________________
૮૮૨ ]
તેવા નિતઃ જાતી નેતરેવાનું | ઢ.
[ સિદ્ધાન્તકાણ૩ ભ૦ ગીર અ૦ ૧૮/૫
સઘળું કાંઈ છે જ નહિ. કેવળ સદરૂ૫ એ એક હું જ છે કિંવા દેશકાળાદિનું પણ જ્યાં અસ્તિત્વ નહિ હોવાને લીધે હું કયાંયે પણ નથી. અહાહા ! આ કેવી આશ્ચર્યજનક શાંતિ છે, જે કઈ જાણવા યોગ્ય હતું તે સર્વ મેં આપની કૃપા વડે જાણ્યું છે અને અવિવેકીઓને દુષ્કાય એવું મોક્ષસુખ પણ મને પ્રાપ્ત થયું છે. આ સમસ્ત વસ્તુઓનો સમૂહ મારી દૃષ્ટિમાં હવે બિલકુલ છે જ નહિ. સાક્ષાત્કાર વડે પ્રબોધને ઉત્થાન કરનારું અંતિમ એવું આપને આત્મસ્વરૂપ હવે મને સારી રીતે ઓળખાયું છે, તેમાં આ જન્મમરણાદિ સુખદુ:ખોનું નામનિશાન પણ નથી. તેવા અનિર્વચનીય સ્વરૂપમાં જ હવે હું સ્થિત થયો છે.
આ દેહની ઇન્દ્રિય ભલે કર્મમાં પ્રવૃત્ત થાય ભગવાન ! મારે હવે અપ્રાપ્ય શું છે? અને હોય તે તે આત્મસ્વરૂપ વિના બીજે કઈ સ્થળે હોઈ શકે ખરું કે? અરે, સ્થાન કાળની પણ જેમાં કલ્પના નથી એવા આત્મસ્વરૂપમાં તદ્દવ્યતિરિક્ત કે વસ્તુ હેવાનો સંભવ પણ કેવી રીતે હોઈ શકે? અરે, પ્રથમ તે મારા ચૈતન્યમય આત્મરવરૂપમાં અહંરૂપ ક્રિયા જ કેવી રીતે સંભવે? જેમ સ્વમ તદ્દન મિથ્યા છે, તેમ આત્મદષ્ટિએ આ દેહ, ઇન્દ્રિયો અને મન તથા તેને સર્વે વ્યાપાર પણ સાવ મિથ્યા જ છે અને હું તે અખંડેકરસ આમવરૂપ હોવાથી જે કાંઈ હશે તો તે સર્વ પણ આત્મસ્વરૂપ એવા મારાથી અભિન્ન છે. ચિદાનંદ વડે ભરપૂર અને ગગન કરતાં પણ પૂર્ણ, આત્મસ્વરૂપ એવા મારું શુભ કિંવા અશુભ કરે એવું તે વળી શું હોઈ શકે? અને તે હેય જ ક્યાંથી? વળી મારા સામર્થ્ય ઉપર જ આ કરડે ભાસો ભાસમાન થતા હોવાને લીધે તેમાં કોઈ આભાસાત્મક ક્રિયા ભાસમાન થાય તે પણ શું અને તે ન થાય તે પણ શું? મને તે આમ કર્તવ્ય અને અકર્તવ્ય, એ બંનેને તલમાત્ર પણ સ્પર્શ નથી. ત્યારે હું યુદ્ધ નહિ કરું એવા દુરાગ્રહનું શું પ્રયોજન છે? સત્ય અને પરિપૂર્ણ સ્વભાવનો હું સમાધિમાં કે વ્યુત્થાનમાં ક્રિયા અને અક્રિયા બંનેમાં આનંદ વડે ભરેલો છે. જાગ્રત થયા પછી સ્વમમાં ચાલતી ક્રિયાઓ મિથ્યા છે, માટે તેને શોધી કાઢીને તેનો નાશ કરવા કિંવા સ્વપ્રમાંના પોતાના શરીર વડે હજુ પણ ક્રિયાઓ કઈ રથળે થતી હશે એમ સમજીને કોઈ તેને ખોળી કાઢી બંધ કરાવવા પ્રયત્ન કરે છે ખરા કે ? તે પછી મારી દષ્ટિએ આત્મરૂપ પરંતુ અજ્ઞાની લોકોની દષ્ટિએ અર્જુન, તેનો દેહ, ઈદ્રિયો વગેરે કાંઈ હોય તો તે અર્જુન, તેનો દેહ, ઇકિયો, મન, બુદ્ધિ ઈત્યાદિ જે જે કઈ રવાભાવિક રીતે પ્રકૃતિ સ્વભાવને અનુસરી જે જે કર્મમાં પ્રવૃત્ત થતાં હોય યા નિવૃત્ત થતાં હો તો તેમ ભલે થાઓ. તેમની એ પ્રવૃત્તિ કિંવા નિવૃત્તિ વડે મારા અસંગ એવા આત્મસ્વરૂપને શો લાભ અથવા હાનિ થવાની છે?
करिष्ये वचनं तव હે પ્રભો! આ પ્રમાણે હું સ્વસ્વરૂપના અનુસંધાનને પ્રાપ્ત થયેલ હોવાથી હંમેશાં સ્વસ્થ, શાંત અને પરમાનંદ મહાસાગર બની ગયો છું. મારા સ્વયંપ્રકાશનો અસ્ત કદાપિ થતો નથી. હું અત્યંત પરિપૂર્ણ અને સર્વ સંગથી રહિત એવા તમારા આત્મસ્વરૂપની સાથે તદ્દન તદાકાર બની ગયા છે. હવે મને આ સર્વભૂતે પોતાના આત્મરૂપ હોવાનો અનુભવ થાય છે એટલે શોક કે મોહ રહેવાનું પ્રયોજન કયાંથી હોય? (ઈશ. ઉ૫૦ ૭ તથા છાં. ઉ૫૦ ૭/૧/૩ જુઓ). હે ભગવાન શ્રીકૃષ્ણ! આપની કૃપાથી મારી બુદ્ધિ હવે કતકત્ય થયેલી છે, હું એ નિર્વાણપદને પ્રાપ્ત થઈ ચૂકયો છે, મારા સર્વ સંશયો છેદાઈ ગયા છે, હું હવે નિઃશંક થઈ ચૂકયો છે, મને હવે કોઈ પ્રકારની આકાંક્ષા નથી. જે કહેવાનું હતું તે સર્વ આપે કહ્યું છે અને જે જાણવાનું હતું તે સર્વ મેં જાણી લીધું છે. કૃતકૃત્ય થયેલી આપની વાણુ હવે સુખેથી વિશ્રાંતિને પ્રાપ્ત થાઓ. સેય વસ્તુ પ્રાપ્ત કરવાને માટે જે જાણવાનું હતું તે સર્વ જાણું લઈ મને હવે તેને સાક્ષાત્કાર થયો છે. મારા દૈતભાવનો સંપૂર્ણપણે નાશ થઈ ગયા છે. દશ્યના ભેદનું મારું બધું ભાન હવે
ન ગલિત થઈ ગયું છે. આ મુજબ હે પ્રભો ! આપની કપાથા મને મારા સ્વરૂપની સ્મૃતિ પ્રાપ્ત થયેલો છે. મેહ નષ્ટ થયું છે. હું હવે તદ્દન સંશય રહિત એવી સ્થિતિમાં નિશ્ચલ થઈ રહ્યો છે; માટે આપની આજ્ઞા પ્રમાણે હવે હું કરીશ,