ) બને છે, તેઓના મનને સારું લાગે તેમ વર્તે છે, શિષ્યની હાજી હા જ કર્યું જાય છે, તેમને ઠીક લાગે તે જ કહેનાર હોઈ જે આશાઓનો ગુલામ છે, જે નિસ્પૃહ નથી, સાચી વાત બતાવી શકતો નથી, નિર્ભિડ નથી, તો ગુરુ તે અત્યંત અધમ અને ઠગ કહેવાય. માટે દુરાચારી, ભીડખાઉ (જે શિષ્યની ભીડને લીધે સાચી વાત શિષ્યને કહી તેના દર્ટ હડાવી નહિ શકે તે) ગુરુ, જેમ (ધાતકી) ઊંટવૈદ્ય રોગીનો સર્વસ્વ નાશ કરે છે તેમ શિષ્યને સર્વસ્વઘાત કરનારે સમજવો. તેવા ગુરુઓ ઉપયોગી નથી, સાચો ગુરુ તે આ બધા કરતાં જુદો જ હોય છે.*
* ગુરુ અને શિષ્યનાં લક્ષણે સંબંધમાં શ્રી સમર્થ રામદાસ સ્વામીએ પોતાના દાસાધમાં વિસ્તૃત વર્ણન કર્યું છે, તથા ગવાસિષ્ઠાદિ અને શાસ્ત્રોમાં પણ વર્ણને આવે છે તે જિજ્ઞાસુઓએ જોઈ લેવાં.