________________
ગીતાહની (શરીરથી અભિન્ન છે તેમ વિરાટ પુરુષને જીવાત્મા) આત્મામાં (આભ૩૫) સ્થિર છે. [૭૭૩
બેલે છે તે કહે કે આનું નામ “ક” છે એમ તું શી રીતે અને કયા આધાર વડે કહે છે ? તે શબ્દ પણ મૂળ વેદ જ નિશ્ચિત કરી આપ્યો છે કે બ્રહ્મદેવથી માંડીને તૃણ સુધીના જગતમાં ચાલતા તમામ વ્યવહારને કર્મો કહેવાં. આમ શાસે બતાવેલા આ કર્મ શબ્દનો જે તે પ્રથમ સ્વીકાર કરે તે તે શાસ્ત્રનો સ્વીકાર કર્યો એમ જ સિદ્ધ થયું. આમ કર્મ શબ્દને માટે જે શાસ્ત્રને માન્ય રાખવામાં આવે તે પછી તે કમ શી રીતે કરવું તે સંબંધમાં જે કોઈ પોતાની મનસ્વીતાની વાતો કરે છે તે એક પ્રકારનો દંભ કિંવા મૂર્ખતા જ કહેવાય. જે તેણે શાસ્ત્રરચિત આ કર્મ શબ્દને બદલે બીજી કોઈ નવી જ લેધ કરી હોય તે તે વાત જુદી ગણાત પણ પ્રથમ શાસ્ત્રમાન્ય પાયાનો અંગીકાર કરી પછી મિથ્યાભિમાન વડે મે આમ કર્યું, એવા પ્રકારે પોતાની બડાશ હાંકવી તે તો કેવળ મૂખતા જ લેખાય, આવું કહેનારાઓને જ ભગવાને આસુરી સંપત્તિવાળા એટલે અર્ધદગ્ધ કહેલા હોઈ તેઓ પોતાના મિથ્યાભિમાન વડે અધમાધમ યોનિમાં પડી પોતાના હાથે જ પોતાનો વિનાશ કરી લે છે, એટલા માટે જ આ કાર્ય છે અને આ અકાર્ય એવા નિશ્ચયને માટે અહીં વેદશાસ્ત્ર જ પ્રમાણુ છે “ર દેવા પર શa" (વ્યાસાચાર્ય). માટે વેદે કહેલા વિધિને સમજીને અહીં આત્મજ્ઞાન થતાં સુધી તેનું પાલન કરવું એ જ એક ખરો માર્ગ છે.
અધ્યાય ૧૭
અર્જુન સવારછે શારિષિમુત્યુ થનને અટૂયાન્વિતા | तेषां निष्ठा तु का कृष्ण सत्त्वमाहो रजस्तमः ॥१॥
શાસ્ત્રવિધિ નહિ જાણનારા શ્રદ્ધાવાની નિષ્ઠા ભગવાન શ્રીકૃષ્ણનું કથન સાંભળોને અર્જુનને શંકા ઉત્પન્ન થઈ. તેણે પૂછ્યું : હે ભગવાન ! આપે અત્યાર સુધી કરેલું વિવેચન પૂર્ણ રીતે મારા લક્ષ્યમાં આવ્યું છે. પિતાને હું શરીર છું, એવું માનનારા આસુરી સંપત્તિવાળા કહેવાય છે તથા હું એટલે આત્મા છે એમ માનનારા દૈવી સંપત્તિવાળા કહેવાય છે; એ પણ હું સારી રીતે સમજ્યા. વળી દેવી સંપત્તિવાળા પુરુષ જગતમાં સુખશાંતિ ઇત્યાદિ સમૃદ્ધિની વૃદ્ધિ કરનારા હોય છે અને આસુરી સંપત્તિવાળા પુરુષો જગતનો વિનાશ કરવાને માટે જ પેદા થાય છે. કારણ કે, તેઓ મિથ્યાભિમાની, દુરાગ્રહી, દંભી અને કેવળ કામ, ક્રોધ અને લોભમાં સપડાયેલા તેમ જ સારાસાર વિવેકથી રહિત હોય છે, તે પણ મારા ધ્યાનમાં આવ્યું. પરંતુ હે પ્રભો! આપે કહ્યું કે કાર્ય અને અકાર્ય એટલે શું ? તેને પ્રથમતઃ શાસ્ત્રવિધિ પ્રમાણે જ નિર્ણય થવો જોઈએ, પણ પોતાની મેળે અર્થાત મનમાં આવે તે એટલે ફાવે તે મનસ્વી નિર્ણય કરી લઈ સ્વછંદતાથી કર્મ કરવું નહિ જોઈએ, પરંતુ મને એક શંકા થાય છે કે જેઓ જાણી જોઈને અભિમાન વડે શાસ્ત્રને અભ્યાસ કર્યા સિવાય જ સારા વગેરે કાંઈ છે જ નહિ એમ સમજીને એટલે શાસ્ત્ર જાણવાની દરકાર નહિ કરતાં પોતાના મનરવી ધોરણે વર્તન કરનારા દાંભિક, અવિવેકી અને અવિચારી એવા આસુરી સંપત્તિવાળા છે તેવાઓને માટે તો આપે છે તે બરાબર છે, પણ જ્યારે તેની કોટિના નથી; પરંતુ કારણવશાત શાસ્ત્રાભ્યાસ નહિ થવાથી અથવા તો બધાં શાસ્ત્રો જાણીને શું કરવું, દેહ ક્ષણભંગુર છે માટે બને તેટલી વરાથી ભગવાનની પ્રાપ્તિ કરશે લેવી જોઈએ, એ રીતની શ્રદ્ધાવાળા અંતઃકરથી યુક્ત થઈને શાસ્ત્રવિધિને નહિ જાણવા છતાં પોતાના અંતઃકરણમાં આવી દેવી ભાવના હોવાને લીધે આ સંસારચકમાં પાડનારા વિષયભોગને કિંચિત્માત્ર ઇચકતા નથી પણ તેમાં નિષ્કામ હોય છે અને પિતાના મનના ઉલ્લાસ પ્રમાણે પરમાત્માનું યજન કરે છે, તો હું
-
ક
ન
ક
=
*
*