________________
ગીતાદેહને 3 (અનંત છતાં) એકરૂપે, (કામના રહિત છતાં) અનેક કામોને ધારણ કરનારો એવો– [૮૭૯ મંથિ હેઈ તે વડે જ આ સંસાર આટલો બધો વિશાળ અને અનિવાર્ય અર્થાત સમેટી નહિ શકાય એ વિસ્તારાયેલો છે. તેમ આ ભાયમાન થનારું તમામ જગત આત્મરૂપ નથી એ નિશ્ચય થા તથા આત્મા
એટલે જગત જ છે એ નિશ્ચય થવો, એ બીજી મંથિ કહેવાય. તે પ્રમાણે જીવ અને ઈશ્વર એ બંને પરસ્પર ભિન્ન ભિન્ન છે અથવા જીવ તથા ઈશ્વર પરસ્પર એક બીજાથી જુદાજુલા છે ઈત્યાદિ પ્રકારના જે નિશ્ચય તે બધી હદયમંથિઓ જ છે. આ રવરૂપનું અજ્ઞાન અનાદિ કાળથી મિથ્યા બમ વડે ઉત્પન્ન થયેલું છે તેના ઉપર વિપરીત પ્રહાત્મક અર્થાત ઉલટા નિશ્ચય વડે માની લીધેલી એવી અનેક ગ્રંથિઓની ગૂંચ વળીને (ગૂંચવાઈ જઈને) તે મહાન ગ્રંથિઓના ગૂંચળાં રૂપે થવા પામેલું છે. તે પૈકી સૌથી પ્રથમની ગ્રંથિનો ઉકેલ થતાં જ ઇતર સર્વ ગ્રંથિઓ આપોઆપ ઉકલી જાય છે. હું મારીશ કિંવા મરીશ ઇત્યાદિ કાંઈ મારામાં નથી. હું મારીશ કિંવા મરીશ, આ બધાં મારાં સ્વજને છે તે મરશે વગેરે બુદ્ધિ તો અજ્ઞાન વડે બ્રાન્તિને લીધે થવા પામેલી હતી. તે મારી સર્વ ગ્રંથિઓ હે ભગવન! આપની કૃપાથી છેદાઈ ગયેલી હોઈ હું હવે તદ્દન નિઃસંદેહ અવસ્થામાં સ્થિત થયો છે,
સ્વસ્વરૂપની ઓળખ નહિ થયાથી થનારી મિથ્યાભ્રાંતિ
અહે ! આ મૃગજળવત મિથ્યા સંસારરૂપી અનંત આકાશમાં અને તેમાં પણ આ બ્રહ્માંડરૂપી તેની એક ગુહારૂપ દિશામાં પણ લાંબા સમય સુધી હું આપને આત્મસ્વરૂપ નહિ ઓળખતાં તથા આપ હંમેશાં મારી પાસે હોવા છતાં પણ ભ્રમમાંને ભ્રમમાં ભટકતો જ રહ્યો પરંતુ આપની કૃપાથી આત્મવરૂપને ઓળખ્યા પછી હવે હું તદ્દન નિઃસંશય રીતે કહું છું કે આ દસ્યાદિ જગતની ભ્રાંતિ તે કાંઈ છે જ નહિ. તે સાવ મિથ્યા છે. તે પૂર્વે કદી હતી જ નહિ, હાલમાં પણ નથી અને ભવિષ્યમાં થશે પણ નહિ,
આ સર્વ શાંત, નિરાલંબ, કેવળ એક આત્માથી અભિન્ન એવું અનિર્વચનીય તત્વ જ છે. તે કેવળ વિજ્ઞાનરૂપ છે, ચિત ધન છે, નિર્વિકલ્પ અને રાગદ્વેષાદિથી રહિત છે. અહો ! આશ્ચર્યની વાત છે કે, જે વાસ્તવિક રીતે પોતાનું સ્વરૂપે ઓળખવામાં આવે તો આ સર્વ પરમ એવા આકાશરૂપ જ છે, છતાં તે જાણે કેમ સંસારને રૂપે થઈ રહ્યું ન હોય તેવું જણાય છે. આ પ્રમાણે આ મિથ્યા દૈતનું ભાન ખડું થઈ જવા પામે છે. આ તમામ લોકે, પર્વત, નદીઓ, હાથી, ઘડા, હથિયારો, હું, તું, તે, આ વગેરે સર્વ વસ્તુતઃ તો સ્વચ્છ, નિર્મળ અને તદ્દન શુદ્ધ એવા એક આત્મસ્વરૂ૫ છે, તો જાણે તે મલિન ન થયું હોય તેમ દયાદિરા બેપણુતા ભાવે વડે મૃગજળની જેમ મિયા ભાસી રહ્યું છે. આ સૃષ્ટિ આદિમાં, પરલોકાદિમાં, સ્વપ્ન તથા ક૯પના આદિમાં આત્મા જ જાણે તેવા તેવા પ્રકારે થયે ન હાય તેમ દયના જેવો ભાસે છે; કેમ કે જ્યાં બીજું કાંઈ છે જ નહિતે પછી બે રૂપે ભાસનારો તથા તેને જાણનારો તેના વિના બીજું કશું હોય? તેથી વાસ્તવમાં તે આ દશ્ય, દ્રષ્ટા, સૃષ્ટિ, જગત, ચિદાભાસ, (જીવ), જામત, સ્વપ્ન તેમાં ભાસતાં અનેકવિધ દો કિંવા પદાર્થો, સુષુપ્તિ તેમ જ તે સર્વને જાણનારો સાક્ષી વગેરે જે કાંઈ અનિર્વચનીય હોવા છતાં માયારૂપે વચનીય હોય એમ પ્રતીતિમાં આવે છે, તે સર્વ સાવ મિયા જ છે. હે કેશવ! આ શ્રાંતિ કરીને કાંઈક છે એ સંભવ પણ કયાંથી હોય અને આ પ્રમાણે, તે ભાંતિરૂ૫ છે, એવી રીતે કલ્પી લઈ તેના કારણનો વિચાર કરવો તે પણ અયુક્ત અને ખાલી માથાંડ ર્યા સમાન છે, કેમ કે ભ્રાંતિનો અભાવ જ માત્ર અનુભવમાં આવે છે. પ્રકાશમાં જેમ અંધકાર કિંવા તેના કારણદિનો વિચાર પણ કદી સંભવે નહિ તેમ નિર્વિકાર એવા આત્મપદમાં ભ્રાંતિ તે વળી શું હશે? કયાં હશે? કેવી હશે? એવો વિચાર, કિંવા ભ્રાંતિ કરીને કાંઈક હશે એવું જ્ઞાન પણ કાને અને શી રીતે સંભવે? આથી ભ્રાંતિરૂપ કાંઈ ભાસે છે કિંવા તેનું જે કાંઈ જ્ઞાન થાય છે તે પણ તમામ બ્રહ્મરૂપ જ છે, તેનાથી જુદુ કાંઈ છે જ નહિ. એકરસ, નિર્વિકપ અને નિર્વિકાર એવા આત્મસ્વરૂપની અંદર જ્યાં બીજી કોઈ વસ્તુ જ નથી, તો પછી અભેદ અને ભેદની કલ્પના કરનાર પણ કયાંથી હોય?