________________
ગીતાદહન ] તે ધુમાડાથી રહિત એવી અમિ તિ (ચતન્ય) ૫ છે. [ ૭૮૧ જીવો પણ મોક્ષમાં સંદેહવાળા થઈ જ્યારે જેમાં લાખો જન્મ થયા જ કરે તેવા કર્મો કરે છે તેને રાજસાત્ય તતામસી કહે છે અને એક કપમાં અનંત જન્મો ભેગવ્યા પછી જ્યારે કાને અંતે જેને મોક્ષ થાય છે તે તામસી છવજાતિ જાણવી. આ મુજબ એક કપમાં જ જેઓને મોક્ષ થાય છે તેવી છવજાતિના ભેદોનું વર્ણન કર્યું. હવે બીજા ક૫માં મોક્ષ થનારી છવજાતિના ભેદો સંબંધમાં કહું છું.
બીજા કલ્પમાં મેક્ષ થનારી છવજાતિના ભેદે ઉપર કહેવામાં આવ્યા તે તામસી જી એવાં કર્મોનો આરંભ કરે કે જેઓને બીજા ક૯૫માં એક જ જમમાં માલ થાય છે તે જીવ જાતિને તામસસવા કહે છે. આ તામસસી પછી ૨જોગુણ તથા તમગુણના કળથી યુક્ત થવાને લીધે જેઓને ઘણું જ પછી મેક્ષ થવા પામે એવી છવજાતિને તમારાજસી કહે છે. આ તમોરાજસી પૈકી જે જીવોના પૂર્વે તો હજારો લાખો વાર જન્મો થયા હોય છે તથા ભવિષ્યમાં લાખો જો થયા પછી મોક્ષની યોગ્યતા થાય છે, તે છવજાતિને તામસતામસી કહે છે,
અનેક કામ પણ મિક્ષ નહિ પામનારા છે જે જેના પ્રથમના કલ્યમાં પણ અનંત જન્મો થયા છે તથા ભવિષ્યના કોમાં થતા જ રહેશે, એ રીતે તેને મેક્ષને માટે સંદેતું હોય છે, એ કદપકલ્પાંતમાં પણ જે એનો મોક્ષ થ! પામતો નથી, તેવી છવજાતિને અત્યંતતામસી કહે છે.
પુરુષ પોતે પિતાના હાથે વિનાશ દિવા ઉદ્ધાર કેવી રીતે કરે ? આ પ્રમાણે સર્વ જાતિ વાસ્તવિક તે પુરુષનું પણ અધિકાન એવા આત્મા કિંવા બ્રહ્મથી જ ઉત્પન્ન થયેલી છે. જેવી રીતે સમુદ્રોમાં માજાઓ ઉત્પન્ન થાય છે, તે મુજબ આ સર્વ જીવજાતિ બ્રહ્મમાંથી ઉત્પન્ન થવા પામેલી છે. અગ્નિમાંથી જેમ તણખા, સૂર્યમાંથી પ્રમા, ચંદ્રમાંથી શી 1ળમંજરી (કિરણ), સુવર્ણમાંથી અલંકાર, જળનાં ઝરણાંઓમાંથી જળના તુષાર ઉત્પન્ન થાય છે તેમ આ તમામ જીવમાત્રના સમડો આત્મામાંથી જ ઉત્પન્ન થાય છે, આભામાં જ રહે છે, આત્મામાં જ વિલયને પામે છે અને પરમાત્મારૂપ જ છે. તે પરમાત્મા તો અજન્મા છે તેમાં જ આ સર્વ કલ્પનારૂપ છે. ઘટમાં રહેલું આકાશ (ઘરાકાશ) તથા થાળીના છિદ્રની અંદર જેવી રીતે આકાશને ભાગ ૨ હાય છે તેવી રીતે સર લેકની આંકલન પદથી જ થયેલી છે. જળમાંથી જેમ બારીક અને શીતળ કણે, ચકરી, ઘૂમરી, મજા તથા બિંદુઓ ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે બ્રહ્મમાંથી આ અસંખ્ય જીવજાતિની ઉ.પત્તિ થવા પામેલી છે. છતાં જેમ તેજ અને પ્રકાશ ભિન્ન નથી તેમ ઉત્પન્ન થયેલ આ સર્વભૂતમાત્રનો સમૂહ આમાથી કિચિત્માત્ર પણ ભિન્ન નથી. જેમ તરંગોને સમુદ્ર માં જ વિલય થાય છે તથા તરંગે કિંવા સમુદ્રો પાણીરૂપ જ છે તેમ આ અનેક પ્રકારની ભૂતમાત્રની સ્થાવરજંગમાદિ છવજાતિ એ બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થાય છે, બ્રહ્મમાં જ રહે છે, બ્રહ્મરૂપ જ હોય છે તથા વળી પાછી બ્રહ્મમાં જ વિયને પામે છે. કોઈ જાતિ હજારો ક સધી જન્મ પામીને પછી, તે કોઈ ચેડા જન્મો ભોગવીને અંતે પુરુષાર્થ કરી બ્રહ્મમાં જ વિલીન થાય છે. બધા વિના તેને માટે બીજો કોઈ માર્ગ હોતો નથી. એ મુજબ અગ્નિમાંથી ઉત્પન્ન થયેલા તણખાની પેઠે વિવિધ પ્રકારના જગતમાં પરમાત્માની ઇચ્છાથી ઈશ્વરના વ્યવહારવાળી ઉપર લખેલી આ ભૂતસમૂહની જાતિઓ આવે છે, જાય છે, ઊંચી ચડે છે અને પડે છે. આ રીતનો આત્માનો મિથ્યા બ્રમાત્મક વ્યવહાર અપરોક્ષાનભ થતાં સુધી સ્વખવત ચાલ્યા જ કરે છે. આમ પુરુષ પિતાના હાથે જ પુરુષાર્થ વડે આ દુઃખમય મોહજાળમાંથી મુક્ત થઈ શકે છે કિંવા અજ્ઞાનતાને અંગીકાર કરી પોતે પિતાને, પોતાના હાથે જ વિનાશ કરી લે છે અને તે જ કામે દેશી તથા આસરી સંપત્તિવાળે ગણાય છે એ મુજબ શાસ્ત્રમાં નિશ્ચય છે, એમ સમજ, હવે સાત્વિકી, રાજસી અને તામસી શ્રદ્ધા સંબંધમાં કહું છું.