________________
૮૨૬૩ योनिमन्ये प्रपद्यन्ते--
[ સિદ્ધાનકારડ ભ૦ ગીવ અ. ૧૮/૧૧ એટલે બ્રહ્મ કિંવા આત્મરૂપ બને છે. વાસ્તવિક રીતે અહંભાવ ધારણ કરનારે હું પોતે ચાન્ય વા આત્મe૫ હોવા છતાં પણ બહુ કર્તા છું અને મારાં અમુક નામરૂપ છે, એવી હું, તું, તે, આ, મારી, તારી ઇત્યાદિ ભાવનાઓ કરી લે છે અને વાસનાવશાત તે તે ભાવનારૂપ જ બની જાય છે અને જો તેમ ન થાય તો પોતે પરમપદમાં જ સ્થિર રહે છે; માટે પ્રથમ “અહમ' ભાવને ધારણ કરી પછી દેહાદિકના આકારે આત્મબુદ્ધિ થવી અર્થાત હું દેહ જ છું એમ માનવું તે જ કર્મનું કારણ છે. આવી ભાવના એ જ મુખ્ય કર્મના ફળરૂપ છે. સારાંશ એ કે હું એમ માનવું તે જ કર્મને બીજ ૨૫ હાઈ ‘હુ દેહ છું, હું કર્તા છું, અમુક મા છે, ઇત્યાદિ રીતે જે માનવું તેનું નામ જ કર્મફળ છે, એવો શાસ્ત્ર નિર્ણય છે માટે કમળને ત્યાગ કરવો એટલે “હું” અને “માસ' ઇત્યાદિ તમામને ત્યાગ કરવો. આનું નામ જ મુખ્ય કર્મફળત્યાગ છે. આમ કર્મનું બીજ અને કર્મફળ કોને કહેવું તેની શાસ્ત્રમાં કહેલી વ્યાખ્યાઓ તને કહી. તસ્માત તું હવે હું ભાનો મૂળમાંથી જ ઉછેદ કરીને પરમપદમાં રિત થઈ જા. બાકી અહેમમાદિ સિલક રાખીને કઈ કહે કે હું કેવળ બાહ્ય એવા કર્મેન્દ્રિયનાં કર્મને જ ત્યાગ કરું છું, તે તે ત્યાગ સાચો નથી. કારણ કે જે બીજનો જ નાશ થયો ના હોય તે ફક્ત ઉપરની શાખા વગેરેના નાશથી શું વળવાનું છે? એટલા માટે કેવળ કર્મનો ત્યાગ કરતાં કર્મફળત્યાગની મહત્તા વિશેષ છે, એમ હું તને કહી રહ્યો છું.
જીવાત્માને ભયભીત થવાનું કારણ હે પ્રિય! આ મિથ્યા એવા સૂક્ષ્મ ચિદાભાસરૂપ મૂળ બીજમાંથી થનારા કર્મની દેહાદિ ઉપાધિ જ્યાં સુધી રહે ત્યાં સુધી વાળ પણ શો અને તેનું અનુષ્ઠાન એટલે પ્રણ કરવું એ પણ શું? મિયા વસ્તુને તો વળી ત્યાગ અથવા અન્યાગ પણ શું? આ મિથ્યા ચિદાભાસરૂપ જીવ ચેતન્ય(જીવાત્મા) બહાર અને અંદર વાસનાવશાત જેવી જેવી રીતે રકુરે છે તેવી રીતે તે પોતે જ ક્ષણમાત્રમાં બની જાય છે. આ બધું દશ્યજાળ જે જોવામાં આવે છે તે બધું આ પ્રમાણેનું જ છે. આમ તે વાસના કિંવા કુરણવશાત અસત્યને આકારે દેખાય કે સત્યરૂપે દેખાય પરંતુ તે ભય પેદા કરી દે છે અને તે જે કુરણાથી રહિત થઈ રહે તે ભ્રાંતિથી મુક્ત બની જાય છે, પછી કુરણુરૂપ થયેલ આ ભ્રમ સાચો છે કે ખોટે છે તેનું કાંઈ પ્રયેાજન રહેતું જ નથી. જેમ દોરી ઉપર ભમવડે સર્પની ભ્રાંતિ થાય છે ત્યારે તે ભયભીત બનાવી દે છે પરંતુ જ્યારે તે ભ્રતિરૂપ રસરણ નષ્ટ થાય છે ત્યારે પાછલો ભ્રમ ગમે તેવો હોય છતાં તે નિર્ભય અને શાંત બની જાય છે કિંવા જાગ્રત થતાંની સાથે જ સ્વપ્ન ખરું છે કે ખોટું છે તેનું પ્રયોજન રહેતું નથી તેમ વાસ્તવિક રીતે તે આત્મસ્વરૂપ હોવા છતાં પણ જ્યારે તે ચિદ ભાસરૂપે અહેમમાદિ કુરણુવાળા થાય છે ત્યારે તે આ મુજબ અનેક ચિત્રવિચિત્ર દશ્યના આકારે બની અનેક જન્મમરણાદિના ચક્કરમાં પડીને ભયભીત બની જાય છે, પરંતુ જ્યારે તે અહમ્ એવી ફુરણાથી રહિત બને છે ત્યારે જ આ ભ્રમ સાચો હતો, બેટા હતા કિંવા તે હશે અને તે એવી કલ્પના કરવાનું પણ તેને કાંઈ પ્રજન રહેતું નથી. કારણ તે તદ્દન નિર્વિકાર, નિવિકલ્પ, શાંત, એકરસરૂપ બનેલે હેઈ તેમાં બીજાપણાને ભાવ ક્યાં રહે? અને તેની કલ્પના કરવાવાળો પણ જુદો કયાં રહે? પ્રકાશને અંધારું કેવું હશે, કયાં હશે, મને (પ્રકાશ)ને જોતાં જ તે ભાગી જાય છે ઇત્યાદિ કલ્પનાઓ હોય છે ખરી કે? તેમ જ આ ચિદાભાસરૂપ જીવાત્માનું પણ સમજે, તાત્પર્ય કે, આ તમામ દસ્યશ્રમ નષ્ટ કરવાને માટે હંભાવને વિલય કર્યા સિવાય બીજા કોઈ પણ પ્રકારે શાંતિ કિંવા અભય રિથતિ પ્રાપ્ત થતી નથી; આનું નામ જ અપરોક્ષાનુભવ કિંવા સાક્ષાત્કાર છે. આવા આત્માનું જે શરીર અને તે વડે થતું જે કર્મ જોવામાં આવે છે તે ઇતરોની દૃષ્ટિએ જ હોય છે, પરંતુ તેની પોતાની ઈષ્ટએ નથી. આ મુજબ જ્યાં સુધી આત્માનો અનુભધ થતો નથી ત્યાં સુધી એ ચિદાભાસરૂ૫ છ ચેતન્ય જ પોતે પિતામાં ભ્રાંતિ વડે ઉત્પન્ન થપેલા વાસના, ઇચ્છા, મન, કર્મ અને સંક૯૫ ઇત્યાદિ નામરૂપના વિસ્તારને પામે છે. વળી જ્ઞાની પણ બીજાની દૃષ્ટિએ શરીર હોય ત્યાં સુધી દેહપ્રારબ્ધવશાત કર્મો કરતે હોય એવો માસે છે, બાકી આત્મદષ્ટિએ તો જ્યાં ચિદાભાસ જ નથી તે પછી તેના આધારે રહેનારાં કર્મ અને શરીર વગેરેની વાત જ માં રહી? પરંતુ અનાદષ્ટિએ તો તેવું હોય એમ ભાસે છે.