________________
*
-
-
૮૮૦ ]. તમાWય પત્નિ હીરા – [ સિદ્ધાતકાણ ભ૦ ગીઅ૧૮/૭૩
ભ્રાંતિની સત્તા કેવી હશે? બ્રતિ વડે ભાસમાન થનારો આ બે પાને અનુભવ સ્વપ્નની અંદર થયેલા પિતાના મરણની જેમ તદન મિથ્યા છે. આ જે અજ્ઞાન કિંવા બ્રાંતિ કરીને કાંઈક કહેવાય છે તે તે તત્ત્વજ્ઞાન વડે' તુરત જ શમી જાય છે. આ જ તરૂ૫ ભ્રાંતિ જાગ્રદાવસ્થામાં, જો કે પ્રત્યક્ષ દેખાય છે છતાં તે તે મૃગજળવત હેઈ નાના બાળકને ભૂતની કિંવા બાવાની દેખાતી બ્રાંતિની જેમ સાવ મિથ્યા જ છે, તે યથાર્થ નથી; કેમ કે અવિચાર વડે જ રૂઢ થયેલી હોવાથી તે વિચાર વડે એકદમ શમી જાય છે. અપર અને પર એ બંને સ્વરૂપો પણ એક જ છે. અર્થાત તાદિ તમામ ભાવો તેના સાક્ષી સહ અભેદ એવા એક આત્મસ્વરૂપ જ છે. એ પ્રકારના દઢ નિશ્ચય વડે જયારે હું ભાવને વિશ્વય કરી તેને પ્રત્યક્ષ સાક્ષાત્કાર કરવામાં આવે છે ત્યારે તેના હૃદયની તમામ ગ્રંથિઓનું તત્કાળ ભેદન થઈને તે તદ્દન નિઃશંક બની જાય છે (મુંડક ઉપ૦ ૨/૨/૮). હે મહાત્મન ! આ રીતે બ્રહ્માસાક્ષાત્કાર થયા પછી તે આ ભitત કરીને કાંઈક હતું અને તે કયાંથી ઉત્પન્ન થયું હતું ઇત્યાદિ પ્રશ્નો પણ અહિં ઘટી શકતા નથી કેમ કે મૃગજળથી આપણી તૃષા કેમ શાંત થઈનહિ તેના કારણનો ગમે તેટલો વિચાર કરવામાં આવે તો પણ તેનો શો અર્થ? તેમ મિથ્થા વસ્તુનો તો વળી વિચાર કેવો અને વિચાર કરવાવાળું કોઈક છે, એમ માનનાર તે વળી શું હશે? તાત્પર્ય એ કે. સત્ય વસ્તુને વિચાર કરવાથી લાભ છે પરંતુ મિથ્થા વસ્તુને વિચાર કરવાથી શું લાભ? આ ભ્રાંતિરૂ૫ જગદાદિનું મૂળ જે અજ્ઞાન છે તે પ્રમાણિક વિચાર વડે જોતાં કયાંયે જડતું નથી; અર્થાત તે મિયા હેવાથી તેને અનુભવ થાય છે એમ કહેવું એ તે વળી એક મહાશ્રમ કહેવાય. આપે કહેલા સર્વ કૃતિ આદિ પ્રમાણેનો સારી રીતે વિચાર કરીને અનુભવ વડે છેવટે મને એ જ જણાયું કે પરિછિન્ન (મર્યાદાવાળી) એવી દશ્ય નામની કંઈ વસ્તુ છે જ નહિ. આત્મામાં તેવી વસ્તુ તે પ્રકાશમાં અંધકારની જેમ કિંવા આકાશનાં પુષ્પો અથવા સસલાનાં શિંગડાંનો જેમ કદાપિ હતી જ નથી. તે સાવ મિથ્યા છે. તે તેવી મિથ્યા વરતુ ગમે તેટલા વિચારો કરવા છતાં પણ શી રીતે મળે ? જેમ વાંઝણીને કદી પુત્ર હતા જ નથી તથા પુત્ર હોય તો તે વાંઝણી કહી શકાય જ નહિ તેમ આ દશ્ય પ્રપંચ વાંઝણીના પુત્ર જે સાવ મિથ્યા છે દિવા જે હોય તો તે આત્માથી અભિન્ન છે. આમ દ પ્રપંચ કોઈ પણ પ્રમાણ વડે સિદ્ધ થતો નથી તો પછી તેવી મિથ્યા વસ્તુની તો વળી સત્તા કેવી રીતે સંભવે? માટે કંઈ પણ દેશકાળમાં કશી પણ ભ્રાંતિ સંભવતી જ નથી. આ સર્ચ આવરણ વિક્ષેપાદિથી રહિત, વિજ્ઞાનઘન એવું એક આત્મરૂપ જ સર્વત્ર પ્રસરી રહેલું છે.
પ્રતીતિ કિવા અપ્રતીતિ બને નથી જે કાંઈ જગતની અંદર આ બધી દસ્પજાળ ભાસે છે, પ્રથમ ભાસતી હતી અને ભવિષ્યમાં ભાસશે. તે સર્વ બ્રહ્મ જ છે અને તેમ કહેનારે તેને સાક્ષી પણ તકૂપ જ છે. એ બ્રહ્મ નિરતિશય આનંદ વડે પરિપૂર્ણ એવા સ્વસ્વરૂપમાં જ પૂર્ણપણે રહેલું છે. વાસ્તવિક બ્રહ્મ સિવાય અહીં કોઈ કાળે કે સ્થળે બીજી કાંઈ પ્રતીતિમાં આવતું જ નથી તેમ તેની સાવ અપ્રતીતિ છે એમ પણ નથી; તે તો તદ્દન અનિર્વચનીય છે એટલે આ છે, નથી કે તેવું કહેનારા તેને સાક્ષી ઇત્યાદિ કોઈ ભાવોનો તેમાં વિકાર નહિ હોવાથી છે દવા નથી એવો નિર્ણય કોણ અને શી રીતે કરી શકે? તમાત તે અનિર્વચનીય છે, એવા પ્રકારનું સક્ષમ મૌન જ તેને માટે બસ છે. આ સ્વછ એવું શાંત આત્મસ્વરૂપ આ રીતે વિવરૂપે જગતને આકારે થઈ રહેલું ભાસે છે. જરામરણાદિ વિકારોથી રહિત, કેઈથી કદી પણ હરી ન શકાય એવું અવિકારી, આનંદમય, શહ, અદ્વિતીય છતાં ભ્રમ વડે અનેક પ્રકારે પ્રતીતિમાં આવતું, વિદ્વાને એ અનુભવેલું, સર્વવ્યાપી અને પૂર્ણ એવું સ્વસ્વરૂપ જ અહંકારને વિલય કરીને અવશેષ રહેનારા આત્મસ્વરૂ૫ના બંધને લીધે સર્વત્ર પ્રસરી રહેલું છે.