________________
}} ]
न लिप्यते लोकदुःखेन बाह्यः ॥ कल.
[સિદ્ધાન્તકાષ્ડ ભ॰ ગી૦ અ૦ ૧૮/૧ તું કરે તા જ ખરા! આ રીતે કહેવામાં તેને મદ ઉતારવાને ઉદ્દેશ જ તેમાં હોય છે તેમ અજ્ઞાની લેાકાતે નિયતિતંત્રનું સાચું જ્ઞાન પ્રાપ્ત થતાં સુધીને માટે શાસ્ત્રની આ પ્રવૃત્તિ છે. જો કે કેટલાક અવિવેકી મૂઢા વ્યવહારમાં પેાતાનાં પાપકર્મોં છૂપાવવાને માટે નિયતિ કિવા પ્રારબ્ધને માનતા હોય એવા ડાળ બતાવીને તે બહાને લેાકેાને છેતરે છે, પર`તુ ભીષ્મને માટે તે જગતમાં શે। ઉપાય હાય ? તેઓ તે વિષ્ટામાં સબડી રહેલા કીડાઓનો જેમ ધેાર નરકમાં જ પડે છે. કેમ કે મોં વડે ખાલી નિયતિને માનવાના બહાને જગતને અને પેાતાને છેતરવાથી કાંઈ પાપકર્મોના ફળ કે જે નિયતિએ જ ઠરાવેલાં છે તેમાંથી તેઓ છૂટી શકતા નથી પરંતુ જેએતે આ નિયતિનું સાચું જ્ઞાન થાય છે તેએ તે। બીજું બધું છોડીને આત્મપ્રાપ્તરૂપ પુરુષાર્થ કરવા તરફ જ પ્રેરાય છે અને નિયતિ વા પ્રારબ્ધવશાત્ પ્રાપ્ત થનારાં સુખદુઃખાદિ તરફ અપેક્ષાવૃત્તિ રાખે છે, એ જ નિયતિનું સ્વરૂપ સમજ્યાનું ચિહ્ન છે. આમ જ્યારે પ્રકૃતિ અને પુરુષનું સાચું' જ્ઞાન તેને થાય ત્યારે જેમ જાગેલા મનુષ્યને સ્વપ્રમાંની તમામ ક્રિયાએ અને તે ક્રિયાએ બતાવનારા શાસ્ત્રો નિરુપયેગી હાય છે અર્થાત્ સ્વપ્નની સાથે જ સ્વગ્નમાંનાં શાસ્ત્રો પણ નિરર્થીક જ છે, તેમ આત્માનું અપરે।ક્ષજ્ઞાન થનારને માટે આ બધી ચાલી રહેલી વ્યવહારપ્રવૃત્તિ અને તે બતાવનારી શામપ્રવૃત્તિ સબંધે સમજવું. સારાંશ, અજ્ઞાનીએતે માટે આ બધા શાસ્ત્રોની જરૂર પણ છે તથા તત્ત્વવિદ્ એવા જ્ઞાનીઓની દૃષ્ટિએ નથી, એમ તું નિશ્ચયપૂર્વક જાણુ,
તને યુદ્ધનીતિ પ્રેમ નહિ સમજાવી ?
શ્રીભગવાન કહે છે : હે ધનુર્ધાર ! આ વિવેચન ઉપરથી પુરુષાર્થ અને પ્રારબ્ધ સંબંધે તારા લક્ષ્યમાં સારી રીતે આવ્યું હશે જ, એટલા માટે હું તને કહી રહ્યો છુ કે, આ જ્ઞાન મેં કાંઈ તને યુદ્ધ કરવા માટે પ્રવૃત્ત થવા સારુ કહ્યું નથી, પર`તુ મારે શરણે આવીને તે હવે મારે હવે શું કરવું? મને કાંઈ સૂઝતુ નથી; હું તમારા શિષ્ય છું, તમારે શરણે આવ્યા છું, એમ કહી શરણાગતિ સ્વીકારીને શિષ્યભાવે પ્રશ્ન કર્યાં (અધ્યાય ૨ શ્લાક ૪ થી ૭) અને જ્યારે તારે મારા પ્રત્યેને આ તે એક સાધારણુ મનુષ્ય છે, આપણેા કુટુંબી છે,મારા મામાના છેાકરે છે, મારા સખા છે વગેરે પ્રકારના વ્યાવહારિક ભાવ નષ્ટ થયા અને આમના સિવાય હવે તારા સાચા હિતના માગ કાઈ બતાવી શકશે નહિ એ મુજખ જ્યારે તારી મારામાં દૃઢ શ્રદ્દા ઉત્પન્ન થઈ, તારા શૂરવીરતાનેા ગવ` તદ્દન નષ્ટ થયે। એટલું જ નહિ પરંતુ તને હું અને પરલાક સધી તમામ વિષયેા ઉપર સપૂણૅતઃ વૈરાગ્ય ઉત્પન્ન થયેા. બૈલાયનું નિષ્ક ટ્રક રાજ્ય મળે તા પણ આ મારા શાક મટે તેમ નથી એવું જ્યારે તને સાચા અંત:કરણથી જણાયું ત્યારે તું અહીંકારથો રહિત થઈ અત્યંત મૂઢ બન્યા તથા તે જ્યારે મારી સંપૂણુ શરણાગતિ સ્વીકારી ત્યારે મેં તને તારા હિતને આ સાચા માર્ગ બતાવ્યા છે. તેને મુખ્ય ઉદ્દેશ તે એ કે, પ્રથમ તારે જીવન્મુક્તિ પ્રાપ્ત કરી લેવી જોઈએ; એ જ આ બધા ઉપદેશનેા સાર છે. જો તારી આવી પરિસ્થિતિ ન થાત તે તને ગમે તેટલા સત્ય એધ આપવામાં આવત તા પણ તે પત્થર ઉપર પાણી રેડવાની જેમ તદ્દન નિરક જ નીવડત, વળી જો તને યુદ્ધ કરવાને માટે જ પ્રવૃત્ત થવાનું કહ્યું હેત તે તને આ આત્મધમ સમજાવવાની કાંઈ જરૂર ન હતી. તેને માટે તેા કેવળ ક્ષત્રિય ધમ સાથે યુદ્ધનીતિનુ જ વર્ષોંન કરત, તે પણ ચાલી શકત, પરંતુ તે થકી તારા મેાહ નષ્ટ થઈ તું કદી પણ આંતરિક શાંતિ પ્રાપ્ત કરી શક્ત નહિ. વળી જ્યાં સુધી પુરુષને આત્મરૂપ ધ્યેયની પ્રાપ્તિ થયેલી હાતી નથો ત્યાં સુધીનાં તેનાં સર્વ કર્મી નિર્ક જ નીવડે છે. પછી જોઈએ તે તે નાના પ્રકારના શાસ્ત્રોનું પઠન કરે, નાના પ્રકારના દેવતાઓનું પૂજન કરે, યજ્ઞ કરે, દાન કરે, યાગ કરે કે મેાટી તપશ્ચર્યાં કરે, સ તે એક આત્મજ્ઞાન વગર નિરક જ છે, એટલા માટે જ મેં તને ‘હું' કાણુ? અને ‘મારું સાચું સ્વરૂપ શું ?' તે સમજાવ્યું છે; તેમ જ બીજી અનેક પ્રકારની શાસ્ત્રયુક્તિઓનું તારી આગળ નિરૂપણ કર્યું છે. બાકી તું યુદ્ધ કરીશ તે સંબંધે તે। મને યત્કિંચિત્ પશુ શંકા છે જ નહિં,